Book Title: Rajchandra Nirvan Shatabdi Smaranika
Author(s): Sahaj Shrut Parab Rajkot
Publisher: Sahaj Shrut Parab Rajkot

View full book text
Previous | Next

Page 252
________________ ૨૦૬ વિષે વિલય પ્રાપ્ત છે. ધન્ય રે દિવસ આ અહો... પદ રચીને પણ સહજ પુરુષાર્થ તો સમયે સમયે વર્ધમાન રહ્યો છે. સિદ્ધપદે પહોંચવાનો નિર્ધાર નોંધાવી દીધો તે સિદ્ધાર્થ સ્વયં બુદ્ધ હતા, શુદ્ધ હતા, સિદ્ધ પુરુષ જ હતા. ૯૯. સુધાસિન્ધુ : સુજ્જુ ધીયતે પીયતે વા અત્યંતે રૂતિ સુધા । સુધા એટલે અમૃત, સિંધુ એટલે સાગર. કૃપાળુદેવ એટલે અમૃતસાગર. ‘અમી ભરેલી નજરું એની, રાજચંદ્ર ભગવાન રે.........'દૃષ્ટિરાગ જાય છે ત્યારે જ દષ્ટિ શુદ્ધ અને મુક્ત બને છે. રાજપ્રભુની દૃષ્ટિમાં સહજ રીતે જ અનાસક્તિ અને નિર્મળતા રહેલી છે. ઉફુલ્લ કમળ ઉલ્લાસ, ઉજાસ અને સુવાસનું પ્રતીક. ઉલ્લાસ આનંદવાચક, ઉજાસ જ્ઞાનવાચક અને સુવાસ સદા વર્ધમાન શક્તિવાચક છે. યજુર્વેદનો મૃત્યુંજય મંત્ર ‘સુગન્ધિ પુષ્ટિવર્ધનમ્ ' મુજબ જ્યાં સુગંધ છે ત્યાં પુષ્ટિ છે અને જ્યાં પુષ્ટિ છે ત્યાં અમૃતનો સંચાર થાય છે. કૃપાળુની દૃષ્ટિ જ્યાં જ્યાં પડી છે ત્યાં ત્યાં અમૃત સંચર્યું છે. સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે... (પત્રાંક ૧૯૭) સુધા૨સ એ કોઇ યૌગિક સાધનાની ખેચરી મુદ્રાથી પ્રગટાવવાની વાત નથી પણ તેનું સ્વરૂપ અને માહાત્મ્ય ગુરુગમે અને આજ્ઞારૂપ માર્ગ વડે સમજાય તે પણ કેવું સુધામય રીતે પ્રકાશ્યું છે ? એક એક વચન અમૃતમય છે એટલે તો ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથને ‘વચનામૃતજી’ કહીએ છીએ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર તો આ અવની પરનું અમૃત છે. કૃપાળુદેવની ભાષા કેવી શિષ્ટ, મિષ્ટ, વિશિષ્ટ ને વિલક્ષણ છે ? શૈલી કેવી રસાળી અને ઉજ્જવળી છે ? જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે એવી સજીવન મૂર્તિ છે. હે સુધાસિંધુ ! હે સુધાકર ! હે સુધાકાર ! હે સુધાંશુ ! હે સુધાનિધિ ! હે સુધાવર્ષ ! આપની ભક્તિ રૂપી સુધા પાજો. પ.પૂ.બ્રહ્મચારીજીના શબ્દોમાં, कलिकालानले दग्धान् जीवांस्त्रातुं समुद्यतः । राजचन्द्र सुधासिंधुर्नमस्तस्मै स्मराम्यहम् ॥ કળિકાળની ઝાળથી બળતા જીવોને બચાવનાર, પરમ શાંતિ આપનાર શ્રીમદ્ રાજચંદ્ર અમૃતસાગરને સ્મરીને નમસ્કાર કરું છું. ૧૦૦. સુમંત : સત્ ને પ્રાપ્ત છે તે સંત. આ પૃથ્વી પર પ્રભુનાં દર્શન કરવા હોય તો તે સંતમાં, સંતહૃદયમાં થાયછે. શ્રીરામકૃષ્ણ પરમહંસ સંત હૃદયને ભગવાનનું દીવાનખાનું કહેછે. સંતનાં – સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા ને સત્સમાગમને લીધે સંત જંગમ તીર્થછે. સંતનો એક અર્થછે, બે હાથ જોડેલી અંજલિ કે ખોબો. શ્રી તુલસીદાસજીની દૃષ્ટિએ, જેમ બન્ને હાથને સંપુટ કરીને અંજલિમાં સુગંધી ફૂલ રાખ્યું હોય તો બન્ને હાથને સુવાસિત કરે છે તેમ સંત કોઇ ભેદભાવ વિના જગતને આનંદથી ભરી દે છે. Jain Education International શાન્તિ પમાડે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઇ રહીએ. સર્વના માંહી છે તે સર્વથી ન્યારા બાપુ, એવા ભક્તને નિત્ય ચાહીએ. જેના કરકમળમાં સઘળું જગત્ રહેલું છે, (હસ્તામલકવત્ જાણી-દેખી રહ્યા છે !) જેના નેત્રકમળમાં કરુણારૂપી અમૃતનો સાગરછલકે છે, જેના ચરણકમળમાં સમગ્ર તીર્થોનો નિવાસ છે, જેના હૃદયકમળમાં ગુણાતીતપણું બિરાજે છે અને છેલ્લે જે અનંત સુખધામને કહેછે, ચહેછે, જાણે છે તે પદને પ્રણમન કરનારા, અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા ‘શ્રી રાયચંદ્ર’ પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ. (પત્રાંક ૩૭૬) શ્રી બાપુદાસ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262