________________
૨૦૪
છે. (વ્યાખ્યાનસા૨ ૨૦૨૮) જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું એવા સત્પુરુષોના કહેલા સનાતન ધર્મને પૂરેપૂરો ચરિતાર્થ કર્યો હતો. (પત્રાંક ૩૯૨)
મહાવી૨નો અવિભક્ત સનાતન જૈન માર્ગ વર્તમાનમાં સમ્યક્ પ્રકારે ઓળખનાર અને ઓળખાવનાર શ્રીમદ્ રાજચંદ્ર સનાતન દેવછે. સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા ધરાવતા સનાતન દેવ છે.
૯૪. समदर्शी : જ્યાં ત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બોધી જઉં છું. (પત્રાંક ૩૭) એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. (પત્રાંક ૧૩૪) કૃદ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા । મળવત્ મવિત યુક્તેન પ્રાપ્તા માવતી ગતિઃ ।। (પત્રાંક ૧૪૧) અન્વયે, ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઇને ભાગવતી ગતિને અર્થાત્ નિર્વાણને પામ્યા. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઇ પ્રત્યે રાગ અથવા કોઇ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. (પત્રાંક ૭૭૯)
વળી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં,
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ;
અપૂર્વવાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ગાથા ૧૦
સમદર્શિતા એટલે શત્રુ-મિત્ર, હર્ષ-શોક, નમસ્કાર-તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે તે. પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઇએ. નિઃ ૦ - એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો. (પત્રાંક ૨૧-૧૦૫)
પૂ.શ્રી સુખલાલભાઇ છગનભાઇ સંઘવી નામના મુમુક્ષુવર્ય (જેમની વિનંતિવશાત્ જગતને ૫૨મકૃપાળુદેવના પદ્માસન અને કાર્યોત્સર્ગ મુદ્રાના બન્ને ચિત્રપટજીની ભેટ મળીછે) કૃપાળુદેવને પત્રમાં લખે છે કે, જે ઉત્તરસંડા જેવા નિવૃત્તિક્ષેત્રે નિવૃત્તિમાં છતાં અને મોહમયી પુરી જેવા પૂરપાટ પ્રવૃત્તિ સ્થળે પ્રવૃત્તિમાં છતાં આત્મસ્વરૂપસ્થ સમવૃત્તિ રાખનાર છે, રાખે છે તે પરમાત્મસ્વરૂપ વીતરાગી શ્રી સદ્ગુરુનાં ચરણકમળ અમે ઉપાસીએ છીએ.
પૂ.પોપટલાલભાઇ મહોકમચંદભાઇને વઢવાણમાં કૃપાળુદેવે સ્વશ્રીહસ્તે પોતાનું યોગમુદ્રાનું ચિત્રપટ આપ્યું અને ફ૨માવ્યું કે, શ્રી પાર્શ્વનાથાદિ યોગીઓ અને અમારામાં કાંઇ ફેર ન જાણો. ટૂંકમાં, પદાર્થને વિષે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિરહિતપણું, ઇચ્છારહિતપણું, મમત્વરહિતપણું હોવાથી તેવી ચારિત્ર દશાવંત પરમ કૃપાળુદેવ સમદર્શી હતા.
૯૫.
समयज्ञ :
સમય એટલે આત્મા. સમયજ્ઞ એટલે આત્માને જાણનાર. ‘જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણ્યું’ એ નિગ્રંથ પ્રવચનને સફળ કરનાર કૃપાળુદેવ સમયજ્ઞ-તત્ત્વજ્ઞ-આત્મજ્ઞ હતા. સમય એટલે વખત કહીએ તો, આ દુષમકાળના જીવોને અને કળિકાળને બરાબર જાણતા હોવાથી તે મુજબ સદ્બોધ આપ્યો છે. સમય એટલે અવસરના પણ જાણ હતા એટલે સ્વલ્પાંશે પણ શિથિલતાને મોકો ન આપતાં મોક્ષગામી હતા. સમય એટલે પ્રતિજ્ઞાનિયમ કહો તો, પરિભ્રમણનાં પ્રત્યાખ્યાન લીધેલાં હોવાથી પણ સમયજ્ઞ કહેવાય. સમય એટલે સફળતા કે દુઃખસમાપ્તિ કહો તો પરમપદ-મોક્ષફળ સહિત હતા અને ભવપર્યટનનાં દુ:ખની સમાપ્તિ હતી. છેલ્લે, સમય એટલે સિદ્ધાંત કહો તો, એ તો જીવતો – જાગતો ‘સમયસાર’ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org