________________
૨૦૨
૮૮. શ્રીમત્ :
શ્રી કહેતાં જ શોભા, સુંદરતા અને લક્ષ્મીનું સ્મરણ થાય. શ્રી સાથે કીર્તિ, વાણી, બુદ્ધિ, સ્તુતિ, ધૃતિ, ક્ષમા એ બધા દિવ્ય ગુણો આવે છે. તેના સ્વામી કે તેની સાથે જોડાયેલા તે શ્રીયુત, શ્રીમાન, શ્રીશ, શ્રીદ. શ્રીધર વગેરે. જેમ ગુણ-ગુણી જુદા નથી, શક્તિ-શક્તિમાન જુદા નથી તેમ શ્રી અને શ્રીમાન જુદા નથી.
જંગમ મૂર્તિ મુખ્ય હૈ, સ્થાવર ગૌણ પ્રધાન; સ્વાનુભવી સત્પુરુષ કે, વચન પ્રવચન જાણ. શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મનમોહન મેરે ! શિષ્ટ કહે તે પ્રમાણ રે, મનમોહન મેરે ! પરમકૃપાળુ કહે તે પ્રમાણ રે, મનમોહન મેરે !
વળી શ્રીમત્ એટલે પ્રસિદ્ધ. કૃપાળુદેવે આત્મા સિદ્ધ-પ્રસિદ્ધ કર્યો છે તેથી ખરા શ્રીમદ્ છે. શ્રીમદ્ વિશેષણ ન રહેતાં તેમનું વિશેષ નામ બની ગયું છે !
૮૯.
श्रोत्रिय :
૯૦.
પૂ.રત્નરાજ સ્વામી
ઉપાધ્યાય યશોવિજયજી
શ્રોત્રિય એટલે વિદ્વાન, વેદ પારંગત, શાસ્ત્રનિષ્ણાત, બહુશ્રુત. શ્રુતિપરાયણ, શ્રુતિધર, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એ શ્રવણભક્તિના ઉપાસકની ઉત્તરોત્તર ચઢિયાતી ગતિ સૂચવે છે. શ્રદ્ધાથી-તત્પરતાથી એકાગ્ર ચિત્તથી નામસ્મરણ થાય છે ત્યારે શ્રુતિપરાયણ કહેવાય છે, શ્રવણ હ્રદયનો કબજો લઇ લે ત્યારે શ્રુતિધર બને છે, સ્થિરતા થાય છે અને શ્રોત્રિય બને છે. શ્રોત્રિય એટલે જેનાં હૃદયમાં શ્રુતિનાં રહસ્યોનો પ્રકાશ થયો છે, શ્રુતિ-સૂત્રશાસ્ત્રના અર્ક સમા અક્ષરબ્રહ્મને-આત્માને પામેલ છે તે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠમાં ભેદ નથી, કારણ કે, બ્રહ્મવિદ્ બ્રહ્મળિ સ્થિતઃ । બ્રહ્મને જાણનારો બ્રહ્મમાં સ્થિર થયો હોય છે.
सज्जन :
Jain Education International
સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે, અવર ઉપાસન કોટિ કરો પણ શ્રીહરિથી નહિ હેત થશે. શ્રી બ્રહ્માનંદજી
સત્ + જન તે સજ્જન, સારા-ભલા માણસ, gentleman; સત્ પ્રાપ્ત છે તે; સંતજન. કૃપાળુદેવ સત્ ને પ્રાપ્ત તો ખરા જ. સદ્ ગૃહસ્થ તો શું પણ ઉત્તમ ગતિને પામે તેવા ઉત્તમ ગૃહસ્થ હતા. સત્ય, ન્યાય, નીતિ, નેકી, ઇમાનદારી, સંતોષ, ક્ષમા, નિખાલસતા, સરળતા, નિર્વ્યાજ નિર્દોષતા, કરુણા વગેરે સદ્ગુણોથી સભર એટલે સજ્જન ખરા. જગતમાં મહાદેવને-શિવજીને કંઠે હલાહલ વિષ રાખ્યું હોવાથી નીલકંઠ અને સજ્જન કહે છે. ‘મારું વિષ અમૃત કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી !' ગાઇને આપણે કૃપાળુદેવને સજ્જન.... મહાદેવ ગણીએ છીએ. વળી સજ્જન એટલે સજ્જ, કટિબદ્ધ. પ્રબળ પુરુષાર્થી જીવ ૫૨મ કૃપાળુદેવ જેવાં પુષ્ટ નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી વહેલો મોડો મોક્ષે જાય છે. સાયંકાલીન દેવવંદનમાં ‘પરમ સજ્જન’ કહીને રોજ સ્તુતિ કરીએ છીએ. સજ્જનતા વિષે લખનાર (પત્રાંક ૧૨) ખરેખર સજ્જન જ છે. ૯૧. सत्पुरुष :
પૂ.અંબાલાલભાઇ પરના પત્રમાં, સોભાગભાઇ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્રવ્યવહાર તમને પોષણ રૂપ થશે. (પત્રાંક ૨૪૦) સત્પુરુષની છાપ આપનાર તત્પુરુષ સત્પુરુષ તો હોય જ ને ? સત્ન પ્રાપ્ત છે તે પુરુષ-આત્મા તે સત્પુરુષ. સત્ને પ્રકાશિત કરવા કોઇ પ્રમાણપત્રની
For Private & Personal Use Only
www.jainelibrary.org