Book Title: Rajchandra Nirvan Shatabdi Smaranika
Author(s): Sahaj Shrut Parab Rajkot
Publisher: Sahaj Shrut Parab Rajkot

View full book text
Previous | Next

Page 249
________________ ૨૦૩ કે સિફારિસની જરૂર નથી. સત્પરુષો તો સ્વરૂપથી જ સત્ હોઇ સૂર્ય સમ સદા જયવંત-પ્રકાશવંત છે. સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે. (પત્રાંક ૭૬) | આત્મભાવને અર્થે સંસાર સંવૃત્ત કર્યો છે જેણે અર્થાત્ સર્વ સંસારની ઇચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઇ છે એવા નિગ્રંથને - સપુરુષને તેરમે ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે. (પત્રાંક ૩૮૩) શ્રી મોહમયી સ્થાનેથી (મુંબઈથી) નિષ્કામ સ્વરૂપ છે જેનું એવા સ્મરણરૂપ સપુરુષના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. (પત્રાંક ૩૯૮) પૂ.સોભાગભાઇ પરના આ પત્રમાં સ્વયં સ્વયંને સત્પરુષ કહીને પોતાની દશા સુસ્પષ્ટ વિદિત કરે છે. અપૂર્વ, નિર્વિકલ્પ અને અયોગી સ્વભાવના કારણભૂત સત્પરુષ પરમકૃપાળુદેવ છે જેમાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ સન્નિહિત છે. (પત્રાંક ૮૭૫ આધારે) ૯૨. સમુ : સત્ પામીને સને બતાવનાર તે સદ્ગુરુ. લોકો એમ પૂછે કે, કોણ પધાર્યા છે? તો સ્પષ્ટ કહેવું કે, મારા પરમકૃપાળુ સગુરુ પધાર્યા છે. તેમનાં દર્શન અર્થે જવાનું છે. (ઉપદેશછાયા ૧, પૃ.૬૮૪) ચોખ્ખુંચણક લખીને પરમ ઉપકાર કર્યો છે. મોક્ષમાળામાં સદ્દગુરુ તત્ત્વ પર બે પાઠ આપીને મહતી કૃપા કરી છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બોધબીજ પ્રાપ્તિકથનમાં શિષ્યમુખે જે પદનો મહિમા અને ઉપકાર વેદન મૂક્યું છે તે શ્રી સદ્ગુરુ સ્વયં કૃપાળુદેવ જ છે. વચનામૃતજીનો સારાંશ જ છે, સગુરુ. કારણ કે, “સદ્ગુરુ પદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ, તાતેં સદ્ગુરુ ચરણકું, ઉપાસો તજી ગર્વ.' કૃપાળુદેવ ગુરુ ભગવંત પણ છે અને ભગવંત પણ છે. શ્રી સુંદરદાસજીના શબ્દોમાં, પરમેશ્વરમેં ગુરુ બસે, પરમેશ્વર ગુરુ માંહિ, સુંદર દોઉ પરસ્પર, ભિન્નભાવ કછુ નહિ. જો ખરા ગુરુની પ્રાપ્તિ થાય તો, આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. (વ્યાખ્યાનસાર ૨:૧૦:૮) મિથ્યાત્વનાં અંધારા ઉલેચાવનાર અને જ્ઞાનનાં અંજનશલાકા કરીને આપણામાં ભાવપ્રાણ પૂરનારા કૃપાળુદેવ છે. બોધટાંકણે ઘડીને ટંકોત્કીર્ણ સ્વસ્વરૂપ ભજાવનાર કૃપાળુદેવ છે. પુષ્ટાલંબન પરમ ગુરુ, શ્રીમદ્ સદ્ગુરુ કરું પ્રણામ. નિર્વાણ માર્ગે સુવહાણ જેવા, કુસંગ કાર્યો ય મૂકાવનારા; સન્માર્ગ આપી ય ટકાવનારા, શ્રીમદ્ ગુરુ છે જંગમાંહિ ન્યારા. ૫.પૂ.બ્રહ્મચારીજી. ૯૩. સનાતન દેવ : સનાતું એટલે નિત્ય, આવાગમનથી પર. સનાતન એક એવી અવસ્થા છે કે જેમાં કશો ભેદ-વિભેદ નથી, જયાં આત્મા પરમાત્મા થાય છે. જ્યારે મનુષ્યમાં પૂર્ણપણે સાત્ત્વિકતા આવી વસે છે ત્યારે તેનાં હૃદયમાં સત્યનો આવિર્ભાવ થાય છે. આ સત્ય તેના વિચાર-વાણી-વર્તનમાં એકસરખું પ્રકાશે છે. તેના દ્વારા કૃપાળુદેવ પોતાનો પ્રકાશ પાથરે છે. સત્ય સનાતન છે, સનાતન સત્ય છે. સત્યને સનાતન બ્રહ્મ, સનાતન આત્મા કહેવાય છે. - સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે ષડૂ દર્શનમાં સમાય છે અને તે ષડૂ દર્શન જૈનમાં સમાય છે. (વ્યાખ્યાનસાર ૨-૧૮) આત્માના સનાતન ધર્મને વિષે શ્રેયપણું લાગવાથી જ્ઞાનીઓ વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262