________________
૮૬. શાન્ત:
કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન.
સંસ્કૃતમાં શ ધાતુ છે, શક્ એટલે શમાવું, શાંત થવું, સ્વસ્થ થવું, શાંત કરવું. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે. (પત્રાંક ૧૩) જેમ છે તેમ આત્મસ્વરૂપ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયો તેથી આત્મા સ્વભાવમય થઇ રહ્યો. (પત્રાંક ૬૫૧) આમ સમજીને શમાઇ જનારા શાંત રાજે શાંતિ જિનની કેવી સ્તુતિ રચી છે ? નીરાગી મહા શાન્ત મૂર્તિ તમારી (પત્રાંક ૧૩) અને અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ (પત્રાંક ૯૫૩)
૮૭.
પત્રાંક ૧ : પ્રભુ પ્રાર્થના
સંસારમાં અજ્ઞાન અને અશાંતિને સીધો સંબંધ છે. પરમકૃપાળુદેવ તો સ્વયં જ્ઞાનસ્વરૂપ છે તેથી અજ્ઞાન અને અશાંતિને અવકાશ નથી. સંસારના ત્રિવિધ તાપને શાંત કરનારા તો શાંત થયેલા ભગવાન જછે જે શાંતિ પમાડી શકે. શ્વેતાશ્વતર ઉપનિષદ્ (૬:૧૯)માં કહ્યા મુજબ, નિતં નિષ્ક્રિય શાન્તમ્ । તે પરબ્રહ્મ કલારહિત, ક્રિયારહિત અને શાન્તછે. સૃષ્ટિ લીલામાં શાંત ભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. (પત્રાંક ૨૧:૪૫) પૂ.શ્રી રત્નરાજ સ્વામીના શબ્દોમાં,
શાસ્તા :
૨૦૧
નિર્વાણ પહેલાં લગભગ પાંચ મહિને અમદાવાદમાં શ્રીમુખે પ્રકાશ્યું કે, પરમ શાંતિ અનુભવીએ છીએ. આથી વિશેષ આપણે શું કહી શકવાનાં ? પત્રાંક ૯૧૨, ૯૧૬, ૯૨૦, ૯૨૨માં પરમ શાંતિની જાણે દસ્કત આપી છે ! સર્વ વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે શાંતિને સર્વ ધર્મનો આધાર કહ્યો છે. (પત્રાંક ૪૮૬) આવું પ્રકાશનાર કેવા શાંત હોય ? પૂ.શ્રી સોભાગભાઇને શાંત મૂર્તિ કહેનાર પોતે કેવી શાંત મૂર્તિ ! અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ
અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવઅહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તે, જયવંત વર્તો.
(હાથનોંધ ૩-૨૩)
શાન્તિકે સમુદ્ર ઉપશાન્તિકે અખાત માનો, ભ્રાન્તિ ભય ભાંજવેકો ભાસ્કર લીલામ હૈ.
Jain Education International
શાસ્ ધાતુ પરથી શાસ્ત્ર શબ્દ બને. શાસ્તા એટલે શિક્ષક, શાસનકર્તા, જિન કે જૈન ધર્મગુરુ. શાસ્તા પુરુષનાં વચન તે શાસ્ત્ર. મોક્ષમાળા અને આત્મસિદ્ધિ જેવાં સત્શાસ્ત્ર સર્જ્યો તે શાસ્તાપુરુષ. ......કોઇ શાસ્ત્રમાંથી એ વાત નીકળી આવશે. ન નીકળે તો કંઇ બાધ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. (પત્રાંક ૧૭૦)
...તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે. (પત્રાંક ૩૯૭)
બધાં શાસ્ત્ર અમારાં હૈયામાં છે. (એક મુમુક્ષુને)
એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઇ તેમાં ઉપયોગ ફરી વળે છે. (પત્રાંક ૯૧૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org