Book Title: Rajchandra Nirvan Shatabdi Smaranika
Author(s): Sahaj Shrut Parab Rajkot
Publisher: Sahaj Shrut Parab Rajkot

View full book text
Previous | Next

Page 245
________________ ૧૯૯ હોવાથી કૃપાળુદેવની કેટલીક વાતો-કથનો શાસ્ત્રોથી પર પણ હોઇ શકે છે. યોગદૃષ્ટિ સમુચ્ચય'ના આધારે કહું તો, શાસ્ત્રો સામાન્યપણે માર્ગદર્શન કરે પણ વિશેષ તો આત્માનુભવ રૂપ સામર્થ્યયોગથી જાણી આગળ વધવાનું હોય છે. આ કાળમાં પરમકૃપાળુદેવ જેવી વિશ્વવંદ્ય, વીતરાગ અને વિરલાતિવિરલ વિભૂતિને પિછાણતાં વાર લાગે છે. ૮૦. વીતરી : દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઇ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા કહે છે અને એમ જ છે. (પત્રાંક ૩૩૪) શ્રી તીર્થકર દેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઇશું એમ અમને દેઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું કે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. (પત્રાંક ૩૨૨) અમદાવાદમાં આગાખાનને બંગલે વિ.સં.૧૯૫૭માં, વઢવાણ કૅમ્પ (હાલ સુરેન્દ્રનગર) જતાં પહેલાં, પ્રભુશ્રીજી અને દેવકરણજી મુનિને કૃપાળુદેવે બોલાવી છેલ્લી સૂચના આપતાં જણાવ્યું કે, અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં. प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ ઋષભપંચાશિકા : કવિ ધનપાલ (વ્યાખ્યાનસાર ૨-૯) અર્થાતુ અહો ! બન્ને ચક્ષુ કેવા પ્રશમ રસમાં - વીતરાગ ભાવમાં ડૂબેલાં છે ! અહો ! મુખકમળ કેવું શાંત, સૌમ્ય અને પ્રસન્ન છે? નથી એમના ખોળામાં કામિની કે નથી એમના હાથમાં હથિયાર ! અહો ! સમભાવભરી દષ્ટિ સમપરિણામે જગતને દેખી રહી છે ! અહો ! પ્રસન્ન મુખમુદ્રા પરમ આત્માનંદ વ્યકત કરી રહી છે ! અહો ! અસંગતા સર્વ પરભાવની પરિવર્જના પ્રકાશી રહી છે. ખુલ્લા ખાલી હાથ જાણે સૂચવી રહ્યા છે કે, અમને હવે આ ચિત્રવિચિત્ર જગત સાથે કંઇ લેવાદેવા નથી ! “ધન્ય એવા કૃતાર્થ' છીએ, અમારે કંઈ કરવા પણું રહ્યું નથી ! આવી અદ્ભુત નિર્વિકાર મુખમુદ્રાવાળા કૃપાળુદેવ વીતરાગદેવ જ છે. ૮). વીર : આત્મધર્મ શૂરવીરે આત્માનું અમૃત પામ્યા છતાં વિષને પીવાનું દુ:ખ અનુભવ્યું છે. એમાંથી નીપજતી વેદનાની તીવ્રતા કૃપાળુદેવ જેવા વીરે જીરવી જાણીછે, જે મહાજ્ઞાની પુરુષોની સંપછે. પરમાત્માને પામવા કે પરમાત્મસ્વરૂપ થવા આ દર્દ શોધવું અને જીરવવું એ પરમાત્મપ્રેમીઓની અવસ્થા છે. ગ્રંથિને ભેદવામાં જે વીર્ય-વીરતા દાખવવી ઘટે તે પૂરેપૂરી દાખવીને નિગ્રંથ થયા છે, વીર થયા છે, મહાન વીરતાવાળા મહાવીર સ્વામીને અનુસરીને મહાવીર થયા છે. શરીર ભાવની જીવતાં જ ભસ્મ બનાવી દેનારા વીર છે. મૃત્યુને જીતી લીધું છે અને કદી ક્ષીણ ન થનાર અમૃત છું એમ કહી શક્યા છે. વળી સંસારબદ્ધોને છોડાવવા કટિબદ્ધ થયેલો ખરો વીર કૃપાળુદેવ છે. પ.પૂ. શ્રી શાન્તિભાઇના શબ્દોમાં, ગઝલ રૂપે, રખોપાં રામનાં ભાઇ, સદા યે વીરતા દાખી; પળેપળ લેતા સંભાળ એ, સહજશરણે સદા રાખી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262