________________
૧૮૮
૫૨મ એટલે ઉત્કૃષ્ટ. ૫૨માત્મા એટલે ઉત્કૃષ્ટ આત્મા. બહિરાત્મા, અંતરાત્મા સિવાયના જીવો તે ૫૨માત્મા. જ્યાં પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એ ત્રણે એકરૂપ બની જાય છે ત્યાં ૫રમાત્માનું દર્શન છે. આ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં ૨૪ તીર્થંકર દેવ થાય અને એ સંખ્યા શાશ્વત છે. પરમાત્મા શબ્દના અક્ષરોનો સ૨વાળો પણ ૨૪ જ ને ? ૫ એટલે પાંચ, ૨ એટલે બે, મા એટલે સાડા ચાર, ત એટલે આઠ, મા એટલે સાડા ચાર : કુલ ૨૪ થયા ને ? ૫ = ૫, ૨ = ૨, મા = ૪ll, r = ૮, અને મા = ૪૫, ૫રમાત્મા = ૨૪. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઇ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એવી જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે. (પત્રાંક ૨૨૩)
.અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા
છીએ. (પત્રાંક ૬૮૦)
પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. (પત્રાંક ૮-૧૬)
૫૨. परमेश्वर :
પરમેશ્વર.
૧૦૧-૨)
અરિહંત નમો, ભગવંત નમો, પરમેશ્વર શ્રી ગુરુરાજ નમો. (શ્રી જ્ઞાનવિમળ સૂરિજી) બધાને વશમાં રાખવાની સ્વાભાવિક શક્તિ કે બધાં-બધું પર સંપૂર્ણ આધિપત્ય જેનું છે તે
માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. (પત્રાંક ૨૧-૭૯) જે મનુષ્ય સત્પુરુષોનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. (શિક્ષાપાઠ
સાકાર ઉપદેષ્ટા, વર્તમાન દેહે જીવન્મુક્ત અને સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય તે પરમેશ્વર કે આપ્ત પુરુષ છે. (વ્યાખ્યાનસાર ૨-૧૩)
મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. (પત્રાંક ૨૭)
કૃપાળુદેવની કુંડળીમાં રાજયોગ અને પ્રવ્રયાયોગનો સમન્વય છે, જેનો પ્રભાવ તેમનાં જીવનમાં ચરિતાર્થ થયેલો જોવા મળે છે. શ્રી રામચંદ્રજી અને શ્રી રાજચંદ્રજી, બન્નેની કુંડળીમાં અદ્ભુત સામ્ય છે કે, અનંતની જ્ઞાનચેતનાનો સ્રોત હૃદયસ્થાનમાં અર્થાત્ કુંડળીના ચોથા સ્થાનમાં સમ્યક્ બનીને સ્થિર થયો છે. આ એક ચમત્કારી ગ્રહસ્થિતિ છે જે તેમની જ્ઞાનચેતનાની ૫૨મોચ્ચશ્રેણીનું સૂચન કરે છે. પૂ.શ્રી ગિરધરભાઇના શબ્દોમાં,
Jain Education International
શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર, વર્તમાન આ કાળ; પુરુષોત્તમ પરમેશ્વરુ, પરમ ધરમ કરુણાળ.
આત્માને પરમેશ્વર માનું. (પત્રાંક ૧૯-૧૯૨) ખરેખર આત્માને પરમેશ્વર માન્યો-જાણ્યોકર્યો. મારો રાજરાજેશ્વર, પરમેશ્વર !
૫૩.
पवित्र :
સંસ્કૃતમાં પૂ ધાતુ છે, પવતે-પુનાતિ-પુનીતે-પૂયતે રૂતિ પવિત્રમ્ । પવિત્ર એટલે શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ હોવું અને ક૨વું. પવિત્ર એટલે જે ઝાપટે છે, ઝાટકે છે, ઊપણે છે - ફોતરાં વગેરે કાઢી ધાન્યને સાફ કરે છે તે.
પરમ કૃપાળુદેવ પોતે પવિત્ર છે અને અપવિત્રની ઝાટકણી કાઢી સત્પાત્ર બનાવે છે તે.
www.jainelibrary.org
For Private & Personal Use Only