Book Title: Rajchandra Nirvan Shatabdi Smaranika
Author(s): Sahaj Shrut Parab Rajkot
Publisher: Sahaj Shrut Parab Rajkot

View full book text
Previous | Next

Page 239
________________ મુમુક્ષુ બનવું રહ્યું. જે દેહધારી સર્વ અજ્ઞાન અને કષાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો ! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને આસનાદિ સર્વને નમસ્કાર હો ! નમસ્કાર હો ! (પત્રાંક ૬૭૪) ૧૯૩ મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે. (પત્રાંક ૨૫૪) માટે આપણે મૂમૂર્ખ મટીને આવા પરમ સત્ - Too Good અને પરમ મહત્ - Too Great મહાત્માનું ઓળખાણ પડવું અઘરું છે. મહાત્મા બનવા માટે કેવું સુંદર લખ્યું છે ? લખી જ શકે ને, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પણ ગુરુ તે કેવા ! પરમ મહાત્મા કહેવા ? મહાત્મા થવું હોય તો ઉપકાર બુદ્ધિ રાખો, સત્પુરુષના સમાગમમાં રહો, આહારવિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહો, સત્શાસ્ત્રનું મનન કરો, ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. (પત્રાંક ૨૧-૧૭) ૬૫. महाप्राज्ञ : અત્યંત વિવેકી હોવાથી આપ મહાપ્રાજ્ઞ છો. જ્ઞાનદર્શનાદિ ગુણો અજ્ઞાન, અદર્શને ઘેરી લઇ જે મિશ્રતા કરી નાખી છે તે ઓળખી ભાવઅમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે. (શિક્ષાપાઠ ૫૧) ....અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દૃષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. (પત્રાંક ૧૫૭-૨) પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. (હાથનોંધ ૧-૧) ૬૬. महावीर : આ ક્ષેત્રની આ કાળની તીર્થંકર ચોવીસીમાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા તે રાજચંદ્ર પ્રભુ મહાવીર પ્રભુનું હૃદય જાણતા જ હોય એ સ્પષ્ટ સમજાય તેવું છે. વીર પ્રભુનાં નિર્વાણકાળથી ભસ્મગ્રહ શરૂ થતાં મહાવીરને નામે જ પાખંડ પ્રસર્યા હતા તેને ખંડવા અને પ્રચંડ તમ હરવા અખંડ જ્ઞાનજ્યોત પ્રગટાવવા આ બીજા મહાવીર પધાર્યા. હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. સત્ય કહું છું કે, હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઇ ચૂક્યો છું, એમ કહું તો ચાલે. (૫ત્રાંક ૨૭) આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રીરામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. (પત્રાંક ૬૮૦) ૩ શ્રી મહાવીરની દસ્કત આપી છે એથી અધિક આપણે શું કહી શકવાનાં ? વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે. (શ્રી આનંદઘનજી મહારાજ) ૬૭. मोक्षदाता : મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે; અર્થાત્ મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. (પત્રાંક ૩૭૯) આ દુષમકાળમાં પરિભ્રમણનાં કારણ અને નિવારણ સુસ્પષ્ટ કહી તેમાં આવતાં વિઘ્નો અને ભયસ્થાનોમાં ન અટકતાં આત્મામાં ટકવાનો સદુપાય દર્શાવનાર મોક્ષદાતા જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262