________________
૧૯૫
પ્રલોભનો, ભીષણ ભયસ્થાનો અને વિવિધ વિભૂતિઓ-ભભૂતો પણ પ્રગટે છે. પરંતુ એને ઓળંગી જનાર... અરે એ પ્રત્યે ઉપયોગ પણ ન દેનાર યોગીશ્વર ગુરુરાજ છે, સહજ સ્વભાવ સિદ્ધ યોગી છે.
- પૂ.શ્રી સુખલાલભાઇની વિનંતિથી શ્રી વઢવાણ કૅમ્પમાં કૃપાળુદેવે બે વીતરાગ મુદ્રાનાં ચિત્રપટજીની આપણને ભેટ આપી. તેને બીજે દિવસે મુમુક્ષુ શ્રી મનસુખભાઇ દેવશીભાઇને કહ્યું કે, શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગકર્તા કમઠ દેવપ્રત્યે દ્વેષ નહોતો કે છત્રધારક ધરણેન્દ્ર દેવ પ્રત્યે રાગ નહોતો તેવી અદ્ભુત પરમ વીતરાગ દશા અમારી તે વખતે પ્રાપ્ત હતી.
દોહરા યોગીશ્વર ગુરુરાજનાં, યોગબળે પલટાય; વિલાસ વિષ કળિકાળનું, અમૃતમય થઇ જાય.
પ.પૂ.બ્રહ્મચારીજી ૭૦. રાનવૈદ :
વિદ્ એટલે જાણવું, અસ્તિત્વ ધરાવવું. સર્વના જ્ઞાતા પરમકૃપાળુદેવનું દર્શન અજ્ઞાન માત્રને દૂર કરનારું છે. મહારોગને મટાડનારું છે. જીવનો સમ્યક દર્શન વડે મિથ્યાત્વરોગ ટાળનારા, સમ્યક જ્ઞાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવનારા અને સમ્યક ચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરનારા કૃપાળુદેવ રાજવૈદ્ય કે વૈદ્યરાજ છે. (ઉપદેશછાયા પૃ.૬૭૮),
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ;
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. (પત્રાંક ૧૫ઃ૩)
જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજે ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે. (વ્યાખ્યાનસાર ૨:૧૦:૮)
અનુભવી વૈદ્ય દવા તો આપે પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે. (ઉપદેશછાયા પૃ.૭૨૪)
ઋગ્વદના ૧૦મા મંડળના ૯૭મા ઋકુના દષ્ટા તરીકે નિષ{[ ઋષિનું નામ આવે છે, જે અથર્વણના પુત્ર હતા અને શાંત-પુષ્ટ કરનારી વસ્તુઓના જ્ઞાતા હતા. પરમાત્માની શાંત અને પરિપુષ્ટ કરનારી ઉપાસના માટે પ.પૂ.શ્રી અંબાલાલભાઇના શબ્દોમાં,
કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્ય માનું આ ખરો,
પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૭૧. IT :
શબ્દાદિ પાંચ વિષયની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે તેવા દુસમ કળિયુગમાં, તેને વિષે વિહળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણો તેને વિષે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઇ હોય તો તે આ કાળને વિષે “બીજો શ્રીરામ” છે. (પત્રાંક ૩૮૪)
વાલ્મીકિએ રામચંદ્રજી વિષે કહ્યું કે, વિષ્ણુનાં સશે વીર્ય | મહાસમુદ્ર પર સેતુ બાંધીને રામે રાવણ જેવા અસુરના વશમાં પડેલી ચિત્ શક્તિને મુક્ત કરી હતી. એટલે વીરતામાં, પરાક્રમમાં રામ વિષ્ણુ સમાન છે. આપણા રાજચંદ્ર રામચંદ્ર જેવા છે. રામ જેવો વૈરાગ્ય, રામ જેવી વીરતા અને રામ જેવાં બાણ ! રાજબાણ વાગ્યાં રે હોય તે જાણે !
Jain Education International
For Private & Personal Use Only
www.jaineliblary.org