________________
૧૯૬
જે જગમાં લેવાયા નહિ, શૂરવીર બીજા શ્રી રામ સમા, ધૃતિ અચલ ધરી રાજચંદ્ર ગુરુ, નિશદિન સેવે સ્વરૂપ રમા; મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણકમળમાં લીન રહો, વારંવાર કરું હું વંદન, ગુરુ-ભક્તિ મુજ માંહિ વહો.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૪૨ : પ.પૂ.બ્રહ્મચારીજી ૭૨. નોશોત્તર :
લોકોત્તર એટલે અ-લૌકિક, અસાધારણ અને લોકમાં ઉત્તમ. વજથી પણ કઠોર અને ફૂલથી યે કોમળ એવા લોકોત્તર પુરુષોનાં ચિત્તને પામી શકવા કોણ સમર્થ છે? આ રાજપ્રભુનું તથાભવ્યત્વ - તથા પ્રકારનું ભવ્યપણું - વિશિષ્ટ યોગ્યપણું - ગૃહસ્થાશ્રમમાં યોગદશા ! એવું ઉત્તમ છે કે ઉત્તરોત્તર સર્વ કલ્યાણ પરંપરાનું એક અનુપમ સાનુબંધ કારણ થઇ પડે છે.
લોક અલોકે દેખ (પત્રાંક ૧૦૭), લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. (પત્રાંક ૧૨૮), જીવને લોકમાર્ગમાં પડી રહેવું છે અને લોકોત્તર કહેવરાવવું છે. લોકનો ભય મૂકી પુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય. (ઉપદેશછાયા પૃ.૭૧૨)
જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક.
(હાથનોંધ ૧-૧૪) આવા લોકોત્તર પુરુષને ભજવા હોય તો પ્રભુશ્રીજી કહે છે તેમ “લોક મૂકે પોક કરવું પડે. આ લોકોત્તરને લૌકિક ભાવે પૂજતાં કે લોકલજજા રાખતાં સ્વસ્વભાવનું ભાન થતું નથી.
જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી; દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી.
શ્રી દેવચંદ્રજી કૃત શ્રી વજંધર જિન સ્તવન લૌકિક દૃષ્ટિએ તમે અમે પ્રવર્તશું તો અલૌકિક દૃષ્ટિએ કોણ પ્રવર્તશે? (પત્રાંક ૩૨૨) લોકોત્તર ફળ નીપજે, મનમોહનજી; મોટો પ્રભુનો ઉપકાર, મનડું મોહ્યું રે મનમોહનજી. રંગરસિયા રંગ રસ બન્યો, મનમોહનજી; કોઇ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે મનમોહનજી.
શ્રી વીરવિજયજી કૃત પંચ કલ્યાણક પૂજા ૭૩. વરાતિશથી :
અતિશય એટલે શું? જગતમાં બીજા કોઇમાં ન હોય એવો અતિશાયી-ચઢિયાતો ગુણપ્રભાવ-મહિમા વિશેષ તે અતિશય તીર્થંકર દેવના મુખ્ય ૪ અતિશયમાં એક વચનાતિશય છે. શ્રી વડવા તીર્થમાં પ્રભુશ્રીજી આદિ છ મુનિને પરમ કૃપાળુદેવનો સમાગમ થયો તે વિષે “ચોથા આરાના મુનિ' પ્રભુશ્રીજી પ્રકાશે છે કે, પરમ કરુણાનાથે પરમ કરુણા કરી ઉપશમ રસ અને વીતરાગભાવ પ્રગટ થાય એવી અપર્વ વાણી પ્રકાશી. પોતે પરમ વીતરાગ મુદ્રા ધારણ કરી શુદ્ધ આત્મોપયોગમાં રહી જણાવ્યું કે, આ વાણી આત્મામાં સ્પર્શીને નીકળે છે. આત્મપ્રદેશોથી નિકટતરથી લૂછાઈને પ્રગટે છે. અમને સર્વ સાધુઓને આ અલૌકિક વાણીથી અલૌકિક ભાવ પ્રગટ થયો હતો. જેમનાં વચનો શીતળ લાગે છે તેમનો આત્મા કેટલો શીતળ હશે ? ઉપશમ સ્વરૂપ થઈ ઉપશમ સ્વરૂપ વચનામૃતની વૃષ્ટિ કરી છે. જેના વચનબળે જીવનિર્વાણમાર્ગને પામે છે એવી સજીવનમૂર્તિ (પત્રાંક ૨૧૨) લખે છે, જેનું અપાર માહાભ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org