________________
૧૯૨ ૬૩. તિસ્મૃતિજ્ઞાની :
દોહરા વવાણિયાના વાણિયા, ગણધર ગુણ ધરનાર; જાતિસ્મરણે જાણિયા, ભવ નવસે નિરધાર.
પ.પૂ.બ્રહ્મચારીજી ‘શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળાની કોઇ જૂની આવૃત્તિની છપાઇમાં શરતચૂકથી આઠસો ભવનો ઉલ્લેખ છે પણ કૃપાળુદેવને ખરેખર નવસો ભવનું જાતિસ્મરણ જ્ઞાન હતું. મતિસ્મૃતિજ્ઞાન એ જ જાતિસ્મરણજ્ઞાન. મતિજ્ઞાનનો જ પ્રકાર કહેવાય. કચ્છી કલ્યાણજીભાઇને શ્રીમુખે કહેલું કે, અમને નવસો ભવનું જ્ઞાન છે. શ્રી ખીમજીભાઇને તો પોતાનો પૂર્વભવ સવિસ્તર કહી ‘તમારો અમારા પર ઉપકાર છે' કહેલું
મુંબઇમાં ભૂલેશ્વરમાં શાકમાર્કેટ પાસેનાં દિગંબરી દહેરાસરજીમાં કચ્છી શ્રી પદમશીભાઇને ઉત્તર આપતાં શ્રીમુખે કહેલું કે, અમને જાતિસ્મરણજ્ઞાન છે. સાત વર્ષની વયે વવાણિયામાં અમીચંદભાઇ ગુજરી જતાં તે વિષે વિચારતાં પડદો ખસી ગયો અને જ્ઞાન થયું. શ્રી જૂનાગઢનો ગઢ દેખી એ જ્ઞાનનું ઓર વિશેષપણું થયું હતું.
અંતર્ગાનથી સ્મરણ કરતાં એવો કોઇ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે.. (પત્રાંક ૧૨૮) પુનર્જન્મ છે - જરૂર છે એ માટે અનુભવથી હા કહેવામાં અચળ છું. (પત્રાંક ૪૨૪) પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિષેનું તેમણે મિથ્યા કહ્યું નથી. (પત્રાંક ૨૧૨)
પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. (પત્રાંક ૪૬૫)
આ દેહ અને તે પ્રથમનો બોધબીજ હેતુવાળો દેહ તેમાં થયેલું વેદન તે મોક્ષકાર્ય ઉપયોગી છે. (પત્રાંક ૪૮૫)
પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહજે સાંભરી આવે છે. (પત્રાંક ૩૧૩)
જ્યાં કેવળ જ્ઞાનની વાત છે ત્યાં જાતિસ્મરણ જ્ઞાન વિષે વિશેષ શું કહેવું? ૬૪. મહાત્મા :
મહાન આત્મા, મહામના, મહંતના મહંત તે મહાત્મા. મેરુ સમાન મહાન તે મહાત્મા. વિ.સં.૧૯૫૪માં, વસો ક્ષેત્રે વિચરતા વાનરને “નિષ્પરિગ્રહી મહાત્મા’ કહેનાર અને “વિચરશું કવ મહપુરુષને પંથ જો' લખનારા કૃપાનાથ પોતે જ કેવા મહાત્મા હતા ?
- શ્રી ખેડા તીર્થે પરમકૃપાળુદેવ જે બંગલામાં પધારેલા ત્યાં પૂ.દેવકરણજી મુનિ ગયા. તેમની દશા નિહાળી તેમના આનંદમાં વિક્ષેપ ન થાય તે માટે ભીંતના પડદે ઊભા રહી ગયા. કૃપાળુદેવ સ્વયં સ્વયંને પ્રકાશે છે, વિ.સં.૧૯૪૭ની સાલમાં રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા.
આત્મદશાને પામી નિર્દન્દ્રપણે યથાપ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે. (પત્રાંક ૮૧૭) પરંતુ તે કાળમાં તો તે મહાત્મા વિદ્યમાન હતા.
જે મહતુ પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે મુમુક્ષુએ કેવી દૃષ્ટિ રાખવી? (પત્રાંક ૨૭૨)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org