________________
૧૯૦
પુરુષોત્તમ કહેતાં પરમ સત્ની જ વાત છે. પોતે પરમ પુરુષ થયા છે, પરમ સત્ન પામ્યા છે. ૫૬. પ્રબુદ્ધ :
પ્ર + વુર્કી |
જન્મ જન્માંતરનો જાણકાર, યુગોના યુગોથી જાગી ગયેલો, પંડિતો ય જેમની પાસે પાણી ભરે તેવો પંડિત અને સચેત પરમકૃપાળુદેવ તે પ્રબુદ્ધાત્મા.
ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. (પત્રાંક ૫૧)
અર્થાત્ સંસારના ત્રાસથી ત્રાસી સંસારથી નાસી ગયા - નાઠા, સંસારથી ઊઠી ગયા એટલે સંસારને પૂંઠ દઇ દીધી અને બોધસ્વરૂપ થઇ જગતના જીવોને પ્રબોધી ગયા તે પ્રબુદ્ધ પરમકૃપાળુ પરમાત્મા. ક્ષણ ક્ષણની, પ્રસંગ પ્રસંગની, કાર્યે કાર્યની જાગ્રતિ રાખીને આત્મોપયોગે જીવી ગયા.
જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહત્પુરુષને ધન્ય છે. (હાથનોંધ ૨-૫)
વીતરાગ પરિણતિ પરિણમતાં, ઊઠી નાઠા બોદ્ધા. શ્રી આનંદઘનજી કૃત શ્રી મલ્લિનાથ સ્તવન
૫૭.
પ્રભુ :
-
X + મૂ । ભૂ એટલે હોવું, થવું. પ્ર એટલે પ્રકૃષ્ટ – ઉત્કૃષ્ટ સ્વરૂપે હોવું, થવું તે પ્રભુ. પ્રભુ એટલે સમર્થ અને સર્વસર્વ, સ્વામી અને સર્વાધિકારી, શાસક અને માલિક, ઇશ્વર અને ભગવાન. શ્રીમદ્ રાજપ્રભુની પ્રભુતા, મુજથી કહીય ન જાય જી . . . શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત શીતલ જિન સ્તવનની જેમ ગાવાનું મન
થાય.
તેં કોઇ પાસેથી કંઇ લીધું નથી, કોઇને કંઇ દીધું પણ નથી, તથાપિ તારું પ્રભુત્વ છે ! હૃદયરૂપ ગુફામાં રહેતા પરમાત્મા અણુ કરતાંયે સૂક્ષ્મ અને મહાન કરતાં યે મહાન છે. (અળોરળીયાત્મહતો મહીયાન્ ઞાત્મા...કઠોપનિષદ્ ૧:૨:૨૦) આત્માની અનંત શક્તિ, સિદ્ધિ અને લબ્ધિલબ્ધ રાજચંદ્ર પ્રભુ છે, પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત છે. તેમના પ્રબોધેલા ‘વીસ દોહા’માં હે પ્રભુ ! શું કહું ? ની પ્રાર્થના સાથે અરજ પણ કરીએ કે,
Jain Education International
જય પ્રજ્ઞા-પૂર્ણ, પ્રભુ, પરમ હિતસ્વી જગને, દયાદૃષ્ટિ યાચું, અરજ મુજ આ આ૫ ચરણે; મહા મુક્તિમાર્ગ પ્રગટ કરતા રાજગુરુને નમીને, ઇચ્છુંછું અનુસરણ આ આપ ચરણે.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧ : પ.પૂ.બ્રહ્મચારીજી
૫૮. प्रज्ञापारमित :
ઉજ્જવળ જ્ઞાનની સીમાને - પા૨ને પ્રાપ્ત છે તે પ્રજ્ઞાપારમિત. પાર-અપાર જ્ઞાનની આરપાર ગયા છે તે પ્રજ્ઞાપારમિત. જ્ઞાન તો અનંત છે, નિઃસીમછે, પારદર્શક છે, transcendentછે. તે પાર પહોંચી ગયા, તે પાર પામી ગયા, આ અપાર અને અસાર સંસાર સમુદ્રનો તાગ લઇ લીધો, તે પ્રજ્ઞા પારમિત. કૃપાળુદેવે તો પ્રજ્ઞારૂપીછીણી વડે કર્મસ્થિતિ ક્ષીણ કરી દીધી. પ્રજ્ઞાપારમિત પરમકૃપાળુ પરમાત્માએ વિ.સં.૧૯૫૬માં ‘પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા’ના ૧૦૮ મણકાની સંકલના પણ પ્રકાશી છે જે પત્રાંક ૯૪૬ રૂપે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org