________________
સદા પવિત્ર કોણ ? જેનું અંતઃકરણ પાપથી રહિત હોય તે. (પત્રાંક ૯-૫) પવિત્રતાનું મૂળ સદાચાર છે. (પત્રાંક ૫-૫૩) પોતે સંપૂર્ણતઃ સત્ આચારી થઇને પ્રકાશ્યું છે. તે પવિત્ર દર્શન થયા પછી......સોળ ભવ નથી. (પત્રાંક ૯૧)
તે પવિત્ર દર્શન કહેતાં સમ્યક્ દર્શન થયા પછી અનંત સંસાર નથી કે સોળ ભવ નથી એટલે કે, વધુમાં વધુ પંદર ભવમાં મોક્ષે જઇ શકાય છે.
સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવળજ્ઞાન થાય. (ઉપદેશછાયા પૃ.૭૨૨) આપણે પણ પરમકૃપાળુદેવની કૃપાદૃષ્ટિ ઇચ્છીએ કારણ કે, પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ
એ જ સમ્યક્ દર્શન છે. (પત્રાંક ૨૧-૧૧૦)
પૂ.રાવજીભાઇ દેસાઇના શબ્દોમાં, સદા સમરો સદ્ગુરુદેવ, પાવન થાવાને.
૫૪. पुण्यश्लोक :
પવિત્ર ચરિત્ર અને સુંદર આચરણવાળા આત્મા પુણ્યશ્લોક કહેવાયછે. સ્તુતિ કે શ્લાઘા કરવા યોગ્ય પુરુષ તે પુણ્યશ્ર્લોક. રસ્તો એટલે ત્યાગી દેવું -છોડી દેવું એમ પણ અર્થ થાય. જેમણે પુણ્યને - શુભ ભાવને પણ હેય ગણી આત્માને જ ઉપાદેય ગણ્યો છે તે પુણ્યશ્ર્લોક. જેમની કીર્તિ કદી કલંકિત થતી નથી તે પુણ્યશ્ર્લોક. पुण्यश्लोको नलो राजा पुण्यश्लोको युधिष्ठिरः । पुण्यश्लोको च वैदेही पुण्यश्लोको जनार्दनः ॥
અર્થાત્, નળ રાજા, ધર્મરાજા યુધિષ્ઠિર, મિથિલા રાજવી જનક વિદેહી અને વિષ્ણુ કે કૃષ્ણ મહારાજા પુણ્યશ્લોક ગણાય છે. પણ હું તો કહું કે,
સત્ યુગમાં હરિશ્ચંદ્ર ત્રેતા યુગમાં રામચંદ્ર દ્વાપર યુગમાં કૃષ્ણચંદ્ર કળિયુગમાં રાજચંદ્ર
શુદ્ધ અને સ્વચ્છ, નેક અને શુભ, ભલા અને રૂડા, મનોહર અને મંગળદાયક છે, પ્રાતઃસ્મરણીય છે. ૫૫. પુરુષોત્તમ :
૧૮૯
પુરુષ એટલે આત્મા અને ઉત્તમ એટલે શ્રેષ્ઠ. પુરુષોત્તમ એટલે શ્રેષ્ઠ આત્મા, પરમાત્મા. ક્ષ૨-અક્ષરથી પર પરમકૃપાળુદેવ પોતે ઉત્તમ પુરુષ છે.
તે શ્રીમાન્ પુરુષોત્તમ સત્-ચિત્-આનંદરૂપે સર્વત્ર ભરપૂર છે. (પત્રાંક ૧૫૭-૪) જ્ઞાન અપેક્ષાએ આત્મા સર્વવ્યાપક છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં આનંદ છે. સર્વત્ર
કહેતાં સર્વ સ્થળ અને સર્વ સમય.
રૂપ જ છે. (પત્રાંક ૧૫૮)
Jain Education International
શ્રીમાન્ પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણે એક
સદ્ગુરુ, સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. (પત્રાંક ૨૬૪) શ્રી ભગવદ્ ગીતાનો ૧૫મો અધ્યાય જ ‘પુરુષોત્તમ યોગ’ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org