________________
૧૯૧
પ૯. પ્રારબ્ધી :
પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી. (પત્રાંક ૨૩૨)
પોતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે. (આ દેહે છે) અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. (પત્રાંક ૨૩૪)
હરિ ઇચ્છાથી જીવવું છે અને પરેચ્છાથી ચાલવું છે. (પત્રાંક ૨૫૧)
હાલ જે પ્રવૃત્તિ જોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદેષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિથી બાધ નથી પામતું. (પત્રાંક ૩૭૬)
જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. (પત્રાંક ૪૦૮)
આ ઇચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ અને પરેચ્છા પ્રારબ્ધ : આ ત્રણમાં પરેચ્છા પ્રારબ્ધ પ્રમાણે જીવી જાણનારા કૃપાળુદેવે સહુ સાથેના ઋણાનુબંધ પૂરા કરેલ છે. સ્વયં દસ્કત આપે છે, પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથાયોગ્ય (પત્રાંક ૧૪૭) અને પ્રારબ્ધ દેહી. (પત્રાંક ૩૯૭) ૬. નમત્રતનું :
હે પરમ કૃપાળુદેવ ! આપ તો ફલ માત્ર તનુ (શરીર) વાળા છો. મોક્ષફળ એ જ જેની કાયા છે તેવા કેવલ મોક્ષફલમય મૂર્તિમાન મોક્ષસ્વરૂપ છો. આપની નિષ્કામ-નિર્નિદાન કે ફલાકાંક્ષા-ફલાભિસંધિ ભક્તિ કરીને મને કંઇ આ લોક-પરલોકનું ફળ જોઇતું નથી. આપ તો સાક્ષાત્ મોક્ષફલદાતાછો. એટલે આપની સેવાભક્તિથી મોક્ષફળ મળ્યા વિના રહેવાનું નથી.
મહાત્માનો દેહ બે કારણને લઇને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ. (પત્રાંક ૩૭૩) ૬૧. બ્રહ્મનિષ્ઠ:
બ્રહ્મ કહેતાં આત્મ, પરમાત્મા, પરબ્રહ્મ, મોક્ષ, ઓંકાર જે કહો તે અને બ્રહ્મનિષ્ઠ એટલે આત્મમગ્ન, આત્મધ્યાનરત, આત્મજ્ઞાનનિરત, બ્રહ્મભાવમાં નિત્ય નિવાસ કરે તે બ્રહ્મનિષ્ઠ, આત્મભાવે જ રહે છે : સ્વરૂપનિષ્ઠ. આત્માકારતા ભયા કરી છે જેમણે તે પરમકૃપાળુ દેવ. બ્રહ્મ કહો કે સચિ-આનંદ કહો કે અસ્તિભાતિ-પ્રિય કહો કે આત્મસ્વભાવ કહો કે સ્વસ્વરૂપ કહો, તેની જ નિષ્ઠાવંત તે પરમ કૃપાળુદેવ.
લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ' પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. (પત્રાંક ૨૪૧) ૬૨. મચ્છત૮મહી નન :
| મચ્છુનદી મોરબી પાસેની નદી. વવાણિયા ગામ મોરબી તાબાનું હતું. વવાણિયા બંદરની જમીનના કાંઠા પર મોરબીની હકૂમત હતી. મોરબી ઇ.સ.૧૬૯૮ સુધી કચ્છનો જ એક પ્રદેશ ગણાતો. આ મચ્છ નદીના કાંઠાનો મહાજન ખરા અર્થમાં મહાજન, મહાત્મા, સજ્જન, લોકગાત, મહાપુરુષ, આગેવાન અને મુખી હતો. સમાજ માટે પોતાના પૈસા, બુદ્ધિ, સાધન કે સમગ્ર ઐશ્વર્ય વાપરનાર સત્યનિષ્ઠ વૈશ્ય મહાજન હતા કૃપાળુદેવ. લોકકલ્યાણ અર્થે મોરબીમાં “મોક્ષમાળા' રચી જ દીધી ને? મચ્છે એટલે મત્સ્ય. મચ્છતટ એટલે અષ્ટમંગલ પૈકી એક તે મત્સ્યયુગલનો જાણે નિર્દેશ ન કરતો હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org