Book Title: Rajchandra Nirvan Shatabdi Smaranika
Author(s): Sahaj Shrut Parab Rajkot
Publisher: Sahaj Shrut Parab Rajkot

View full book text
Previous | Next

Page 231
________________ ૧૮૫ ઉપયોગની શુદ્ધતા અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે નિર્વિકાર દૃષ્ટિની અગત્ય છે. (પત્રાંક ૬૪) નિર્વિકાર એટલે વિકારરહિત, વાસનારહિત, પરિવર્તનરહિત, રોગરહિત. નિર્વિકાર દૃષ્ટિ એટલે સમ્યક્દૃષ્ટિ. કૃપાળુદેવ જેવા નિર્વિકારી પરમાત્મામાં વૃત્તિ રાખતાં નિર્વિકાર થવાય છે. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે. (પત્રાંક ૨૦૧) છો નિર્વિકારી પાસ રાખો, ભક્તિ હું દિલમાં ધરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને, વંદના વિધિએ કરું. પૂ.શ્રી અંબાલાલભાઇ ૪૩. નિરીft: નિ + સામ્ | સામ્ એટલે દોષ, પાપ, અપરાધ. નિર્ એટલે રહિત, વિયોગ, નાશ કે અતિક્રમ. અઢાર પાપસ્થાનક અને અઢાર દૂષણ રહિત તે નિરાગી. ૪૪. નિરત્નg : આલંબન રહિત તે નિરાલંબ. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દૃષ્ટિમાં રુચિવાળ થતો નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષય રૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. (પત્રાંક ૮૧૦) નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર (પત્રાંક ૭૩૫) કરનાર આ જ્ઞાની ભગવંત નિરાલંબ છે અને અનન્ય શરણનો બોધ દેતા હોવાથી બોધ પણ નિરાલંબ છે. સ્વભાવને કોનું અવલંબન ? શેનું અવલંબન? પોતે જ, સ્વભાવ જ. આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાંગે રે અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે...વીરજીને ચરણે લાગું... - શ્રી આનંદઘનજી કૃત શ્રી મહાવીર સ્વામી સ્તવન દેવ-દેવીની તુષ્ટમાનતા-માન્યતા-માનતાનો બોધ નથી તેથી પણ નિરાલંબ છે. વળી આ કાળમાં સ્વયંભુદ્ધ છે તેથી પણ પરમકૃપાળુદેવ નિરાલંબ કહી શકાય. - સુખદુઃખ, હર્ષશોકાદિને વિષે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની તેને કોઇ આશ્રય કે આલંબન નથી. શાતા-અશાતા બન્નેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધું ય સમ છે. (પત્રાંક ૩૭૭) ૪૫. નિઃસ્પૃદ: ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઇએ છે. બીજી કંઇ સ્પૃહા રહેતી નથી. (પત્રાંક ૧૪૪). અમારું ચિત્ત નિઃસ્પૃહ અતિશય છે અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, એ કળિયુગની કૃપા છે. (પત્રાંક ૨૨૨) જો કે, વચનામૃતજીના પ્રારંભે જ, “બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના” (પત્રાંક ૧) અર્થાત્ જીવોની ભ્રાન્તિ-ભરમ-ભ્રમ દૂર કરવા ધર્મનો મર્મ બોધું છું, બીજી કોઇ કામના-ઇચ્છા-સ્પૃહા નથી, એમ પ્રકાશનાર પરમકૃપાળુદેવ આગળ લખે છે, બુદ્ધિ તો મોક્ષને વિષે પણ સ્પૃહાવાળી નથી. (પત્રાંક ૩૭૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262