________________
૩૫. વિદ્યવૃષ્ટા :
જે અંતરાત્માને નિહાળે છે તે. જે આત્મદૃષ્ટા છે તે જ સર્વદષ્ટાછે અને તે જ દિવ્યદૃષ્ટાછે. તેને સર્વજ્ઞ કહો, તત્ત્વજ્ઞ કહો કે ત્રિકાલજ્ઞ કહો, કંઇ વાંધો નથી. ‘આત્મવત્ સર્વભૂતેષુ, ય: પતિ સ: પતિ ।' બધામાં આત્મા જુએ છે તે જ ખરેખર જુએ છે, તે જ દિવ્ય દર્શન છે, દિવ્યદષ્ટા છે. અધ્યાત્મની સૃષ્ટિમાં સમસ્ત ખેલ દૃષ્ટિનો જ છે. એવા આર્ષકવિ દિવ્યકારી દિવ્યદૃષ્ટા કૃપાળુદેવ છે. પૂ.ડૉ.ભગવાનદાસભાઇ મહેતાના શબ્દોમાં,
૩૬.
दीननाथ :
તત્ત્વજ્ઞાનની ઉપલબ્ધિ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના આપણે અનાથ જ છીએ. આજ સુધીનાં સઘળાં સાધન લક્ષ વિનાનાં બાણની પેઠે નકામાં પુરવાર થયાં છે. એક સત્ ગુણ પ્રગટ્યો નથી ત્યાં સુધી દીન જ છીએ, સાધનહીન છીએ. પણ હે કૃપાળુદેવ ! આપ તો અનાથના નાથ, ગરીબનિવાજ, દીનબંધુ, દીનનાથ, દીનાનાથ, દિનનાથ છો. અનન્ય શરણના આશ્રયદાતા છો.
૩૭. देवाधिदेव :
માલિની છંદ
ધન્ય દિન લલકાર્યો, ધર્મ સાચો ઉધાર્યો; સુઅવસર અપૂર્વી, દિવ્યદષ્ટા સુગાયો.
સમસ્ત સૃષ્ટિની સઘળી વસ્તુઓ અન્ય પ્રકાશથી પ્રકાશિત છે, પણ આત્મા સ્વયંપ્રકાશ રૂપ છે, પરમાત્મા પણ સ્વયં પ્રકાશિત છે, માટે ભગવાનને ‘સૂર્યકોટિ સમપ્રભ’ પણ કહ્યા છે. દૃષ્ટિની મર્યાદા અને મલિનતા એ જ આપણો અંધકાર છે. નામસ્મરણ આ મર્યાદાને તોડી નાખે છે અને મલિનતાને પરમશુદ્ધિમાં પલટાવી નાખે છે, કર્તાપણાનું અભિમાન ઓગાળી નાખે છે. એથી સાક્ષીભાવ જાગે છે, એક માત્ર અસ્તિત્વ જ બાકી રહે છે. આમ અસ્તિત્વનું ભાન કરાવનાર અને દિવ્યતાનું દાન દેનાર દેવ છે. પોતે જ પ્રભુશ્રીજીને લખ્યું છે, લિ.રાજચંદ્ર દેવ (પત્રાંક ૮૩૮)
૩૮.
૧૮૩
પૂજ્યપદે જ્યાં થઇ સ્થાપના, દેવ રૂપે રહે કેવા રે ! દેવ-ભાવ પ્રગટાવે સદ્ગુરુ, દેવ-દેવ રૂપ એવા રે. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૬૭ : પ.પૂ.બ્રહ્મચારીજી
ધી :
ધીર કહેતાં જ ધી૨જવાન, વીર, ગંભીર, શાંત, સંતુષ્ટ, ચતુર શબ્દનો લક્ષ થાય. આ બધા ગુણોનો સરવાળો સુંદર પણ થાય. આત્માનું આંતરિક સૌન્દર્ય ખીલી ઉઠેછે, અસંગતા નીખરી ઉઠેછે. ‘વિારહેતો સતિ વિયિત્તે યેષાં ન શ્વેતાંસિ તે વ ધી: ।' વિકારનાં (વિભાવનાં) હેતુઓ હાજર હોવા છતાં જેમનાં ચિત્ત વિકારયુક્ત થતાં નથી તે જ ધીર પુરુષો છે. હીરા, માણેક જેવી મૂલ્યવાન ચીજને જે પૃથ્વીનો વિકાર ગણે, સત્તર વર્ષની વય પહેલાં લખે કે, સ્ત્રીઓનાં રૂપ ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ પર લક્ષ દો તો હિત થાય. (૫-૯૫), શ્રી લલ્લુજી મુનિશ્રી જેવા સ્થાનકવાસી આચાર્ય અને ‘ચોથા આરાના મુનિ’ જેને પ્રથમ સમાગમે ઝુકાવી દે અને પોતાનાથી ૪૪ વર્ષ વયવૃદ્ધ એવા પૂ.સોભાગભાઇને પણ આત્મપ્રતીતિકર લાગે તે કેવો ધીર પુરુષ ? ૩૯. ધર્મમૂર્તિ :
Jain Education International
બન્ને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ, મોટા ડર્ષથી પ્રયત્ન કરીએ. (પત્રાંક ૧૫૭-૭) ધર્મ જ જેનું સ્વરૂપ છે, ધર્મ જ જયાં પ્રગટપણે રહેલો છે તે ધર્મમૂર્તિ, ધર્મ - ૫૨માર્થ માટે જ જેનો દેહ વિદ્યમાન
For Private & Personal Use Only
www.jainelibrary.org