________________
૧૮૧
તરફથી અર્જુનજીને થયેલ સ્થિતપ્રજ્ઞતાનો બોધ, અને આ ધીટ અને ભીષણ કાળમાં જીવતાં થકાં મુક્ત દશાને વરેલા રાજપ્રભુમાં શો ફેર ?
જીવતાં જગતીયું કરનારા જગતવાસી જીવો ક્યાં ?
જીવન જીવી-જીતી જાણનારા જગન્નાથ રાજ ક્યાં ? ૨૮. ગીવિત સમયસાર :
જીવમાં કર્મ બદ્ધ છે કે અબદ્ધ એ તો નય પક્ષ થયો. કોઈ નય દુભવ્યા સિવાય, નયપક્ષથી કે ગચ્છમતની પક્ષાપક્ષીથી પર રહીને, અતિક્રાન્ત થઇને, સ્વભાવને ક્રમ શાં અને અવલંબન શેનાં એમ ગણીને, સ્વસ્વભાવ પર જ મુશ્તાક રહેનાર તથા સમ્યક્ત્વ અને જ્ઞાનની જે એકને જ સંજ્ઞા મળે તેવો આત્મા તે જ સમયનો સાર અને તેમ જ જીવી જનારા ખરેખર જીવંત સમયસાર કૃપાળુદેવને કોટિ કોટિ પ્રણામ છે, સમયજ્ઞને સલામ છે. ૨૯. જ્યોતિર્ધર :
બૃહદારણ્યક ઉપનિષદ્રના તૃતીય બ્રાહ્મણના ચતુર્થ અધ્યાયમાં, જનક રાજા અને ગુરુ યાજ્ઞવક્યનો સંવાદ છે. દિવસે સૂર્ય પ્રકાશ, સૂર્યાસ્ત થતાં ચંદ્રજ્યોતનો આધાર, બન્નેનો અસ્ત થતાં અગ્નિપ્રકાશ, તે ન હોય તો વાજજ્યોતિ (વાણીનો પ્રકાશ, તે પરથી વામય-સાહિત્ય), તે ન હોય ત્યારે પણ આત્માની સ્વયં જ્યોતિ છે જેના વડે જીવ પોતાના ઘરે-સ્વભાવમાં આવી શકે છે. “સ્વયંજ્યોતિ સુખધામ”. વાયોતિ આપણા મન-બુદ્ધિઇન્દ્રિયોને અજવાળે છે, જ્યોતિર્મય સ્વરૂપ અન્તરાત્મામાં પ્રકાશ પાથરે છે. સત્ની સાધનામાં પ્રાણની શુદ્ધિ, ચિત્તની સાધનામાં મનની શુદ્ધિ અને આનંદની સાધનામાં હૃદયની શુદ્ધિ થાય છે. આ ત્રણેની આત્યંતિક શુદ્ધિ થતાં ચિત્તનો વિલય થાય છે અને પરમ ઘુતિમય એવું એક માત્ર ચૈતન્ય જ બાકી રહે છે, તે ‘ળ્યોતિષાત્ પિ તદ્ ળ્યોતિ: તમસ: પરમ્ ૩તે !' એ જ્યોતિઓની પણ જ્યોતિછે અને તમસથી પર કહેવાય છે. રૂપના અંબાર સમ જ્ઞાનના અંબાર જેવી જળહળ જયોત, કેવળ જયોત ધરનારા, જ્યોતિર્ધર જગન્નાથ જે સ્વયંજયોત વડે આપણી સર્વ જ્યોતને અંદરથી પ્રકાશિત કરે છે તે કૃપાળુદેવ. ૩૦. તત્ત્વનોરનવાર્યવા:
શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જોવાને શ્રીમદ્ મહાવીર સ્વામીએ સમ્યકત્ર આપ્યાં હતાં. (પત્રાંક ૨૧-૭૪) આપણને બીજા મહાવીર સમ શ્રીમદ્ રાજચંદ્રજી તત્ત્વરૂપી આંખ આપે છે, પાંખ આપી છે. દિવ્ય ચક્ષુ આપે છે આ સદ્દગુરુ ભગવંત. કૃપાળુદેવના ગણધર તુલ્ય પૂ.શ્રી અંબાલાલભાઇએ સંસ્કૃત ભાષાના અભ્યાસના અંતે પહેલો જે શ્લોક રચ્યો તે –
महादेव्याः कुक्षिरत्नं शब्दजीतवरात्मजम् । राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् ॥
કેવી યથાર્થ ગુરુ ભક્તિ ? આપણાં કલ્યાણ અર્થે કૃપાળુદેવે માન્ય કર્યો હતો. નોર્ એટલે જોવું. સાચી દૃષ્ટિ આપે છે તે જ સમ્યક નેત્રદાતા કૃપાળુદેવ.
સર્વશ્રેષ્ઠ તત્ત્વ લોચનદાયક માનું. (પત્રાંક ૧૯-૪૬૮) ૩૧. તત્ત્વજ્ઞાન :
સર્વ પ્રકારનો નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે. (પત્રાંક ૬-૨) સર્વ કલેશથી અને સર્વદુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. (પત્રાંક પ૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org