________________
૨૧.
केवल :
કૈવલ્ય પ્રાપ્ત પુરુષ તે કેવલ. માત્ર આત્માનું જ કેવન, સેવન કરે છે તે કેવલ. કેવળ નિજ સ્વભાવનાં જ્ઞાનની દશા અને દિશા દર્શાવનાર તે કેવલ. વિશિષ્ટ, વિચક્ષણ અને વિલક્ષણ પુરુષ તે કેવલ. માત્ર, ફક્ત, શુદ્ધ, સ્વચ્છ, સાફ, પૂર્ણ તે કેવલ. જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે તે પ્રતાપી પુરુષ જયવંત વર્તો. (પત્રાંક ૮૦)
૨૨.
कलिकालकेवली :
કાર્તિકી પૂર્ણિમાના પરમ પવિત્ર દિને જેમનો જન્મ તેવા શ્રી હેમચંદ્રાચાર્યજી કળિકાળ સર્વજ્ઞ કહેવાય છે તો શ્રીમદ્ રાજચંદ્રજી કાર્તિકી પૂર્ણિમા અને વળી આદિત્યવારે (જેના પરથી દિતવાર-રવિવાર થયું) જન્મેલા તે કળિકાળે કેવળી કહેવાય છે. કેવળજ્ઞાન રૂપી સૂર્ય, સૂર્યવારે જન્મીને, અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિને ભજી ગયો.
પત્રાંક ૬૭૯ અનુસાર, આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન છે.
૧૭૯
આ કરાળ-વિકરાળ કાળમાં, આ હુંડાવસર્પિણી કાળમાં, આ કળિયુગમાં કેવળી હોય ? અરે, ‘જ્ઞાન કેવળથી કળો' અને ‘જ્ઞાન જ્ઞાનીમાં કળો'નો નાદ જગવ્યો છે, સાદ પાડ્યો છે, નારો લગાવ્યો છે તે કેવળજ્ઞાનને કળીને.
૨૩.
દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળિકાળે હો અમને ઉદ્ધરનારા. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૫ : પ.પૂ.બ્રહ્મચારીજી
गणधर गुणधर :
દિવ્ય દેશનાનું દાન તો તીર્થંકર દેવનું, પણ તે તે સમયે હાજર હોય તેને. પછી ગણધર ભગવંત ગ્રંથ રૂપે ગૂંથે નહીં તો ? એવા અચિંત્ય માહાત્મ્યવંત શ્રીમાન્ ગણધર દેવ છે. કૃપાળુદેવ પણ મહાવીર સ્વામીના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા. જાણે કે સઘળું સંઘરી લીધું અર્થાત્ સંગ્રહિત – સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી લીધું અને આ કાળના જીવોને ધરી દીધું, આમ ગણધર જેવા ગુણ ધરાવનાર છે.
૨૪.
ગહન :
ભગવાન એટલે જ અર્ચિત્ય, અગમ, અગોચર અને ગહન. આપણાં મન-વચન-કાયા અને બુદ્ધિ પાછાં પડે ! અંતઃસ્તલમાં ડૂબકી મારવી પડે. ગોતા લગાવ્યા બાદ ગોતી લે પોતાનું અંતરાત્મપણું તો યે ગહન વાત તો ખરી જ, વર્તનારો યે ગહન. ‘સમ્યગ્દષ્ટિ મહાપુરુષની અંતર્ચર્યા ગહન કહી.’ (પ્રજ્ઞાવબોધ ૨૦:૨૦) સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં, અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકર વ્રત છે. (પત્રાંક ૫૬૬) આવા મહાવ્રતીની ગહન દશાની આપણે વાત કરી રહ્યાં છીએ.
સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રી જિને તીવ્ર જ્ઞાનદશા કહી છે. કોઇક જીવથી એ ગહન દશાનો વિચાર થઇ શકવા યોગ્ય છે. (પત્રાંક ૫૭૨)
Jain Education International
શ્રી ભગવદ્ ગીતાના અધ્યાય ૮, શ્લોક ૧૪ અનુસાર, અનન્ય ચિત્તવાળા સાધક માટે તો પ્રભુ સુલભ જછે. ચિત્તનો લય એ જ ચૈતન્યનો ઉદયછે. શુદ્ઘ, ગુહ્યાપિ ગુહ્ય, રાનમુહ્ય કહેવાયછે તે રહસ્યનું ઉદ્ઘાટન તો રાજ જેવા રાજ઼દાર (ભેદી પુરુષ) કરી શકે.
For Frivate & Personal use only
www.jainelibrary.org