Book Title: Rajchandra Nirvan Shatabdi Smaranika
Author(s): Sahaj Shrut Parab Rajkot
Publisher: Sahaj Shrut Parab Rajkot

View full book text
Previous | Next

Page 226
________________ ૧૮૦ ૨૫. ચિત્તવનૂન : ચિત્ત એટલે નિર્ધારિત. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ. (પત્રાંક ૧૫૪) ચિત્ત એટલે મન, હૃદય તો ખરું જ. કેવળ અશાતામય આ સંસાર અંગાર જેવો લાગે ત્યારે તેનું વારણ-નિવારણ રાજવદન અને રાજવાણીનું ચંદન છે, જે શાતા અને શાંતિ બક્ષે છે. માટે ચિત્તચંદન છે. સિંચે વિશ્વ સુધારસે રે, ચંદ્ર રહૃાો પણ દૂર રે; તિમ પ્રભુ કરુણાદષ્ટિથી રે, લહિયે સુખ મહમૂર. એ પ્રભુ પ્યારો રે, મારાં ચિત્તનો ઠારણહાર મોહનગારો રે. મારાં ચિત્તનો ઠારણહાર રાજકૃપાળુ રે. શ્રી સુપાર્શ્વ જિન સ્તવન : ઉપા. શ્રી યશોવિજયજી ૨૬. નિનાદ્ધાર: થશે અવશ્ય આ દેહથી, સત્યધર્મનો ઉદ્ધાર રે, ધન્ય રે દિવસ. (હાથનોંધ ૧:૩૨) ઠામ ઠામ જે પુરુષે જિનાગમની અને જિનેશ્વર ભગવંતની સાક્ષી આપી છે, વીતરાગ માર્ગનો અનન્ય સત્યકાર કર્યો છે, શ્રી મહાવીર સ્વામીનો મહિમા ગાયોછે તે, ઇડરના મહારાજા સાથેના વાર્તાલાપમાં શ્રીમુખે સ્પષ્ટ કહી દે છે કે, જિન શાસનનો પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધરો અહીં વિચરેલાનો ભાસ થાય છે. તેઓના શિષ્યો નિર્વાણ પામ્યા, તેમાંનો એક પાછળ રહી ગયેલો જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. ચરમ તીર્થંકર શ્રી મહાવીર દેવનાં ચરણકમળ સમીપે બેસનાર, ઉપનિષદ' કરનાર (ગુરુની બાજુમાં બેસીને અધ્યયન કરનાર) આ બીજું કોઇ નહીં પણ રાજચંદ્ર પ્રભુ પોતે જ છે. માર્ગને પામેલા હોવાથી માર્ગ પમાડી શકે છે. ઉદ્ધાર એટલે જ મોક્ષ, મુક્તિ. સ્ + ૮ અને સ્ + છું એમ બન્ને થાય. સંસાર સાગરમાંથી બહાર કાઢે, ઉપર લાવે તે ઉદ્ધાર. - હાથનોંધ ૨-૧૫માં, “તમે શા માટે ધર્મનો ઉદ્ધાર ઇચ્છો છો?” પરમ કારુણ્ય સ્વભાવથી. તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી. ૨૭. નવમુ : જેને ભોગો ગમે નહીં, સુખ-દુઃખ આવ્ય હર્ષ-શોક ન થાય, જેનું અંતઃકરણ હર્ષ, ખેદ, ભય, ક્રોધ, ઇચ્છા અને દીનતાનાં દર્શનથી સંબંધ ન પામે, જે આત્મરમણતાને લીધે સર્વોત્તમ વિશ્રાંતિમગ્ન હોય, નિરીહ-નિઃસ્પૃહ અને નિઃસ્નેહ થઇ જીવતો હોય, લગારે લપાતો ન હોય, બધી ઇચ્છાઓ-શંકાઓ-ચેષ્ટાઓ-નિશ્ચય બુદ્ધિથી ત્યજી દીધા હોય એટલે કે, સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી; મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. નાટક સમયસાર, સર્વવિશુદ્ધ અધિકાર : પંડિત પ્રવર શ્રી બનારસીદાસજી કળાધર છતાં કળાહીન રીતે અને છતે ચિત્તે ચિત્ત વિનાનો વર્તતો હોય તે જીવન્મુક્ત. મહોપનિષદ્દમાં જનકજી તરફથી શુકદેવજીને લાધેલો ઉપરનો સર્બોધ અને શ્રી ભગવદ્ ગીતાજીમાં શ્રીકૃષ્ણ પરમાત્મા Jain Education International www.jainelibrary.org For Private & PersonalUse Only

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262