________________
૧૭૭
ભેદીને, સર્વ પડદા હટાવીને સત્યને જોઇ શકે છે. તે જ વિશ્વનું અનંત ગાન ગાઇ શકે છે. જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ; જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, એમ કહેવાય છે. ઇશાવાસ્ય ઉપનિષદ્માં આત્માને કવિમનીષી કહ્યો છે. તીર્થંકર દેવનું પણ આ એક વિશેષણ છે. આ તો રવિવારના જન્મેલા સિદ્ધહસ્ત કવિ અને રસસિદ્ધ અનુભવપૂત કવીશ્વર છે. તેમની યશરૂપી કાયાને જન્મ, જરા, મરણ રૂપી ભય નથી.
૧૪. आशुप्रज्ञ :
સાવ સાદો અર્થ તો હાજરજવાબી.
આશુ એટલે શીવ્ર, જલ્દી. પ્રજ્ઞ એટલે વિશેષતઃ ઉત્કૃષ્ટતઃ જાણનાર, પ્રજ્ઞાવંત. છેક બાલ્યાવસ્થામાં જ શ્રુતસાગ૨ને ઘોળીને પી જનાર બાળ રાજ નહોતા પણ લાખો વર્ષની વયના જ્ઞાનવૃદ્ધ પુરાણ પુરુષ હતા. એક શ્લોક વાંચતાં હજારો શાસ્ત્રનું ભાન થઇ તેમાં ઉપયોગ ફરી વળતો હોય તેવા રાજપ્રભુના કરેલા આગમના યથાર્થ અર્થ તો જુઓ ! કેવું અભૂતપૂર્વ સૂક્ષ્મતમ વિવેચન અને પરમાર્થ ?
जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः । नास्ति येषां यशः काये जरामरणजं भयम् ॥
શ્રી ઠાણાંગજી સૂત્રની સાક્ષીએ કહું તો, આશુપ્રજ્ઞ એટલે દિવ્યજ્ઞાની, કેવળજ્ઞાની. પત્રાંક ૨૭માં, પોતે સહી કરી છે, ‘આશુપ્રજ્ઞ રાજચંદ્ર.' ૧૫. રૂં :
ધર્મ, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય : આ છ ઐશ્વર્ય છે. સામાન્ય રીતે આ છને મેળવનાર ઐશ્વર્યનો ભોક્તા અને દાસ બની જાય છે પણ રાજપ્રભુ તો ઐશ્વર્યનો સ્વામી છે અને મુક્ત છે. “કર્તા ઇશ્વર કોઇ નહિ, ઇશ્વર શુદ્ધ સ્વભાવ.’’ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૭૭ અન્વયે, પોતે આત્મસ્વભાવની પરિણતિને લીધે શુદ્ધ અને નિજસ્વરૂપનો જ કર્તા છે, અધીશછે, ઇશ્વરછે. શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઇશ્વર. (પત્રાંક ૭૧૮)
દેશ્યને અદશ્ય કર્યું અને અદૃશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. (પત્રાંક ૬૪૮)
કર્યા છે તે ઇશ્વર. (હાથનોંધ ૩:૧૭)
૧૬.
સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ
Jain Education International
उदासीन :
૩વ્ + આસીન । ૐત્ એટલે ઉંચે, આસીન એટલે બેઠેલ, બિરાજેલ. જગતના ભાવ, રાગ, દ્વેષ, મોહ સ્પર્શી ન શકે, સુખ-દુઃખ આદિ દ્વન્દ્વ સ્પર્શી ન શકે, કર્તા-ભોક્તાદિ ભાવ સ્પર્શી ન શકે તેવા ઉચ્ચ આસનમાં બેઠેલા કૃપાળુદેવ, “સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી’’ પરમાનંદમય સુખાસનમાં બિરાજેલા કૃપાળુદેવ, પત્રાંક ૩૯૮ મુજબ, ‘ઉદાસીન શબ્દનો અર્થ સમપણું છે’’ એટલે એવા સમતાસ્થિત, કૃતકૃત્યતા રૂપ ઉપેક્ષાવાન અને સાક્ષીભાવે – દૃષ્ટાભાવે જોયા કરનાર કૃપાળુદેવે એટલે જ લખી દીધું કે, સુખની સહેલી અને અધ્યાત્મની જનની ઉદાસીનતા છે. લિખિતંગ કરે છે,
વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !!! (પત્રાંક ૪૬૬)
લિ. ઇશ્વરાર્પણ (પત્રાંક ૨૫૯), શું લખવું આપણે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org