________________
૬૫
કેટલાક પ્રતિબંધવશાત્ ત્યાગ-દીક્ષા-સંયમ-ચારિત્ર્ય કે સર્વસંગ પરિત્યાગ લઇ શકતા નથી તો અંશે ત્યાગ કરીને કે બિલકુલ ત્યાગ કર્યા વિના પણ તે વસ્તુ (આત્મા) અને તેનું શરણ પકડાવનાર સદ્ગુરુને શરણે જવાનું ભૂલીશ નહીં, વિસારે પાડીશ નહીં, વિસરી જઇશ નહીં. જ્ઞાનીનું શરણ તે જ્ઞાનીનું શરણ, લેતાં જ રણથી ઝરણ ફૂટે. અને અજ્ઞાનીનું શરણ તે અજ્ઞાનીનું શરણ, અનંત ભવનું કારણ. એટલે એમ ત્યાગ કરી દીધે મોહ જતો રહેતો નથી, મોહ છેતરાતો નથી.
શિખરિણી હવે તો હે! સ્વામી, તવ ચરણની ભેટ થઇ તો, સુણાવો, સદ્ગોધો, ભવ તરણ શ્રદ્ધા પ્રગટજો;
છૂટું, છૂટું ક્યારે ?' સ્વગત ભણકારા જગવજો , વિસારું શા સારુ? સમરણ તમારું સતત હો !
| ‘પ્રજ્ઞાવબોધ' પુષ્પ ૧ : કડી ૧૧ : ૫.પૂ.બ્રહ્મચારીજી ૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્ય સમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું.
જેને પોતાનું જીવન સુધારવું છે, સાર્થક કરવું છે, ઘડવું છે તેને માટે સુંદર શીખ, સલાહ કે શિખામણ છે. “આમ કરું, તેમ કરું, આવો બની જઉં, સાધુ-સાધ્વી થઇ જઉં, બધું છોડી દઉં” તેમ નહીં. કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે. (પત્રાંક ૪૬૬:૬)
| ભવિષ્ય એટલે બન્ને રીતે. વર્તમાન ભવનો હવે પછીનો કાળ તે ય ભવિષ્ય છે અને આ ભવે આયુષ્ય પૂરું થતાં ભવાંતર થાય, બીજે જન્મ-જીવન-મરણ થાય તે પણ ભવિષ્ય છે. તેમાં સમાધિ થવા જીવન જાણવું જોઇએ. સમાધિ એટલે? કૃપાળુદેવે સરસ, સંક્ષિપ્ત અને સચોટ વ્યાખ્યા કરી કે, આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે. (પત્રાંક પ૬૮).
દોહરા જન્મ-મરણ વચ્ચે જીવન, લાંબું ટૂંકું જાણ; સ્વ સ્વરૂપ સ્થિતિ કરે, તે જીવ્યું પરમાણ.
પ.પૂ.બ્રહ્મચારીજી આવી સ્વસ્થતા, સમાધિભાવ વિના સમ્યક્દર્શન નથી અને સમક્તિ વિના મોક્ષ નથી. પરંતુ, મૂળ કારણ તો પુરુષ જ છે.
જિનાગમોમાં ચાર મૂળ સૂત્ર, તે શ્રી દશવૈકાલિકજી, શ્રી ઉત્તરાધ્યયનજી, શ્રી નંદીસૂત્ર અને શ્રી અનુયોગદ્વાર. શ્રી મહાવીર પ્રભુની અંતિમ દેશના તે શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્ર. તેનાં ૩૬ અધ્યયન. તેના ૧૦મા ધ્રુમપત્રક અધ્યયનની ૩૭ ગાથામાંથી છત્રીસે છત્રીસ ગાથાનાં ચોથા ચરણે શ્રી મહાવીર સ્વામીનો શ્રી ગૌતમ પ્રભુનાં સંબોધન થકી આપણને મુમુક્ષુઓને પણ સબોધ છે કે, સમયે કાયમ મા પમાયણ I હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કરીશ નહીં. આંખના એક પલકારામાં તો અસંખ્ય સમય વહ્યા જાય છે. કેવું છે સર્વજ્ઞ પ્રભુનું સૂક્ષ્મ જ્ઞાન અને બોધ?
પ્રમાદ વિષે તો “મોક્ષમાળા'માં આખો ૫૦મો પાઠ લખવાની કૃપા કરી છે. લઘુશંકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org