________________
પામ્યો દુઃખ
અનંત :
હવે મુજ પુણ્યોદય અતિ, શ્રી સહજાત્મ સ્વરૂપ, સમજાવ્યું તે પદ નમું, એ જ અપૂર્વ અનુપ. પુરુષોત્તમ પ્રભુ પરમગુરુ, અનંત ચતુષ્ટયવંત, વારંવાર વંદન કરું, શ્રી સદ્ગુરુ ભગવંત. પૂ.ગિરધરભાઇ ભોજક, પાટણ.
ચાર ગતિ, ચોવીસ દંડક અને ચોરાસી લક્ષ જીવયોનિમાં પરિભ્રમણ કરતો જીવ અનંત કાળથી અનંતું દુઃખ પામતો રહ્યો છે. સંસાર ચક્રના ચાકડે ચઢેલો જીવ અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવ એ પાંચ પ્રકારનાં પરાવર્તન (પરિવર્તન પણ કહેછે) કરતો, ભવચક્રના ફેરા ફરતો, ચારે ગતિમાં ‘ગમણાગમણે’ (ગમનાગમન) કર્યા કરતો દુઃખી થયા કરે છે. આ ભવપ્રપંચ નાટકમાં જાતભાતના વેશ ધારણ કરતો રહ્યો છે.
પહેલાં તો જીવ નિત્યનિગોદમાં જ રહ્યો, અવ્યવહા૨ રાશિમાં જ સબડતો રહ્યો. માત્ર એક સ્પર્શેન્દ્રિય ધરાવતા આ જીવોનાં દુ:ખનું વર્ણન ન થઇ શકતાં ‘કેવલીગમ્ય' કહી દેવું પડે છે. એક શ્વાસમાં સાડા સત્તર જન્મ-મરણ કરે છે. (આ ૫૨થી વ્યવહારમાં બોલાતું હશે કે, એક વાર નહીં પણ સાડી સત્તર વાર !)
૧૨૫
એક જીવ સિદ્ધ થતાં, અવ્યવહાર રાશિમાંથી એક જીવ વ્યવહાર રાશિની નિગોદમાં આવે જેને ઇતર નિગોદ કહીએછીએ. એકેન્દ્રિયમાંથી અનંતકાળે પંચેન્દ્રિય પણા સુધીની ત્રસ પર્યાયમાં આવેછે. વળી નરક ગતિનાં, તિર્યંચ ગતિનાં ભયંકર દુ:ખો સહન કરે છે. દેવ ગતિનાં અને મનુષ્ય ગતિનાં દુ:ખનો ય પાર નથી. અસહ્ય દુ:ખ સાથે પાંચ પાંચ પ્રકારે પુદ્ગલ પરાવર્તન કર્યાં છે. અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ મળે ત્યારે એક પુદ્ગલ પરાવર્તન થાય.
દિગંબર આમ્નાયનાં શાસ્ત્રોમાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવ એમ પાંચ પરાવર્તનનું વર્ણનછે તો શ્વેતાંબર આમ્નાયનાં શાસ્ત્રોમાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એમ ચાર ભેદ અને આ પ્રત્યેકના સૂક્ષ્મ અને બાદર એમ બે બે અવાંતર ભેદે વર્ણન છે.
૧. દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન :
૫૨માણુઓના સમુદાયથી બનેલો એક પ્રકારનો સ્કંધ તે વર્ગણા. ઔદારિક શરી૨ વર્ગણા, વૈક્રિય શરીર વર્ગણા, તેજસ્ શરી૨ વર્ગણા, કાર્મણ શ૨ી૨ વર્ગણા, ભાષા વર્ગણા, શ્વાસોચ્છવાસ વર્ગણા અને મનોવર્ગણા એમ સાત વર્ગણા રૂપે, ચૌદ રાજલોકમાં રહેલા અનંતાનંત અને તમામે તમામ પુદ્ગલ પરમાણુઓને ગ્રહે અને મૂકે ત્યારે એક દ્રવ્ય પરાવર્તન થાય. આવાં તો અનંતવા૨ ગ્રહણ કર્યા છે અને છોડ્યાં છે. કારણ કે, સ્વદ્રવ્યનું ઓળખાણ નથી, સ્વ-સ્વરૂપની સમજણ નથી. આ બાદર દ્રવ્ય પરાવર્તનની વાત થઇ.
સૂક્ષ્મ દ્રવ્ય પરાવર્તનમાં, ક્રમપૂર્વક અને સજાતીય (સદેશ) વર્ગણા રૂપે તમામ પુદ્ગલોના
ગ્રહણ-ત્યાગ હોય છે.
૨. ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન :
Jain Education International
જીવ લોકાકાશના અસંખ્ય પ્રદેશોને મરણ સમયે સ્પર્શે છે. એક જગ્યાએ કે પછી તેથી દૂરની કે નજીકની જગ્યાએ, એમ એક એક પ્રદેશે મરણ થતાં સમગ્ર લોકાકાશમાં મરણ થઇ રહે તેટલા કાળને ક્ષેત્ર પરાવર્તન કહે છે.
સૂક્ષ્મ ક્ષેત્ર પરાવર્તનમાં, કોઇ એક પ્રદેશે મરણ થયા પછી તેની બાજુના જ પ્રદેશે મ૨ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org