________________
૧૩૨
૧. ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખ સ્વરૂપ;
મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ.
આજ ગુરુ રાજને, પ્રણમી અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું, આપ તો શુદ્ધ ભાવે સદા યે રમો, બે ઘડી શુદ્ધ ભાવે કરું છું.
- પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭૭ : પ.પૂ.બ્રહ્મચારીજી ચૈત્ર સુદ નોમનો પવિત્ર દિવસ હતો. શ્રી રામચંદ્રજીના જન્મદિને ‘બીજા શ્રીરામ' આતમરામી થઇને અંતિમ સંદેશ આપતા હતા. પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ પ્રભુનો મોક્ષ કલ્યાણકનો એ પરમ પુનિત દિન હતો.
સુમતિ ચરણકજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર સુજ્ઞાની; મતિ તરપણ બહુ સમ્મત જાણીએ, પરિસરપણ સુવિચાર, સુજ્ઞાની.
યોગીરાજ શ્રી આનંદઘનજી રચિત સ્તવન હે સુમતિનાથ ભગવાન ! આપ તો દર્પણની જેમ અવિકાર, સ્વચ્છ, નિર્મળ છો. આપના ચરણકમળમાં બુદ્ધિની અર્પણતા કરવી બધા શિષ્ટ જનોને માન્ય છે. એટલે એ મતિ તુષ્ટ-પુષ્ટ થતાં સુમતિ થઇ છે અને ત્યાં અટકી ન જતાં, સાપની જેમ નીરવતાથી આત્મામાં ચારે બાજુ ફેલાવી જતી, આમતેમ ઘૂમતી જતી, આત્મિક આનંદના ઉછાળા, મસ્તીની છોળ અને હરિરસની હેલી સાથે શૈલેશીકરણની પ્રક્રિયાની આશ તે તલાશ કરતી જાય છે, પરિસર્પણ કરતી જાય છે.
- આત્માનાં અતલ અતિ ઊંડાણનો પુરો તાગ તો ત્યારે જયારે આત્માના નિરાવરણ એવા આઠ રુચક પ્રદેશની ભાળ મળે. ભાળે , આત્માનાં તળ ત્યારે તપાસ્યાં કહેવાય. કારતક વદ ૯, વિ.સ.૧૯૫૬ના શુભ દિને, મુંબઇમાં બીજા ભોઇવાડામાં શ્રી શાન્તિનાથ પ્રભુનાં મંદિરજીમાં, જિન પ્રતિમાજીનાં ચરણ તળાંચ્યાં. ઉપદેશ નોંધ પૃ.૬૬૭ પર નોંધાયેલું છે. તલના અંશ જેટલી જગા કે આઠ રુચક પ્રદેશોના ક્ષેત્ર સરખી જગા પણ જોવાની, અનુભવવાની બાકી ન રહે ત્યારે તલાશ પૂરી થઈ કહેવાય. ‘તના હૈ કિ ઋરિવલી... તાશ હૈ’ કારવાનો અર્થ કાફલો કે વણઝાર થાય. હવે દેહનો ગઢ સંકેલવાનો છે, મન-વચન-કાયાના યોગ પણ જાણે સંધવાની વાત આવીને ઊભી રહી છે. પછી તો આત્મિક સુખની વણથંભી વણઝાર અને અનંત આત્મિક ગુણોનો કાફલો રાહ જોતો ઊભો જ છે, મોક્ષને દરબારે.
તો આપણે વાત કરી રહ્યાં છીએ વિ.સં.૧૯૫૭ના ચૈત્ર માસની નોમની અને તે પરમ પવિત્ર તિથિએ આપેલા પરમ ચરમ સંદેશની. શ્રી વઢવાણ તીર્થથી (વર્ધમાન પરથી વઢવા પહેલાં શ્રી રાજકોટ તીર્થમાં. તે વખતનાં રાજકોટ ગામની બહાર, ખુલ્લી હવામાં, સદરમાં આવેલાં “નર્મદા મે મકાનમાં, બીજે માળે બિરાજમાન પરમ કૃપાળુદેવની નાદુરસ્ત તબિયતને હિસાબે શાતા પૂછવા અને દર્શનના લાભાર્થે આવનારાની સંખ્યા વધતી ચાલી, આવાસ અને ભોજનની વ્યવસ્થા શ્રી રેવાશંકરભાઇ ઝવેરી અને શ્રી નાનચંદભાઇ અનુપચંદભાઇ મહેતાને ઘેર હતી. કેટલાક સમજુ મુમુક્ષુને આ રીતે ભારરૂપ ન થવાનો ભાવ વેદાતાં વધુ દિવસ ન રોકાતા, ક્ષોભ રહેતો. કૃપાળુ પ્રભુ તો નર્મદા મેન્સનમાં અસંગ અને અક્ષુબ્ધ હતા, પરમ યોગીપણે હતા. લીંબડીના મુમુક્ષુ શ્રી મનસુખભાઇદેવશીભાઇની સેવા બહુ પ્રશસ્ય હતી. લઘુબંધુ પૂજ્ય શ્રી મનસુખભાઇ તો સેવામાં હાજરાહજૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org