________________
૧૫૨
તો, સ્વભાવ તો છે જ. પાસે જ છે, સાથે જછે, તેમાં રહી જાય, સ્થિતિ કરી જાય તો સુત્તમ. વિભાવ સ્વભાવથી વિરુદ્ધ ભાવ નથી, વિશેષ ભાવ છે. સ્વભાવ વિના વિભાવ થઇ શકતો નથી.
અનાદિ કર્મ સંયોગો, જીવ સાથે વિભાવથી; સ્વભાવનું થતાં ભાન, તૂટે કર્મની સંતતિ.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૨૨ : પ.પૂ.બ્રહ્મચારીજી
યુરોપના કોઇ કવિએ ક્ષણની શાશ્વતીની વાત આ રીતે કાવ્યમાં કહી છે : I am the
pause between two notes. હું સંગીતના બે સૂર વચ્ચેની રિક્તતા છું અને સંગીત-સૂરાવલિ અખંડ-અકબંધ રહે છે. એક સંગીતશે પણ કહ્યું છે કે, સૂરોમાંથી સંગીત નથી નીપજતું પણ બે સૂર વચ્ચેના અવકાશ-શૂન્યતામાંથી સંગીત નીપજે છે... between the lines... વાંચતાં આવડવું જોઇએ, તેવું જ અધ્યાત્મની સૃષ્ટિમાં પણ ખરું અને ખાસ.
આત્મસ્વભાવે ન વિકલ્પ કોઇ, વિભાવથી ભિન્ન સુખી અમોહી; નિબંધ, અસ્પૃષ્ટ, અનન્ય ભાળો, સદા ય આત્મા સ્થિરતા જ વાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું... પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૭ : પ.પૂ.બ્રહ્મચારીજી
વર્ષે નિજ સ્વભાવનો, અનુભવ, લક્ષ, પ્રતીત;
વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત.
Jain Education International
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૧
‘જ્ઞાનનું ફળ વિરતિ છે.’ જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. (પત્રાંક ૭૪૯)
વિભાવનો ત્યાગી થાય તે ક્યાં રહે ? ક્યાં જાય ? ક્યાં આવે ? તો કહે, ‘આવ્યું તેમ સ્વભાવમાં.’
કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૩
સર્વ આભાસ રહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્ત દશા રૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્ર અનુભવાય છે.
સ્વભાવમાં આવવા માટે
આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઇ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ છે. અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભારી જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો, વિચારો. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે. (પત્રાંક ૪૩૨)
આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સશ્રુત અને સત્સમાગમ, પ્રત્યક્ષ સત્પુરુષોના યોગના અભાવે સશ્રુતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંત રસનું જેમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org