________________
૧૬૩
અર્થાત્ તે જ પરમ બ્રહ્મ છે, તે જ જિનપુંગવછે, તે જ પરમ ચિત્ત છે, તે જ પરમ ગુરુ છે. તે જ પરમ જયોતિ છે, તે જ પરમ તપ છે, તે જ પરમ ધ્યાન છે, તે જ પરમાત્મ તત્ત્વ છે. તે જ સર્વ કલ્યાણ છે, તે જ સુખ ભાજન છે, તે જ શુદ્ધ ચિતૂપ છે, તે જ પરમ શિવ છે. તે જ પરમ આનંદ છે, તે જ સુખદાયક છે, તે જ શ્રેષ્ઠ ચૈતન્ય છે, તે જ ગુણસાગર છે.
આટલો બધો તો ‘તે - તદ્'નો મહિમા છે ! તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરૂપ છે. (શિક્ષાપાઠ ૧૦૧-૯) તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો, ‘તેહ જેણે અનુભવ્યું. (શિક્ષાપાઠ ૬૭) अखंड मंडलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॥
અર્થાત્ ત્રસ અને સ્થાવર જીવોથી ભરપૂર આખા લોકમાં જે વ્યાપેલા છે (કેવલજ્ઞાન અને કેવલી સમુદ્રઘાતની અપેક્ષાએ) એવા ભગવાનનું પદ કે સ્વરૂપ જેણે ઉપદેશ્ય તે સદ્દગુરુને નમસ્કાર કરું છું.
જે વસ્તુ અને જે પદ આજ રાજ્ય શ્રી ચક્રવર્તિની વિક્ટોરીયાને દુર્લભ-કેવળ અસંભવિત છે તે વિચારો. તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઇચ્છા-અભિલાષા હોવાથી... (પત્રાંક ૩૦)
|
દોહરા તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. (પત્રાંક ૭૯) એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, એને ન ગમે સંસારીનો સંગ રે. (પત્રાંક ૧૬૮)
ધર્મ જ જેના અસ્થિ છે, મિજા છે, લોહી છે, આમિષ છે, ત્વચા છે, ઇન્દ્રિયો છે, કર્મ છે, ચલન છે, બેસવું છે, ઊઠવું છે, ઊભું રહેવું છે, શયન છે, જાગૃતિ છે, આહાર છે, વિહાર છે, નિહાર છે, વિકલ્પ છે, સંકલ્પ છે, સર્વસ્વ છે એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઇચ્છતા? ઇચ્છીએ છીએ. (પત્રાંક ૧૩૦)
રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે... (પત્રાંક ૧૩૩)
ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઇએ છે. બીજી કંઇ સ્પૃહા રહેતી નથી. એક ‘તું હિ, તું હિએ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઇએ છે. અધિક શું કહેવું? લખ્યું લખાય તેમ નથી, કચ્યું કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. (પત્રાંક ૧૪૪)
| અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે. (પત્રાંક ૨૫૫)
નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્ત્વનું દર્શન થાય છે તે પરમ તત્ત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. (પત્રાંક ૧૬૭)
સત્ય પર થીઢા (એવું જે) પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. (પત્રાંક ૩૦૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org