Book Title: Rajchandra Nirvan Shatabdi Smaranika
Author(s): Sahaj Shrut Parab Rajkot
Publisher: Sahaj Shrut Parab Rajkot

View full book text
Previous | Next

Page 220
________________ ૧૭૪ ૧. अकारण वत्सल : જેમણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે પરમકૃપાળુદેવે રાગાદિ કારણ વિના સર્વ આત્મબંધુ પ્રત્યે – વત્સ એટલે કે વાછરડા પ્રત્યે ગાયના વાત્સલ્ય જેવું – ૫રમાર્થ પ્રેમ રૂપ નિષ્કારણ વાત્સલ્ય જ ધર્યું છે. વચનામૃતજી પત્રાંક ૪૯૩ની ઉપરોક્ત સાક્ષી સાથે શ્રી રત્નકદંડ શ્રાવકાચારની ૧૭મી ગાથા અને શ્રી સમયસાર પ્રામૃતની ૨૩૫મી ગાથાના સંદર્ભે લખું તો, સમ્યક્ દર્શનનો ૭મો વાત્સલ્ય ગુણ જ્યાં પ્રગટછે તે કૃપાળુદેવની પ્રેમળતાની બલિહારી તો જુઓ ! ૨. अन्तर्यामी : આ કૃપાળુ કબીર (શ્રેષ્ઠ) છે. આ કૃપાળુ નબીને નવાજીએ. આ કૃપાળુ પીર, પયગંબર, પાદરી, પરવરદિગારની પનાહ લઇએ. આ કૃપાળુ ફકીર, ફિરંદા, ફિલસૂફ, ફૂંગીની ફિજા પર ફિદા થઇએ. આ કૃપાળુ રબ, રહીમ કે રહેમાનની રહમ નજરને પાત્ર થઇએ. આ કૃપાળુ વલી, વહીદ કે વીતરાગના વારસ પર વારી જઇએ, ઓવારણાં લઇએ. આ કૃપાળુ અજબગજબનો પુરુષ છે, અગિયારમું અચ્છેરું (આશ્ચર્ય) છે, અજૂબા (ચમત્કાર) છે, આઠમી અજાયબી છે. ૩. આ આત્માની ઉજળિયાત (ઉજ્જવળતા) રળિયાત (રમ્યતા) (દિવ્યતા) દૈવત સામી વ્યક્તિના મનના પરિણામ - અંતર્ પરિણામ જાણી શકવાની કૃપાળુદેવની અનુભવસિદ્ધ હકીકત તો મોરબીના શ્રી મનસુખભાઇ કિરતચંદભાઇ મહેતાના તથા બોટાદના શ્રી મણિભાઇ રાયચંદભાઇ ગાંધીના અનુભવ પ્રસંગો પરથી સ્પષ્ટ થાય છે. બીજા પણ અનેક પ્રસંગો છે. अद्भुत निधि : બહરે રહમ મેરે માલિક રાજ મહતાબ વા રાજ મન્સૂર થકી છે. તદુપરાંત, અંતરમાં જે જાય – જાણે તે અંતર્યામી અધ્યાત્મ પુરુષ એવા શ્રીમદ્ભુને અન્યના મનોગત ભાવ જણાય એમાં આશ્ચર્ય શું ? શ્રી શ્રેયસ્ રાજ અંતરજામી, આતમરામી નામી રે... સ્તવન ગાઇશું ? Jain Education International જેને વિચારતાં વિસ્મય થાય તે શુદ્ધાત્માનું સ્વરૂપ કદી યે જૂનું થતું નથી. તે નિત્ય નવીન રહે છે અને વળી વિસ્મયને પ્રેર્યા કરે છે. સાહિત્યના નવ રસમાં અદ્ભુત રસનો સ્થાયી ભાવ જ વિસ્મય છે. તેનું ઉદ્દીપન તેના ગુણોનો મહિમા છે, જે નિધિછે, કોશ છે, ખજાનો છે; મઝાનો છે. કૃપાળુદેવનાં અદ્ભુત સ્વરૂપને કોઇ સીમા નથી. આ સીમાહીન તત્ત્વ એક સીમાબદ્ધ મનુષ્ય શરીરમાં આવિર્ભાવ લે એ જ એક અદ્ભુત વસ્તુ છે. સીમિત શરીરક્ષેત્રમાં, અસંખ્યાત આત્મપ્રદેશોમાં, અદ્ભુત નિધિનું આનંત્ય પ્રગટે ? For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262