________________
૧૬૬
દોહરા ઋષભાદિ દશા વિષે રહેતી જે અપ્રતીત; રાજચંદ્ર મળતાં થકાં, પ્રત્યક્ષ દીઠી સ્થિત.
પૂ.ડુંગરશીભાઇ ગોશળીયા
આ ઉપરાંત, ‘પરમ શાંતિ અનુભવીએ છીએ’, ‘પરમ અવગાઢ દશા અનુભવીએ છીએ', ‘અમારે હવે બીજી મા નથી કરવી' વગેરે શું સૂચવી જાયછે ? ધન્ય છે તે બડભાગી મુમુક્ષુઓને, મહાત્માઓને કે જેમણે કૃપાળુદેવની દશા તેઓશ્રીના શ્રીમુખેથી જ શ્રવણી.
સ્વસ્વરૂપે સ્વયં સ્વÕત્ સ: નીવન્મુત્ત ૩વ્યતે । તેજોબિંદુ ઉપનિષદ્ એટલે કે, જે પોતાનાં સ્વરૂપમાં જ સૂએ છે તે જીવન્મુક્ત કહેવાય છે. ચોપાઇ
સર્વ કાલનું ત્યાં છે જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ;
ભવ છેવટની છે એ દશા, રામધામ આવીને વસ્યા. (પત્રાંક ૧૦૭)
અનંત સુધામય જે ઃ—
સુછુ ધીયતે પીયતે અત્યંતે વા રૂતિ સુધા । સુધા એટલે અમૃત. સુધા એટલે જલ. સુધા એટલે રસ. સુધા એટલે સફેદી, પવિત્રતા, શુક્લતા. છેલ્લે છેલ્લે આ સુધાંશુ (ચંદ્ર, રાજચંદ્ર) જ્ઞાનરૂપી ગંગાનું અમૃતરૂપી જળ પીતાં પીતાં મુમુક્ષુજનોને પણ પ્રસાદ પીરસતા જણાય છે.
ધ્યાન સુધારસ, પાન મગનતા, ભોજન સહજ સ્વભોગ રે, રીઝ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્ર સન્મુખ યોગ રે.
શ્રી મહાજશ જિન સ્તવન : શ્રી દેવચંદ્ર મહારાજ આમાં સુધારસનું ધ્યાન, એકત્વનું તાન, સન્મુખતાનું ગાન અને મગ્નતાનું પાન કહ્યું. સુ=શ્રેષ્ઠ રીતે, સમ્યક્ પ્રકારે. ધા=ધારણ કરવું. આત્માએ આત્માને ‘જેમ છે તેમ’ ધારણ કરી લીધો છે તેથી તે સુધામય જ હોય.
Jain Education International
‘સુખધામ’ શબ્દથી શૈવોના શિવમાર્ગનું, શિવનું-કલ્યાણનું, ‘અનંત’ શબ્દથી મહાવ્રતિકોના ધ્રુવમાર્ગનું, ધ્રુવત્વનું,
‘સુધામય’ શબ્દથી બૌદ્ધ દર્શનના વિસભાગ પરિક્ષયનું, સ્વસ્વભાવ રૂપ અમૃતનું, ‘પર શાંતિ અનંત’ શબ્દથી સાંખ્ય-યોગ દર્શનની પ્રશાંત વાહિતાનું સૂચવન છે.
પૂ.ડૉ.ભગવાનદાસભાઇ મહેતાનું આ તારણ કેટલું સ્પષ્ટ છે ! સકલ યોગમાર્ગના પરમ રહસ્ય રૂપ આ પદ છે. સર્વ યોગશાસ્ત્રનો છેલ્લો શબ્દ – The last word તે પરમ કૃપાળુદેવનો આખરી શબ્દ – The final word બની રહે છે. પૂ.પુણ્યવિજયજી મ.સા.ના શબ્દોમાં, દેવદુદ્ઘભિના દિવ્ય નાદ સમાન આ એક માત્ર કડીમાં જ એ પ્રભુના દિવ્ય આત્માનો દિવ્ય જ્ઞાનપ્રકાશ ઝગઝગાયમાન...ઝગમગાટમય...ચળકતો... ચમકતો...દમકતો નિહાળી શકાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.corg