________________
૧૬૭
ઝગમગ શબ્દ ય મઝાનો ને અર્થસભર. ઝગ એટલે જ્ઞાન પ્રકાશ અને મગ એટલે સુખ. જ્ઞાન અને સુખ, જ્ઞાન અને સ્વભાવની જ વાત આવી ને? જ્ઞાનસ્વભાવી આત્મા છે...એ જ વાત આવે.
એક દષ્ટાંત યાદ આવ્યું. બે રાજા વચ્ચે યુદ્ધ થયા બાદ, વિજેતા રાજાએ સર્વને જોઇતી વસ્તુ મંગાવવા કહ્યું. સહુ પ્રજાજનોએ અને સમગ્ર દેશની સઘળી રાણીઓએ આ...તે વસ્તુ મંગાવી પણ એક નાની રાણીએ પત્ર લખ્યો ને મોકલ્યો જેમાં ‘આપ’ લખ્યું. આપ કહેતાં આત્મા, આપ કહેતાં તમે. રાણીએ ‘એક’ રાજા માગી લીધો તેમ અર્થ થયો. એક રાજા તો આત્મા જ છે, મહારાજા છે. રાજાએ આ પત્રની માગણીનો સ્વીકાર કર્યો અને એ રીતે રાણીને રાજા સાથે બધું જ રાજ મળ્યું. “નૃપતિ જીતતાં જીતીયે, દળ, પુર ને અધિકાર.” (શિક્ષાપાઠ ૩૪)
| હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિષે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવા સન્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે. પણ ઉપયોગપૂર્વક સમજાવું દુર્લભ છે. (પત્રાંક ૬૩૧)
તે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિ સ્વરૂપ શુદ્ધ આત્મપદને હું પ્રણામ કરું છું તેમ કહેવામાં શુષ્કતા નથી. શુદ્ધ આત્મપદ દ્રવ્ય દૃષ્ટિએ શુદ્ધ જ છે પણ પર્યાયમાં એ શુદ્ધ સ્વરૂપ અનુભવગોચર થાય ત્યારે એનું સાર્થક્ય અને માથાશ્મ. અન્યથા કથન માત્ર છે. અત્ર તો, સહજ સ્વાભાવિક સ્વાનુભવ ઉદ્ગાર આત્મસામર્થ્યના યથાર્થ ભાનથી ઉલ્લાસિત ભાવે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિરૂપ આત્મપદને નમસ્કાર કરી, તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ આત્મપદ જયવંત વર્તા, જયવંત વર્તો ! કહી તે અનંત સુધામય સ્વરૂપમાં જાણે ડૂબકી મારી રહ્યા ન હોય ! એવો ‘શુક્લ શુક્લાભિજાત્ય' (શ્રી ભગવતીજી સૂત્ર) ઉન્નત પ્રકાર જણાઇ આવે છે. “સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી.” (પત્રાંક ૪) પ્રણનું પદ તે વર તે જય તે –
યોગીઓ જેને અનાખ્યા દશા' કહે છે તે પદની હું શું વાત કરું ? શું લખું ? જે આખ્યામાં આવી ન શકે, વ્યાખ્યામાં વર્ણવી ન શકાય, સંખ્યામાં સમાવી ન શકાય તે દશા જે પદમાં રહેલી છે તે પદને પ્રણમું છું. પ્રણમન એટલે દેહથી નમવું તે. દેહાતીત દશાએ વર્તતા વર્તતા, દેહને - કાયાના યોગને જાણે કે નમાવે છે, ઝૂકાવે છે. જેનો ઝોક જ મોક્ષ પ્રત્યે હોય તે તો ત્યાં જ ઝૂકે ને ?
- અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા જે “શ્રી રામચંદ્ર પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ. (પત્રાંક ૩૭૬)
આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે.” (શ્રી સમયસારજી ગાથા ૨૦૪) સંસ્કૃત વ્યાકરણમાં ક્રિયાપદ-ધાતુ પણ આત્મપદી અને પરમૈપદી ! वर्जित संकल्पविकल्पेन परम समाधि लभन्ते । यद् विदन्ति सानन्दं कि अपि तत् शिवसौख्यं भजन्ति ॥
યોગસાર શ્લોક ૯૭ : યોગીન્દુદેવ જે સમસ્ત વિકલ્પોથી રહિત થઇને પરમ સમાધિને પ્રાપ્ત થાય છે, તેઓ આનંદનો અનુભવ કરે છે, તે મોક્ષસુખ કહેવાય છે.
જે પ્રભુની આજ્ઞાભક્તિમાં લીન થાય છે તે આત્માર્થી મુમુક્ષુ જીવ પરમ સમાધિમય પ્રભુનું પરમપદ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org