________________
૧૫૫
મને - મોટા દાણાવાળાને આપવા તૈયાર થશે. એ પહેલાં મારે નવું મકાન ચણાવવું પડશે. આવી તૂટી-ફૂટી ઝૂંપડીમાં રહેવાનું હવે પાલવે નહીં. દાણાવાળાની નજર સામે નવું મકાન ચણાતું અને પોતાના લગ્ન ધામધૂમથી થતાં હોય એવું ચિત્ર રમવા માંડ્યું, પછી તો પોતાને ત્યાં પુત્રજન્મની વધામણી સંભળાવા લાગી. પુત્રનું નામ શું રાખવું એ વિચાર સળવળ્યો. એ જ પળે નાનકડી બારીમાંથી ચંદ્રને ઊગતો જોયો. કીર્તિચંદ્ર જ નામ પાડીશ. હજુ તે કીર્તિચંદ્ર નામ બોલે ત્યાં ઉંદર વળી પર ચડી ગયો હશે. તેણે દોરડું કાપી નાખ્યું. માથા ઉપર ગૂણ પડતાં જ અનાજનો વેપા૨ી ત્યાં ને ત્યાં ઢળી પડ્યો.
આ બોધકથા કલ્પનાના ઘોડા દોડાવતા જતા — ઘોડદોડવાસીઓ માટે છે. મનની ઘોડાદોડ અટકાવીને આપણે માથે શું લટકે છે તે જરા જોઇશું ખરા ?
હે જીવ ! તું ભ્રમા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે.
હે જીવ ! ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે. બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય
ભૂલ. (પત્રાંક ૧૦૮)
હે જીવ ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. (હાથનોંધ ૨:૭)
પંડિતવર્ય શ્રી બનારસીદાસજી નવે નવ પુત્રોના વિયોગ બાદ લખે છે, अन्तर्दष्टिसे सोचो तो, बाहर न सुखदुःख है । जितना मोह परिग्रह घटता, उतना सुख सन्मुख है I
પ્રત્યાહાર એટલે સર્વ ઇન્દ્રિયને અંતર્મુખ કરવી. શ્રી સૂયગડાંગજી સૂત્ર (અ.૧:૮:૧૬) અને શ્રી ભગવદ્ ગીતામાં (અધ્યાય ૨, શ્લોક ૫૮) આવે છે કે, જેમ કાચબો પોતાનાં અંગોને સમેટી લે છે તેમ આત્મા જ્યારે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે એની બુદ્ધિ સ્થિર થાય છે, આ પ્રત્યાહાર છે. ‘સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઇશ. (પત્રાંક ૧૦૭)
શરીરમાં પેસેલું શલ્ય-કાંટો-શૂળ ખેંચી કાઢવા માટે બે ઉપાય છે. કાં તો જોરથી ખેંચી કાઢવું, કાં તો તે ભાગ ઢીલો થતાં આપોઆપ આસાનીથી નીકળી જવું જોઇએ. આમાં પહેલા પ્રકારમાં ઘણું બળ વાપરવું પડે, કષ્ટ ઉઠાવવું પડે. તેમ મનઃશલ્ય દૂર કરવા માટે અનેક પ્રકારની મન-વચન-કાયાની કષ્ટ ક્રિયા કરવા છતાં તે શલ્ય માંડ-માંડ નીકળે છે અથવા નીકળતું નથી. પણ મનનું શિથિલપણું-ઢીલાપણું કરવામાં આવે તો મનઃશલ્ય સ્હેજે નીકળી જાય છે.
એટલે કે, મન-વચન-કાયાની કઠોર ક્રિયા સર્વથા સંહરી લઇ, દૂર કરી શ્લથપણાથીશિથિલપણાથી જ મનને વિયોજિત કરવું, આત્મામાંથી અલગ કરી દેવું. મનને loose, relaxed મૂકતાં આપમેળે નીકળી જાય છે. આમ માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય જે મહાપ્રયાસે કાઢવા મુશ્કેલ તે વિના આયાસે અંતર્મુખ થતાં દૂર થઇ જાય છે, વિલય થઇ જાય છે. (વીતરાગ સ્તવ, પ્રકાશ ૧૪, શ્લોક ૧ : શ્રી હેમચંદ્રાચાર્યજી)
મન ઢીલું મૂકાય, મન વીલું ન મૂકાય.
પરમ કૃપાળુદેવે ૧૭ વર્ષની વય પહેલાં સમ્યક્ અનેકાન્તનું કેવું રટણ કર્યુંછે ! ૫૨ભાવથી વિરક્ત થા, સ્વરાજ પદવી સ્વતપ આત્માનો લક્ષ રાખો, સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્નભિન્ન જુઓ, સ્વદ્રવ્યના રક્ષક-વ્યાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainpibrary.or