________________
૧૫૪
ચોરાશી લક્ષ જીવયોનિનાં ભવભ્રમણનું મૂળ કારણ શું? ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીની વિદ્યમાનતામાં કેવળ જ્ઞાન કેમ ન થયું ? જડ-ચેતનનો વિવેક કેમ થતો નથી? એવો ક્યો મંગળ નડે છે જે આપણું અમંગળ કરે છે?
| ભવભ્રમણનું મૂળ કારણ જીવનો મોહ છે. મોહભાવ વશાતુ ૫રમાં અહંત-મમત્વભાવ અને તેને લીધે ઉત્પન્ન થતા રાગદ્વેષ રૂપ સંકલ્પવિકલ્પ જનિત વિભાવ છે. સ્વરૂપને ભૂલી નિરંતર વિભાવો કર્યા કરે છે અને મોહ વિકલ્પ નવીન કર્મબંધનનું કારણ બનતાં પરિભ્રમણ ચાલુ જ રહ્યા કરે છે.
મોહ સંસારનું પ્રબળ કારણ છે. નીરાગી નિર્વિકાર મહાવીર મારામાં મોહિની રાખે? (શિક્ષાપાઠ ૪૪) એમ વિચારતાં અને અંતર્મુખ થતાં ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયું. મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહિ તો વસ્તુગતે એ વિવેક ખરો છે.
(પત્રાંક ૧૧૨) અહો પામર! તું શું મોહે છે? એ મોહ મંગળદાયક નથી. (શિક્ષાપાઠ ૭૧)
સંસારની દેખાતી ઇદ્ર વારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાખ્યો છે. મોહિનીથી સત્યસુખ અને એનું સ્વરૂપ જોવાની આકાંક્ષા પણ કરી નથી. (શિક્ષાપાઠ પ૨)
હે નાથ ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો, વખતે સમ્મત કરત પણ જગતની મોહિની સમ્મત થતી નથી. (પત્રાંક ૮૫)
મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે.
હાથનોંધ ૨:૮ મોહ રાજાનાં રાજ (રાજય)થી સમસ્ત સંસાર સર્જાય છે. મોહ રાજા શી રીતે ?
રાજા જેમ પ્રજાનું પાલન કરે છે તેમ મોહ દુર્ગુણોને પાળે-પોષે છે. રાજા જેમ પ્રજાનું રક્ષણ કરે છે તેમ મોહ સદ્ગુણોથી બચાવે છે, આવવા દેતો નથી. રાજા રાજ્યનો વિકાસ-વિસ્તાર કરે છે તેમ મોહ અસત્નો, વિપર્યાસનો વિસ્તાર કરે છે.
ટૂંકમાં, મોહના વિકલ્પથી આ સમગ્ર સંસારનું, કુલ સંસારનું, સારા સંસારનું, સબ સંસારનું વર્ધન છે, ઉત્પાદ છે, ઉપજન છે, મૂળ છે. મોહના વિકલ્પથી આ સંસાર સમસ્ત - સમ્+સ્ - બધી બાજુથી અસ્તિત્વ ધરાવે છે.
એક તિબેટીની જૂની બોધકથા છે.
એક હતો ગરીબ પણ ભારે મહેનતુ. તનતોડ મજૂરી કરીને અનાજની એક ગૂણ બચાવી. રોજ રોજનું પૂરું કરે તેને માટે એક ગૂણ અનાજનો સંઘરો તો અધધધ બની જાય. આ ગૂણનું અનાજ ઉંદર ખાઈ જાય તો? કોઇ ચોરી જાય તો? એને માટે અનાજનો સંઘરો તો મોટી ચિંતાનો વિષય બની ગયો. એણે રસ્તો શોધી કાઢયો. ગૂણને દોરડાથી બાંધી પોતાની ઝૂંપડીની પડાળે એક વળી સાથે બાંધી દીધી. તેને થયું, હવે ઉંદર તો નહીં ખાઇ શકે. ત્યાં વિચાર આવ્યો કે કોઇ ચોર આવી ચોરી જાય તો? તેણે અનાજની ગૂણ નીચે જ સૂવાનું નક્કી કર્યું. હવે ચોરની બીક પણ ન રહી.
તે ગૂણની નીચે સૂતાં સૂતાં ઘોડા ઘડવા લાગ્યો. આ અનાજમાંથી થોડું થોડું તે નફો કરી વેંચશે. તેમાંથી બીજું અનાજ ખરીદશે અને પોતે અનાજનો મોટો વેપારી બની જશે. ઘણા ય મા-બાપ પોતાની કન્યા For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International