________________
૧૪૨
સાગરનાં જળમાંથી એક બિંદુ માત્ર ચાખી જોતાં સારાયે સમુદ્રનાં જળનો સ્વાદ પામી જવાય છે તેમ જ્ઞાનીનો એક શબ્દ સમજાતાં કે એક વાક્યનો ૫રમાર્થ પરિણમતાં જિન પ્રવચન સમુદ્ર પીવાઇ જાય છે, ભવસાગર તરાઇ જાય છે.
એક બુંદ જલથી એ પ્રગટ્યા, શ્રુતસાગર વિસ્તારા; ધન્ય જિનોને ઉલટ ઉદધિયું, એક બુંદમેં ડારા.
શ્રી ચિદાનંદજી મહારાજ
શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે. (પત્રાંક ૨૭૦)
સત્ક્રુતનો અપાર મહિમા હોવા છતાં શાસ્ત્રો વાંચી ગયે પાર આવે એમ નથી. શાસ્ત્રોનું ઘોલન કરી ગયેલા આત્માનુભવી જ્ઞાની સદ્ગુરુ ભગવંતનું અવલંબન જ શાસ્ત્ર સમુદ્રનો પાર પામવા અનુપમ આધાર છે.
ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઇ પડે છે. (પત્રાંક ૧૨૮)
કેળ-થડે પડ અંદર પડ જે, ચમત્કૃતિ રૂપ ભાસે,
સત્ક્રુતના અર્થો પણ તેવા, નિર્મળ જ્ઞાન પ્રકાશે. અહોહો ! પરમ શ્રુત ઉપકાર ! સત્પુરુષનાં વાક્યે વાક્યે અનંત આગમ વ્યાપે,
માત્ર મંત્ર રૂપ શબ્દ ઘણાનાં ભવદુઃખ સર્વ કાપે. અહોહો ! પરમ શ્રુત ઉપકાર ! ભવિને શ્રુત પ૨મ આધાર
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭ : પ.પૂ.બ્રહ્મચારીજી
ટૂંકમાં બિંદુમાં સિંધુ અને ગાગરમાં સાગર ઉલટી-ઉપસી-ઉલ્લસી આવે છે તેમ આ કાળમાં આપણાં કલ્યાણ કાજે કીધેલ-દીધેલ ‘સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ' મંત્રનાં સ્મરણમાં સર્વસ્વ સમાય છે, ચૌદ પૂર્વનો સારછે સાર. શાસ્ત્રોના સમુદ્રમાં અવગાહન કરીને, ઉલેચીને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહી જ દીધું કે, આટલાં અવગાહન બાદ ભક્તિ એ ભાગવતી બીજછે. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પણ ભક્તિનો અપરંપાર મહિમા ગાયો છે, મંત્રમાહાત્મ્ય શિરસાવંઘ રાખ્યું છે, આજ્ઞા અંગીકૃત કરી છે અને એ જ રીતિ પ.પૂ.બ્રહ્મચારીજીની છે. ગૌતમ ગણધર જેવી ગુરુભક્તિ આ બન્ને સત્પુરુષોમાં ઝળકે છે.
Jain Education International
એક રજકણ મેરુને જન્મ આપી શકે છે, એક જલકણ સમુદ્રનું ઉદ્ગમસ્થાન બની શકે છે, એક અન્નકણ પુષ્કળ ધાન્યને પેદા કરી શકે છે, એક શીતકણ હિમાલયને પ્રગટ કરી શકે છે,
તેમ પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતનો એક જ શબ્દ, એક જ મંત્ર કે એક જ વચન
ત્રિવિધ તાપ મિટાવી શકે છે, ભવસમુદ્ર તરાવી શકે છે, કારણ કે, પ્રવચન છે !
વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ;
પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. (૮)
મતિ-શ્રુત જ્ઞાનની શુદ્ધિ અને વૃદ્ધિ થતી જતી હોય તેવા બુદ્ધિવંત જીવોને જો વિષય વિકાર પ્રત્યે આસક્તિ છે. અગર તો ઘટી નથી તો તેમની પ્રજ્ઞા તત્ત્વની પ્રાપ્તિ કરાવવા માટે સફળ થતી નથી. કારણ
For Private & Personal Use Only
www.jainelibrary.org