________________
સ્વભાવના મુખ્ય બે ભેદ, સામાન્ય અને વિશેષ.
સામાન્ય સ્વભાવ : અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, ભવ્ય, અભવ્ય. વિશેષ સ્વભાવ : ચેતન, અચેતન, મૂર્ત, અમૂર્ત, એકપ્રદેશી, બહુપ્રદેશી, શુદ્ધ, અશુદ્ધ, વિભાવ અને ઉપચરિત. આ
દસ છે તે.
સ્વભાવની આટલી બધી મહત્તા ? હોય જ ને ! સ્વ-ભાવ છે. સ્વભાવ નથી તો કંઇ નથી.
શ્રી કુંદકુંદસ્વામીએ તો ઉદય-ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક, આ ૪ ભાવોને પણ પરદ્રવ્ય ને પરસ્વભાવ કહી દીધા છે. કેમ કે, તે પર્યાય છે અને પર્યાયમાંથી નિર્મળ પર્યાય પ્રગટતી નથી. માટે એક દ્રવ્ય સામાન્ય સ્વભાવ જ ઉપાદેય છે. (શ્રી નિયમસાર, ગાથા ૫૦)
ગમ,
૧૪૯
સંગીતની રીતિથી વાત કરું તો, સા..રે..ગ..મ..પ..ધ..ની..સા. સારેગમ યાને સારે સા રે ગ મ, એટલે કે, સારી યે સૃષ્ટિના ગમ-દુઃખ;
प
એટલે, જે પદમાં;
ध
એટલે, ધારે-ધારણ કરે;
नी
એટલે નહીં
सा
એટલે તે વિદ્યા, તે પદવી, તે શૈલી, તે પ્રકૃતિ.
આખી આલમનું અંશ માત્ર દુ:ખ જે પદમાં નથી તે સહજ શુદ્ધ સ્વભાવ,
‘મૂળ શુદ્ધ તે આત્મપદ’
બૃહદારણ્યક ઉપનિષમાં, જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય ઋષિ વચ્ચેના સંવાદનું સ્મરણ કરીએ. યાજ્ઞવલ્ક્ય ઋષિ જનક રાજાને ત્યાં જઇ પહોંચ્યા. પોતાના ગુરુજી હોવાથી જનક રાજે ભાવપૂર્વક સત્કાર કર્યો.
જનક રાજા : હે ગુરુદેવ ! અનેક પ્રયત્નો પછી પણ મને મનની શાંતિ નથી. યાજ્ઞવલ્ક્ય : એ તો ઠીક, પણ મને પ્રથમ ગુરુદક્ષિણા તો આપો.
જનક : જી, જરૂર આપું. આ સુવર્ણમુદ્રાઓ, વસ્ત્રાલંકારો વગેરે સ્વીકારો.
યાજ્ઞવલ્ક્ય : આ બધી તો પારકી ચીજો છે. પ્રજા પાસેથી મેળવેલીછે. એનાં દાનનો તમને કોઇ અધિકાર નથી. જનક : તો હું મારાં રાજપાટ આપનાં ચરણોમાં સમર્પણ કરું છું.
ન
યાજ્ઞવલ્ક્ય : આ રાજપાટ તમે પોતે ઉપાર્જેલી મિલકત ન કહેવાય. એ તો પૂર્વજો પાસેથી મળેલી સંપત્તિ છે. જનક : હે ગુરુવર્ય ! સ્ત્રી-પુત્રાદિ પર મારો પોતાનો અધિકાર છે, તો આપ સ્વીકારો.
Jain Education International
યાજ્ઞવલ્ક્ય : એ બધાં પર અધિકાર છે એ મોટી ભ્રમણા છે. એ બધા તમારી આજ્ઞા ન માને, તો બળથી કે દબાણથી એ દાન તમે મને આપો; એવું દાન સ્વીકારવામાં મને લાભ કરતાં હાનિ વધુછે. વળી એ દાન હું શી રીતે સાચવું ?
જનક : તો પછી આ મારું શરીર સ્વીકારો, ગુરુદેવ ! તેની પર તો મારો સંપૂર્ણ અધિકાર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org