________________
ટૂંકમાં, મૃત્યુના સમયે ક્ષોભ નથી, ક્ષુભિત પરિણામ નથી, ક્ષુબ્ધ સ્થિતિ નથી પણ મૃત્યુને મિત્ર ગણે છે, મહોત્સવ માનીને માણવા તત્પર છે, સમાધિમરણને સમાધિભાવે ભેટવા તૈયાર છે તેવા મહાભાગ્યશાળી જીવો ઉત્કૃષ્ટ પાત્ર ગણવા યોગ્યછે. આવા પરમ યોગીજનો સ્વલ્પ સમયમાં સયોગીપદ તજી અયોગી થઇ સિદ્ધપદને પામી લોકાગ્રે બિરાજવાના છે. ધન્ય છે એવી પરમ સમાધિ દાખવનારા પરમ યોગીને !
$p
૧૪૬
Jain Education International
દર્શનમોહ વ્યતીત થઇ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. પરમ કૃપાળુદેવ
SEO
સંયમના હેતુથી યોગ પ્રવર્ત્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો.
પરમ કૃપાળુદેવ
BRO.
se
For Private & Personal Use Only
Dis
www.jainelibrary.org