________________
૧૩૩
હતા જ. પૂ.રેવાશંકરભાઇ પણ સદા તત્પર હતા. ટૂંકમાં, સ્વજનોની કાળજી, ભક્તિમાનોની માવજત અને ડૉક્ટરોની સા૨વા૨ વચ્ચે મુમુક્ષુઓની વિનંતિને લક્ષમાં લઇને, રામનવમી અને સુમતિ જિન મોક્ષકલ્યાણકના પાવન દિને આ એક અમર કાવ્ય આપ્યું, મહામોંઘું નજરાણું આપ્યું, અમૂલ્ય પ્રાકૃત-ભેટ ધરી. જો કે, તેમનું સમગ્ર જીવન જગત જનોને માટે દિવ્ય બોધદાતા છે અને સમસ્ત કવન મુમુક્ષુજનોને મોક્ષદાતા છે તેમછતાં, મોક્ષાભિલાષીના આત્મહિતાર્થે દિવ્ય સંદેશો આપતું પદ ધવલપત્ર પર ઉતાર્યું, તે પદ છે, ઇચ્છે છે જે જોગી જન...
ઇચ્છે છે જે ઃ
ઇચ્છે એટલે ? પ્ એટલે જાણવું, ઇચ્છવું, ચાહવું, વારંવાર થયા કરવું અને સમર્થ. ઇચ્છે છે જે જોગીજન એટલે યોગીજનો જે ઇચ્છે છે તે, ચાહે છે તે, જાણે છે તે, વારંવાર તે રૂપ થયા કરે છે તે અને સમર્થ છે તે. અહીં આપણને શ્રી કુંદકુંદાચાર્યદેવ વિરચિત પ્રવચનસારનું મંગળાચરણ સ્મૃતિમાં આવી જાય :
एस सुरासुर मणुसिंद वंदिदं धोदघाइकम्ममलं । पणमामि वड्ढमाणं तिथ्यं धम्मस्स कत्तारम् ॥
સ-ષ : આ, આટલો જ અર્થ હોય ? સત્પુરુષના એક એક શબ્દમાં અનંત આગમ રહેલાં છે. વળી ૧૫મી સદીના ચન્દ્રકવિ કૃત વૈરાગ્ય મળમાતા નો પ્રારંભ યાદ કરીએ તો,
ચિંતવ ૫૬ ૫૨માતમ પ્યારે, યોગીજનો જે પદ ઉર ધારે; જહાજ બની ભવજળ તારે, કેવલ બોધ સુધારસ ધારે. પદ્યાનુવાદ : પ.પૂ.બ્રહ્મચારીજી
જોગી જનઃ
યોગ એટલે ? યુઝ્ ધાતુ પરથી આ શબ્દ આવ્યોછે. યુર્ એટલે જોડવું, મન સ્થિર કરવું. મોક્ષ સાથે જોડાવે તે યોગ. યોગ એટલે સમાધિ, સમતા, સંયોગ. મનનો આત્મા સાથે સંયોગ તે સમાધિ.
અનાદિ સંસારમાં એક માર્ગ આરાધનાનોછે, બીજો વિરાધનાનો. એક ઉ૫૨ લઇ જનારો, બીજો નીચે લઇ જનારો. એક માર્ગ પરિધિ-ભ્રમણ કક્ષાથી કેન્દ્ર તરફ ઋજુ ગતિમાં લઇ જનાર, બીજો માર્ગ પરિધિ ૫૨ સર્વ દિશામાં - અઢારે ભાવદિશામાં (સંમૂચ્છિમ, કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતર્દીપના મનુષ્યો; બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચો; પૃથ્વી-અપ-અગ્નિ-વાયુ એ ચાર કાય; અગ્ર-મૂલ-સ્કંધ અને પર્વબીજ એ ચાર વનસ્પતિકાય; દેવ તથા ના૨ક મળી ૧૮ ભાવિદેશા) ભ્રમણ કરાવનાર છે. એક માર્ગ સર્વસ્વભાવની સ્ફૂરણાનો છે, બીજો ગાઢ અંધકારની અવાસ્તવિક ભ્રમણાનો છે. એક માર્ગ મૂળ સ્વભાવને પ્રગટ કરાવનાર છે, બીજો અંધકારનાં ઊંડાણને પમાડનાર છે. એક અહિંસા, અમૃત, અભય અને આત્મજાગ્રુતિનો છે, બીજો હિંસા, ભય અને અતિમૂર્છાનો છે. એક માર્ગ મોક્ષનો, બીજો સંસારનો. યોગીજનો મોક્ષમાર્ગની વાત કરે છે, સંસારની નહીં.
ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. (પત્રાંક ૧૯, મહાનીતિ ૫)
પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઇએ. નિઃ ૦ - એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો ! (પત્રાંક ૨૧-૧૦૫)
Jain Education International
જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે તેના ઇષ્ટદેવ પરમાત્મા જિન મહાયોગીદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઇ મુક્તધ્યાને ઇચ્છજો.....માત્ર તે સત્પુરુષોના અદ્ભુત, યોગસ્ફૂરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો. (પત્રાંક ૩૭)
ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો, એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે
For Private & Personal Use Only
www.jalnelibrary.org