________________
1 30
અર્પણ થાય છે, પ્રતિબિંબ પડે છે, સમાપત્તિ થાય છે. અને પછી ઉદ્ગાર નીકળી પડે છે કે, “જે જિન છે, પરમાત્મા છે. તે જ હું છું.'
અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે. શાંતિ જિન એક મુજ...
- શ્રી શાંતિનાથ સ્વામી સ્તવન : શ્રી આનંદઘનજી મહારાજ વ્યવહાર સે હૈ દેવ જિન, નિચેસે હૈ આપ; એહિ બચનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ.
હાથનોંધ ૧:૧૪:૬ વ્યવહારથી જિન ભગવંત સત્ દેવ છે. જે સ્વરૂપમાં રમણતા કરે તે દેવ. નિશ્ચયથી તો પોતાનો આત્મા એ જ દેવ છે. જિનભક્તિથી તેમનાં સત્ સ્વરૂપનો લક્ષ થતાં, પોતાના આત્માનું ભાન પ્રગટે છે અને પોતે પણ તે પદનો સાક્ષાત્કાર કરે છે. આ વચનથી જિન પ્રવચનનો પ્રભાવ સમજવા યોગ્ય છે.
ટૂંકમાં, જિન ભગવંતનું અનંત જ્ઞાનાદિ ઐશ્વર્યયુક્ત શુદ્ધ સહજ આત્મસ્વરૂપ રૂપ પરમ પદ પ્રગટ છે તેવું જ આ જીવનું પણ મૂળ સ્વરૂપ શુદ્ધ સહજ આત્મારૂપ છે. એટલે મૂળ સ્વરૂપે જિન પરમાત્મા અને આત્માના સ્વરૂપમાં ભેદ નથી. પણ વર્તમાનમાં જિન ભગવાનને તે પરમાત્મપદ પ્રગટછે, વ્યક્ત છે અને આત્માને તે કર્મોથી આવરિત છે. છતાં તે કર્મકાલિમાં ટળી શકે છે અને પોતાનું પરમાત્મપદ જિનની જેમ જ પ્રગટ પ્રકાશિત થઇ શકે છે એવો લક્ષ કરાવવા માટે ગણધરાદિ આચાર્ય ભગવંતોએ શાસ્ત્રો રચ્યાં છે.
| સર્વ જીવનું પરમાત્મપણું છે એમાં સંશય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. (પત્રાંક ૫૮૮)
જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વયે શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિ. પૂજના તો કીજે રે બારમા જિન તણી...
શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત સ્તવન
જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. (૪)
જિન પ્રવચન એટલે શ્રત, તેની ઉત્પત્તિ જિનેશ્વર અને ગણધરોનાં વચનથી છે. વળી, શ્રી વિશેષાવશ્યક ભાષ્યની સાક્ષીએ કહું તો, પ્રવચન એટલે શ્રુતધર્મ, તીર્થ, માર્ગ, પ્રવચન અને પ્રવચન.
પ્રવચન એટલે શ્રતધર્મ. શ્રતનો ધર્મ એટલે સ્વભાવ તે બોધ એટલે શ્રતને બોધસ્વભાવપણું છે તેથી શ્રુતધર્મરૂપ છે. વળી શ્રુત જીવને સદ્ગતિમાં કે સંયમમાં ધારી રાખે છે માટે શ્રતધર્મ.
પ્રવચન એટલે તીર્થ. જ્ઞાન-દર્શન-ચારિત્રના સમુદાય રૂપ સંઘ તે તીર્થ કે પ્રવચન.
પ્રવચન એટલે માર્ગ. કર્મથી મલિન આત્મા જેના વડે શુદ્ધ કરાય તે પ્રવચન કે માર્ગ. મોક્ષનો પંથ જેથી શોધાય, તે પ્રવચન કે માર્ગ.
પ્રવચન એ જ પ્રવચન. પ્રગતવચન-પ્રશસ્તવચન-પ્રધાનવચન આદિ વચન અથવા જીવાદિને વિષે અભિવિધિ અને મર્યાદા વડે મોક્ષ પમાડનાર વચન તે પ્રવચન.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org