________________
૧ ૨૪
પત્રાંક ૭૩૮, “અપૂર્વ અવસર' પદમાં,
એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા ‘પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય,
અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જો . અપૂર્વ અવસર એવો ક્યારે.. ૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય: મોક્ષમાળા શિક્ષાપાઠ ૩૪માં, '
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્રા થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વપ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય' અદ્ભુત, અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે. (હાથનોંધ ૩-૧૯) આંબે બહુ સમદેશમાં, છાયા જાય સમાઇ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઇ.
(પત્રાંક ૯૫૪ : અંતિમ સંદેશ) એટલે કે, મન હોવા છતાં મનનું સ્વરૂપ નથી તેમ થતાં આત્મા સ્વભાવમાં રહે છે. આ ખરું બ્રહ્મચર્ય કે આત્મચર્યા છે.
ટૂંકમાં, એક આત્મસ્વરૂપ સમજાતાં આ દસ ધર્મ પણ સમજાય છે, સ્વરૂપમાં સ્થિતિ થતાં ધર્મમાં સ્થિતિ થાય છે.
પૂ.પંડિત શ્રી ખીમચંદભાઇના શબ્દોમાં, સ્વમાં વસ.
પરથી ખસ. આત્મામાં અતીન્દ્રિય રસ. એ જ અધ્યાત્મનો કસ. એકડે મીંડે દસ. એટલું કરીએ તો બસ. બેટ્ટો હોય તે બીજું જુએ, એક આત્મા જુઓ. (પ્રભુશ્રીજી) નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે.
શ્રી શ્રેયાંસ જિન સ્તવન : શ્રી આનંદઘનજી મહારાજ
દોહરા જે સ્વરૂપ જાણ્યા વિના, જાણ્યું તે અજ્ઞાન; તે થી અસદાચરણનું, થયું ઘણું તોફાન. ચોરાસી લાખ યોનિમાં, પામ્યો દુઃખ અનંત, વિવિધ પ્રકારે જગતમાં, મળ્યા કળ્યા નહિ સંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org