________________
૧ ૨૬
થાય તો તે પ્રદેશ ગણતરીમાં લેવાય. પણ વચ્ચેના સમયમાં અન્ય પ્રદેશોમાં ગમે તેટલાં મરણ થાય તે ગણતરીમાં ન આવે. એટલે કે, ક્રમવાર ફરસના સ્પર્શના) હોવી જોઇએ. ક્યારે પાર આવે ?
સ્વરૂપ સમજાયું નથી માટે આત્મોપયોગ સ્વક્ષેત્રમાં નથી તેથી આવા અનંત ક્ષેત્ર પરાવર્તન પણ કર્યા છે. ૩. કાળ પુદ્ગલ પરાવર્તન :
આ અવસર્પિણી કાળ અને વળી ઉત્સર્પિણી કાળ, બન્નેના છ-છ આરા મળીને એક કાળચક્ર પૂરું થાય છે, વીસ ક્રોડાક્રોડ સાગરોપમ એનું માપ છે.
આ કાળચક્રના પ્રત્યેક સમયને જીવ મરણ વડે સ્પર્શે ત્યારે બાદ કાલ પુદગલ પરાવર્તન કહેવાય. એટલે કે, વીસ ક્રોડાક્રોડ સાગરોપમના કાળચક્રના જેટલા સમય થાય તે પૈકી પ્રત્યેક સમયમાં મરણ થવામાં (ભલે ક્રમથી નહીં પણ વ્યતિક્રમ હોય) જેટલો કાળ વીતે તે બાદર કાલ પુદ્ગલ પરાવર્તન.
સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્તનમાં, ક્રમથી ગણાય છે. એટલે કે, આ અવસર્પિણી કાળના પ્રથમ સમયમાં મરણ થયું ત્યાર પછી અવસર્પિણીના બીજા સમયમાં તેનું મરણ નું થયું તો આ અવસર્પિણીનો બાકીનો સમગ્ર કાળ તેમજ સંપૂર્ણ ઉત્સર્પિણીનો કાળ એટલે કે, વીસ ક્રોડાકોડ સાગરોપમમાં એક સમય ન્યુન એટલા કાળ પછી જયારે અવસર્પિણી આવે ત્યારે ગણનામાં કામ લાગે એવો દ્વિતીય સમય આવે છે. આ દ્વિતીય સમયમાં મરણ થાય તો લેખે, નહિ તો ફરીથી અન્ય અવસર્પિણી કાળ માટે રાહ જોવાની રહે છે. એમ કરતાં દ્વિતીય સમયમાં મરણ થાય પછી તૃતીય સમયમાં તેનું મરણ થવું જોઇએ.
સ્વરૂપને સમજ્યા વિના, આત્માના આનંદને અનુભવ્યા વિના આવા અનંત કાળ પરાવર્તન કરી ચૂક્યા છીએ. ઉપયોગથી એક પળ પણ ભરનાર આત્માએ તેમ ન કર્યું તેથી, (પત્રાંક ૧૦૫:૬) ૪. ભવ પુદ્ગલ પરાવર્તન :
ચારે ચાર ગતિમાં, નિગોદથી નવમી રૈવેયકની દેવગતિ સુધીના, જઘન્યમાં જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય સુધીની સ્થિતિમાં જીવ ઊપજે અને એક એક સમયની વૃદ્ધિના ક્રમપૂર્વક સર્વ ભવનું ચક્ર પૂરું કરે તે છે એક ભવ પરાવર્તન. નવ રૈવેયક ઉપર મિથ્યાષ્ટિ જીવો જન્મતા નથી તેથી આપણે ત્યાં સુધીના ભવોને જ લક્ષમાં લીધા છે.
| સ્વરૂપનું ઓળખાણ નથી માટે ભવનો અભાવ ક્યાંથી હોય ? ૫. ભાવ પુગલ પરાવર્તન :
લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે, આત્માના પણ અસંખ્યાત પ્રદેશો છે, જીવના પણ અસંખ્યાત અધ્યવસાય અને અનુબંધ સ્થાનો છે. એ અધ્યવસાયોમાં, જીવના જુદા જુદા ભાવ મુજબ તીવ્ર-મંદ વગેરે તરતમ્યતા પણ રહેલી છે. સમસ્ત અધ્યવસાયપૂર્વક મરણ પામવામાં જેટલો કાળ જાય તેને બાદર ભાવ પુદ્ગલ પરાવર્તન કહેવાય.
- સૂક્ષ્મ ભાવ પુગલ પરાવર્તનમાં, જેવા અધ્યવસાને જીવ મરણ પામે તેવા જ અધ્યવસાને તદનન્તર મરણ પામે તો જ તે ગણાય છે. જુદી જાતનાં, તીવ્ર-મંદતામાં ફેર પડી જાય તેવાં અધ્યવસાય સ્થાનમાં મરણ થાય તે ગણાતાં નથી. આવા તો અનંત ભાવ પરાવર્તન કર્યા છે.
સ્વરૂપ સમજ્યા વિના, ભાવાતીત સ્થિતિ (શુભ-અશુભ ભાવથી પર) જ્યાં થાય છે તે શુદ્ધ ઉપયોગ કેવી રીતે થાય?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org