________________
૧૨૮
વળી કૃપાળુદેવ લખે છે, જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે મતભેદ જ તેના સ્વરૂપને
મુખ્ય આવરણ છે. (હાથનોંધ ૨:૫)
આગળ પ્રકાશે છે કે, હે જીવ ! અસમ્યક્ દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે. (હાથનોંધ ૨:૭)
વળી, દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુઃખથી મૂકાવાનો ઉપાય જીવ સમજે છે. (હાથનોંધ ૨:૮)
હજુ ઓછું હોય તેમ, ખુલ્લંખુલ્લા લખી જ દીધું કે, હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્ દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. (હાથનોંધ ૨:૨૦)
ટૂંકમાં, જીવ અનંત કાળથી રખડે છે. કારણ કે, સમકિત નવિ લહ્યું રે, એ તો રુલ્યોં ચતુર્ગતિ માંહે; ત્રસ થાવરકી કરુના કીની, જીવ ન એક વિરાધ્યો,
તીન કાલ સામાયિક કરતાં શુદ્ધ ઉપયોગ ન સાધ્યો... સમકિત નવિ લહ્યું રે... શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત સ્તવન
સમજાવ્યું તે પદ નમું :
અનંત દુઃખની વાત પછી અનંત સુખની ‘વાત’ બતાવનારા શ્રી સદ્ગુરુ પદને નમું છું. જો કે, આપણે અનંતું દુઃખ ભોગવ્યું જ છે એટલે એના વિષે વધુ વાત લખીને સાવ દુઃખી થવું નથી ! નાસીપાસ - નિરાશ થવું નથી ! Depress પણ થવું નથી. દુ:ખો Deeply Press થયેલાં જછે ને ? પંડિત શ્રી દોલતરામજી કૃત ‘છ ઢાળા’માં સવિસ્તર વર્ણન આવે છે. આ ઉપરાંત ‘સંસાર ભાવના-ભાવનાબોધ’, ‘સમાધિ સોપાન'માં પણ છે.
પરમ કૃપાળુ દેવે જીવોને અનંત સુખની લ્હાણી ક૨વા અનંત કરુણા કરીને સ્વરૂપ સમજવા સારુ તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સર્યું. જીવ અનંત જ્ઞાનદર્શન સહિત છે પણ રાગદ્વેષ વડે તે જીવને ધ્યાનમાં આવતું નથી. સિદ્ધને રાગદ્વેષ નથી. જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતું નથી; તેટલા માટે વિચારવાને સિદ્ધનાં સ્વરૂપનો વિચાર કરવો, એટલે પોતાનું સ્વરૂપ સમજાય. (ઉપદેશ છાયા પૃ.૬૯૯)
Jain Education International
વળી આગળ જણાવે છે, જીવનું સ્વરૂપ શું છે ? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતાં જન્મમરણ કરવાં પડે. જીવની શું ભૂલ છે તે હજુ સુધી ધ્યાનમાં આવતી નથી. જીવનો ક્લેશ ભાંગશે તો ભૂલ મટશે. જે દિવસે ભૂલ ભાંગશે તે જ દિવસથી સાધુપણું કહેવાશે, તેમજ શ્રાવકપણા માટે સમજવું. (ઉપદેશ છાયા પૃ.૭૦૦)
શ્રી સદ્ગુરુ ભગવંત :
જે પદ શ્રી સર્વશે દીઠું શાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
અપૂર્વ અવસ૨ એવો ક્યારે આવશે ? (પત્રાંક ૭૩૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org