________________
૧૩)
જીવને કુદરતી સૌન્દર્ય, પ્રાકૃતિક શોભા, Natural Beauty નું ઘેલું હોય છે. શ્રી સદ્ગુરુ ભગવંત પણ એમ જ કહે છે, તારા સહજ શુદ્ધ સ્વભાવસુખને જ માણ. પહેલાં માને, તો પછી માણે ને ?
* વ્યવહારમાં બોલાય છે, રાજાપાઠમાં આવી ગયો ! એમ જ કરવાનું છે. આત્મા જ રાજનું, રાજા, મહારાજા, સમ્રાટ છે. તેની આણમાં જ તેણે રહેવાનું છે, પણ તે પહેલાં શ્રી સદ્દગુરુદેવની આજ્ઞા માન્ય કરવાની છે. એમાં આ તો રાજપ્રભુનાં રાજ ! આત્મા જ શેઠ છે, કારણ કે શ્રેષ્ઠ છે. ઇન્દ્રિય-મન તો આત્માના સેવક ગણાય. તો, Form માં આવી જવાની મૂળ વાત છે, કારણ કે મૂળ આત્મદ્રવ્યને - એનાં સ્વરૂપને સમજવું છે. પોતાનું સ્વરૂપ સમજે તો સહજ મોક્ષ છે, 'Form' માં આવી ગયો અવશ્ય કહેવાશે. કારણ કે, સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. (પત્રાંક ૬૦૯) બસ, એક સ્વરૂપ સમજાતાં મોક્ષમાં !
સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૯ કૃપાળુદેવનાં એક એક વચન પ્રવચન છે, ઠાંસી ઠાંસીને રહસ્ય ભર્યા છે, ઠોકી ઠોકીને બોધનો ધોધ વહાવ્યો છે, માય તેટલો મર્મ મૂકી દીધો છે. આત્મ અનુભવના ઠસ્સાથી લખાયેલાં ઠોસદાર વચનની ઠેસ વાગશે તો જ ઠેકાણે પડીશું.
ઠેસ નહીં તો ટેસ નહીં.
જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલો આત્માનો સમાધિ માર્ગ શ્રી ગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરો. (હાથનોંધ ૩:૨૧)
અહો શિખામણ આપે આપી, સદા સ્વરૂપ ભજવાની; અલ્પ શિથિલપણું પણ ત્યાગી, ટંકોત્કીર્ણ થવાની.
દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળિકાળે હો, અમને ઉદ્ધરનારા.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૫ : ૫.પૂ.બ્રહ્મચારીજી અંતમાં, ૫.પૂ.શ્રી બ્રહ્મચારીજીના જ શબ્દોમાં,
અનુષુપ છંદ राजचन्द्रस्वरूपे मे भावना भवनाशिनी । असंग संगतिर्यत्र परमात्म प्रकाशिनी ।।
મગુરુ સહજ
ખત્મ સ્વરૂપ પરમ * જામ સ્વરૂપ ધ૨ જ.
મયુર ન
હ
હમ સ્વરૂપ પર પગ
પરમગુરુ ચહેર
જકિમ
ખત્મ સ્વરૂપ પર 4.
સ્વરૂપ
efekahtev
Pefcrth
2
૧ કપ મગ, *
" મમwkw
*મ
રk
efe han hebt
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org