________________
૧૨ ૨
દર્શનાવરણીય કર્મનો ક્ષય.પણ થઈ જાય છે અને અંતરાય કર્મનો પણ ક્ષય થાય છે. મોહનીય કર્મના ક્ષયે ક્ષાયિક સમ્યક્ત્વ ગણો કે અનંત સુખ પ્રગટી જાય છે, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે અનંત જ્ઞાન પ્રગટે છે, દર્શનાવરણીય કર્મના ક્ષયે અનંત દર્શન પ્રગટે છે, અંતરાય કર્મના ક્ષયે અનંત વીર્યગુણ પ્રગટે છે.
આ ચાર ઘાતી કર્મોના સંપૂર્ણ ક્ષય બાદ અઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય છે. વેદનીય કર્મના ક્ષયે અવ્યાબાધ સુખની પ્રાપ્તિ, નામ કર્મના ક્ષયે અમૂર્તત્વ કે સૂક્ષ્મત્વ ગુણની પ્રાપ્તિ, આયુષ્ય કર્મના ક્ષયે અવગાહનત્વ ગુણની પ્રાપ્તિ અને ગોત્ર કર્મના ક્ષયે અગુરુલઘુત્વ ગુણની પ્રાપ્તિ હોય છે.
- જ્ઞાનના તો અનંત ભેદ છે, મુખ્ય પાંચ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને પાંચમું સંપૂર્ણ સ્વરૂપ કેવળ. મોક્ષમાળાનું પૂર્ણ માલિકા મંગલ, તેનું છેલ્લું ચરણ તે – સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે.
ટૂંકમાં, સ્વરૂપ સમજતાં આઠેઆઠ કર્મનાં ચૂર્ણ થઇ જાય છે. આઠે આઠ સિદ્ધિ કરતાં અનંતગણી ચઢિયાતી આત્મસિદ્ધિ થઇ જાય છે અને સિદ્ધ ભગવંતના આઠ, એકત્રીસ કે અનંત ગુણ પ્રગટી જાય છે. ૯. નવ પદ : નવ નિધાન : નવ સ્મરણ : એક આત્મસ્વરૂપ સમજતાં, અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાયસાધુ-જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય અને ત૫, એમ નવે નવ પદ સંપ્રાપ્ત થાય છે. જ્ઞાન એહિ જ આત્મા, દર્શન એહિ જ આતમા એમ નવે પદ માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ નવ પદની પૂજામાં સરસ ગાયું છે. આત્માએ પોતે પોતાનું પદ સંભાળી લેવાની વાત છે.
| વળી, પાંચમું સ્વરૂપ કેવળ પ્રાપ્ત થતાં તો નવે નિધાન પ્રગટે છે. ચક્રવર્તીના નવ નિધિ કહેવાય છે તેમ ધર્મચક્રવર્તીનાં નવ નિધાન તે ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય.
નવે નવ સ્મરણ પણ એક શુદ્ધ આત્મરમણમાં સમાઈ જાય છે. નવ સ્મરણ દિન ભગવંતની સ્તુતિ છે તો નિજ સ્મરણ નિજ શુદ્ધાત્મની જ ભક્તિ છે ને?
અનંત કીર્તનનું કીર્તન કે સ્તવનનું સ્તવન છે,
શુદ્ધ સહજ આત્મસ્વરૂપને નમન છે, નમન છે. ૧૦. દસ લક્ષણ ધર્મઃ આત્માનાં અનંત લક્ષણ-ગુણ-ધર્મ પણ મુખ્ય દસ ઉપરથી દસ લક્ષણ પર્વ અર્થાત્ દિગંબર પર્યુષણ પર્વમાં સ્થાન આપ્યું છે તેની વાત કરીએ છીએ. ૧. ઉત્તમ ક્ષમા : આત્મા માત્ર સ્વભાવમાં આવવો જોઇએ; અને તે આવ્યો તો મોક્ષ હથેળીમાં જ
છે. (મોક્ષમાળા શિક્ષાપાઠ ૪૩) ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. (પત્રાંક ૮-૩) આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞ કહ્યો છે.
(પત્રાંક ૫૯૩) ૨. ઉત્તમ માર્દવઃ કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. (પત્રાંક ૯૫૪) ૩. ઉત્તમ આર્જવ : મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર. (પત્રાંક ૯૫૪)
આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં બ્રાન્તિથી ભિન્ન ભાસે છે; જેમ
ત્રાંસી આંખ કરવાથી બે ચંદ્ર દેખાય છે. (પત્રાંક ૨ ૧-૨૮) ૪. ઉત્તમ સત્યઃ જણાવવા જેવું તો મન છે, કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે, તથાપિ તે દશા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org