________________
૧૧૫
સત્ સ્વરૂપ અને તત્ પદ જેમાં અધિષ્ઠિત છે તે પરમેષ્ઠી સ્વરૂપ ૐ. આ થયું ૐ તત્ સદ્. તત્પુરુષ તે સત્પુરુષ છે અને સત્પુરુષ છે તે તત્પુરુષ છે.
તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરૂપ છે. (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૧)
તે પ્રાપ્ત કરવા, વચન કોનું, સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું. મોક્ષમાળા શિક્ષાપાઠ ૬૭
આ મનુષ્યજન્મ સિવાય અન્ય કોઇપણ જન્મમાં પોતાનો સ્વરૂપનો નિશ્ચય નથી થતો. (પત્રાંક ૧૦૨) જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. (પત્રાંક ૩૮૭)
:
સ્વરૂપ એટલે ખૂબસુરતી : સામાન્યતઃ સ્વરૂપ સાંભળતાં જીવને પોતાનું રૂપ, દેખાવ, ખૂબસુરતીનો લક્ષ પહેલો થાય છે. ભરતેશ્વરને આરીસાભવનમાં કેવળજ્ઞાન થયું. ક્યા બળે ? કઇ ભાવના વડે ? વૈરાગ્ય બળે અને અન્યત્વ ભાવના વડે. વીંટી વડે આંગળી શોભે છે, આંગળી વડે હાથ શોભેછે, હાથ વડે શરીર શોભે છે એટલે શરીરની તો કંઇ શોભા જ નહીં ને ? શરી૨ હાડ, માંસ, લોહીનો માળો તે હું મારો માનું છું એ કેવી મોટી ભૂલ ? હું બહુ ભૂલી ગયો ! આમ વિવેકથી અન્યત્વનાં સ્વરૂપને જોયું, જાણ્યું અને આત્મસિદ્ધિ થઇ ગઇ. આત્માની રમ્યતા, ભવ્યતા અને દિવ્યતા દેખાઇ ગઇ, ખૂબસુરતી વેદાઇ ગઇ.
વળી, પત્રાંક ૧૮માં લખે છે, સ્વસ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઇ જાય ખરો. પરંતુ સ્વસ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત્ ભાગ મળે ત્યારે, નહીં તો નહીં જ. જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ ?
ખરું સ્વરૂપ પણ પત્રાંક ૬૯૨માં કહી દીધું કે, હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઇપણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. સ્વરૂપ એટલે સ્વભાવ (જ્ઞાન). જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. (શિક્ષાપાઠ ૭૭)
આત્મા જ્ઞાનસ્વભાવી જ છે.
Jain Education International
જે સ્વરૂપ સ્થિરતા ભજે છે તે સ્વભાવસ્થિતિ પામે છે. (પત્રાંક ૭૧૦)
સ્વદ્રવ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે યથાવસ્થિત સમજાયે, સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમી, અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઇ, કૃતકૃત્ય થયે કંઇ કર્તવ્ય રહેતું નથી એમ ઘટે છે અને એમ જ છે. (પત્રાંક ૪૭૧) સ્વરૂપનો અર્થ :
સ્વરૂપ એટલે પોતાનું જ પણ અનેકવિધ રૂપ-બહુરૂપ. પંડિત પ્રવર શ્રી બનારસીદાસજી કૃત ‘નાટક સમયસાર’ યાદ આવે જ. સંસારની રંગભૂમિ પર અનેક રંગમંચ ૫૨ ખેલ ખેલતો જીવ એક નટ જ છે. જીવ રૂપી નટની એક સત્તામાં અનંત ગુણ છે, પ્રત્યેક ગુણમાં અનંત પર્યાય છે, પ્રત્યેક પર્યાયમાં અનંત નૃત્ય છે, ‘પત્ત પત્ન પરિવર્તન ા નર્તન, યહી મહત્ત્વપૂર્ણ હૈ સંસાર ।' પ્રત્યેક નૃત્યમાં અનંત ખેલ છે, પ્રત્યેક ખેલમાં અનંત કળા છે અને પ્રત્યેક કળાની અનંત આકૃતિઓ છે. આવું વિલક્ષણ સ્વરૂપ ધરાવતો જીવ પોતાનું - નિજ સ્વરૂપ સંભાળી શકે છે. પોતાની જ્ઞાન કળા દ્વારા ‘નાટક સુનત હિયે ફાટક ખુલત હૈ.'
For Private & Personal Use Only
www.jainelibrary.org