________________
૧ ૧૪
તે જિજ્ઞાસુ જીવને થાય સગુબોધ, તો પામે સમક્તિને, વર્તે અંતરશોધ.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૦૯ જે સહજ સ્વરૂપ સમજયા વિના જીવે, અનંતાનંત અસહજ ઉપાય કર્યે રાખ્યા, જે નિજ સ્વરૂપ સમજયા વિના જીવે, નિજ મતિ-કલ્પનાએ નિત્યનવીન સાધનો શોધ્યાં, જે જિન સ્વરૂપ સમજયા વિના જીવ, જ્યાં ત્યાં જીન (ભૂત)ની જેમ રઝળ્યો, જે અવ્યાબાધ સ્વરૂપ સમજ્યા વિના જીવ, અનંત કાળથી બાધા-આખડી-માન્યતામાં મચી રહ્યો, જે મોક્ષ સ્વરૂપ સમજયા વિના જીવે, મોહનો ક્ષય કરવાની મહેનત કર્યા કરી, જે નિર્વાણ સ્વરૂપ સમજયા વિના જીવનાં, સંસારદુ:ખનો નિવેડો ન આવ્યો, જે નિર્વિકલ્પ સ્વરૂપ સમજ્યા વિના જીવે વિકલ્પોની જ આરાધના કર્યા કરી, જે અનંત સુખ સ્વરૂપ સમજયા વિના જીવ અનંત દુઃખ દરિયામાં ડૂબે જ ગયો, જે સદગુરુ સ્વરૂપ સમજયા વિના જીવ અસદગુરુ અને કુગુરુના ફંદમાં ફસાતો રહ્યો.
જે સ્વરૂપ સમજાતાં, તે પદ નમું : તે ક્યું પદ ? હવે ‘તે પદ' ની જિજ્ઞાસા આવી. તે આત્મપદ સમજાતાં, શાશ્વત કાળ માટે તેમાં જ રહીશ તે કૈવલ્ય પદ સમજાતાં, કૈવલ્ય કમળા-કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીને વરીશ. તે પરમપદ સમજાતાં, પરિનિર્વાણને પામીશ, સંસારથી પાર ઊતરીશ. તે મોક્ષપદ સમજાતાં, મોહનો ક્ષય કરીશ. તે અભેદ સ્વરૂપ સમજાતાં, ભગવાન સાથે એક થઇને રહીશ. તે વસ્તુ સ્વરૂપ સમજાતાં, વસ્તપણે રહીશ, વાસ્તવ થઇને રહીશ. તે સત્ દેવ-ગુરુ-ધર્મ સ્વરૂપ સમજાતાં, સમ્યફ દર્શનને પ્રાપ્ત થઇશ. તે જ્ઞાનસ્વરૂપ સમજાતાં, માત્ર જ્ઞાનસ્વભાવી આત્મા બનીને રહીશ.
अखंडमंडलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॥ તો તે પદ જેણે દર્શાવ્યું તેવા શ્રી ગુરુભગવંતને નમસ્કાર છે.
અહો તે સ્વરૂપ ! અહો તે સ્વરૂપ ! એ સ્વરૂપ વિચારતાં, સંભારતાં અમને તો પરમ સમાધિ આવે છે. (પત્રાંક ૧૫૭)
અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું કે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. (પત્રાંક ૩૬૮)
જે તે પુરુષનાં સ્વરૂપને જાણે છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસાર કામના પરિત્યાગી શુદ્ધ ભક્તિએ તે પુરુષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. (પત્રાંક ૩૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org