________________
તો બધું છે. આ એકડો મંડાતાં, તેની પાછળનાં બધાં મીંડા પૂર્ણ ગણાય છે.
હિરગીત
જયવંત સંગ કૃપાળુ પ્રભુનો, પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો, ગુરુદર્શને સહજે ગયો. રે ! મુક્તિમાર્ગ પિછાનવો સુખ તે વિના જગમાં નથી, સ્વચ્છંદ ને પ્રતિબંધથી જીવ રઝળતાં થાક્યો નથી. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩ : પ.પૂ.બ્રહ્મચારીજી
પ્રથમ પદમાં એમ કહ્યું છે કે : હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિષે દેખાશે.
તત્ત્વસ્વરૂપ એવાં સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે, જેમ માત્ર કથનશાનીઓ કહે છે તેમ નથી; માટે ઠેકાણે ઠેકાણે જઇને કાં પૂછે છે ? કેમ કે, તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. (પત્રાંક ૬૩૧)
જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્યવિકલ્પરહિત થયો. તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. (પત્રાંક ૬૫૧)
એ ‘સમજીને શમાઇ રહ્યા'નો અર્થ છે.
નિવૃત્ત થાય. (પત્રાંક ૬૫૧)
સત્ય-સચોટ પદ ? (પત્રાંક ૯૦૨)
જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયો અને આત્મા સ્વભાવમય થઇ રહ્યો
૧૧૭
Jain Education International
સમજાવા અને શમાવાનું જે કોઇ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે, તેનું પરિભ્રમણ
કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કેવું
પત્રાંક ૭૧ મુજબ, પ્રત્યેક દ્રવ્યની પ્રજ્ઞાપનીયતા ચાર પ્રકારે છે :
દ્રવ્યથી એટલે તેના વસ્તુસ્વભાવથી. ક્ષેત્રથી એટલે ઉપચારે-અનુપચારે તેનું કંઇ પણ વ્યાપવું. કાળથી એટલે સમયથી અને ભાવથી એટલે તેના ગુણાદિક ભાવથી.
આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ.
માટે તો આપણે સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
હું મુક્ત સર્વે પરભાવથી છું, અસંગ છું, દ્રવ્યથી એકલો હું, ક્ષેત્રે અસંખ્યાત રું પ્રદેશો, સ્વદેહ-વ્યાપી અવગાહના શો.
કાળે સ્વપર્યાય પરિણમંતો, અજન્મ અને શાશ્વત ધર્મવંતો, છું શુદ્ધ ચૈતન્ય, વિકલ્પ-હીન, સ્વ-ભાવ-દષ્ટા જ વિજ્ઞાનલીન. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૭ : પ.પૂ.બ્રહ્મચારીજી
હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું. એમ સમ્યક્ પ્રતીત થાય છે. (હાથનોંધ ૩:૯)
For Private & Personal Use Only
www.jainelibrary.org