________________
૮૧
નાળિયેરી એટલે અતિ ઊંચું વૃક્ષ. એની ટોચે લાગતું શ્રીફળ એટલે ઉચ્ચ વિચારોનું પ્રતીક. આત્માથી કોઇ ઊંચું નથી, આત્માથી કોઇ મહાન નથી, આત્મા જેવો કોઇ દેવ નથી. ઉન્નતિનાં શિખરો સર કરતા જતા લખી દે છે, ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું (પત્રાંક ૭૦૯). અને પછીના મહિને જ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન કર્યું. નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન ! ‘આત્માથી સૌ હીન’ (પત્રાંક ૭૧૮, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર).
નાળિયેરી એટલે શાખારહિત વૃક્ષ. શાખાયુક્ત વૃક્ષની ઘટા ઘેઘૂર પણ નાળિયેરી જેવી ઊંચાઇ ન મળે. જીવનની ગતિ અનેકવિધ શાખાઓમાં ફંટાઇ જવાને બદલે ધ્યેયની એક જ દિશામાં પ્રગતિ કરે તો નાળિયેરી જેવી મૂઠી ઊંચેરી તો શું, ઘણી ઊંચેરી ઊર્ધ્વગતિ પામે. ઘેઘૂર ઘટાની જેમ પરિગ્રહના પોટલાના પથારા ન કરતાં, એક આત્માને અગ્ર રાખીને, એક ચિત્તે, એક નિષ્ઠાએ, એક લયે, એક ધૂને આરાધના કરતાં, આત્માનો એકતારો બોલવા માંડે. જોઇએ છે સદ્ગુરુ પરમકૃપાળુ પ્રતિ પૂર્ણ સમર્પણ - Total surrender.
નાળિયેરી એટલે સાવ સીધું, સ૨ળ વૃક્ષ. જે સરળ હોય છે તે સદા ય સુગમ હોતું નથી. આ વૃક્ષ પર ચડવું અતિ દુષ્કર. પણ જો ચઢી શકે તો, ટોચે ઝૂલતું અમૃતફળ પામે. કૃપાળુદેવ કોઇને સીધાસાદા સરળ સજ્જન, ગૃહસ્થ અને પ્રામાણિક વણિકવર ભલે લાગે પણ ગૃહસ્થપણામાં વીતરાગદશાની ઊંચાઇ તો અનેરી, અનોખી, અનન્ય; કળી શકે તો ધન્ય.
જીવન એક પ્રવાસ છે. આપણે પારાવારના પ્રવાસી છીએ. પ્રવાસના પ્રારંભે શ્રીફળ ફોડવાની આપણે ત્યાં એક પ્રણાલિકા છે. શ્રીફળ શુભસૂચક હોવાથી આપણો પ્રવાસ પણ શુભંકર બની રહે એ ભાવના છે. મોક્ષપુરીના વાસી થવા, મોક્ષમાર્ગના પ્રવાસીઓ-મુમુક્ષુઓ પણ શ્રીફળની જન્મદાત્રી નાળિયેરી રૂપે પરમકૃપાળુદેવનું મંગલાચરણ કરે છે જેથી યાત્રા શિવંકર બની રહે.
લગ્નમાં વરરાજાના હાથમાં શ્રીફળ આપે. લગ્નવિધિમાં શ્રીફળ હોમે. જીવન-પ્રવાસનો એક તબક્કો પૂરો કરીને, શ્વસુરગૃહે નવજીવનનો આરંભ કરતી, ગૃહપ્રવેશ કરતી કુળવધૂને શ્રીફળથી પોંખે. સીમંતના પ્રસંગે શ્રીફળ દ્વારા કુળવધૂના કોડ પોષાય. ગર્ભસ્થ શિશુના જયમંગલની કામના કરાય. નાળિયેર પર કુમકુમ છાંટી સ્વસ્તિક કાઢી ખોળો ભરાય. કોપરું માતાનાં દૂધને વધારે. આ સર્વ સામાજિક (અરે, લૌકિક) ક્રિયાઓ પાછળ આપ્તજનોની આત્મીયભાવના છે, સૃજનશક્તિનાં પ્રતીક શ્રીફળને સન્માનવાની. આપણને પણ આપ્તપુરુષ શ્રી ગુરુરાજ કહે જ છે કે, આત્મા જ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ છે. પોતાની સૃષ્ટિનો સ્રષ્ટા, દૃષ્ટિનો દ્રષ્ટા અને જ્ઞપ્તિ ક્રિયાનો જ્ઞાતા પોતે જ છે. પોતાને પોતાનું જ શરણ છે. પ.પૂ.શ્રી શાન્તિભાઇના શબ્દોમાં,
અનન્ય શરણના આશ્રય દાતા, પરમકૃપાળુ પ્રગટ સદા; તારણ તરણ એ સ્વયં ગ્રહે કર, તેવાં સંત શરણ સુખદા.
નાળિયેરી બહુ પ્રસવ વૃક્ષ છે. લગભગ પોણો-સો ૭૫ વર્ષ સુધી દર વર્ષે સો-સવાસો ૧૨૫ નાળિયેર આવતાં રહેછે. લૂમની લૂમ અને ઝુંડના ઝુંડ દેખાયછે, માટે કહેવાયું કે લૂમેઝૂમે. જુઓને, પરમકૃપાળુદેવ પાસેથી કેટલાયને આત્માનું ભાન થયું, સ્વરૂપની પ્રાપ્તિ થઇ, ધર્મનું શરણ સાંપડ્યું, અનેકાનેક આત્મા ‘જગત’માંથી ‘ભગત’ થયા. તડકેથી છાંયડે જતા જીવોની વણઝાર ચાલુ છે. .! ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ ગૌતમ સમ ગુરુભક્તિ દાખવીને, જંગલમાં મંગલ કરીને, અગાસ આશ્રમને ‘ગોકુળિયું ગામ' બનાવીને, આજ્ઞાભક્તિ જેવાં આત્મહિતનાં સાધન આપીને અને આખરે ૫.પૂ.બ્રહ્મચારીજીને ધર્મ સોંપીને આજ સુધીમાં કંઇ કેટલાય જીવોનું કલ્યાણ કર્યું છે. હે કૃપાળુદેવ ! એટલું બધું દીધેલ છે કે આ દેવ-ઋણ ફેડી શકાય તેમ નથી. જેમ યજ્ઞમાં કૃતજ્ઞતાના પ્રતીક રૂપે શ્રીફળ વધેરે છે તેમ મારી જાત કે મસ્તક કમળ આપી દેવાનો મતલબ નથી છતાં ગાઇશ અને ભાવીશ કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org