________________
૧૦૪
દર્શન ષટે સમાય છે આ ષસ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઇ.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૧૨૮
જૈનદર્શનમાં ઉપયોગની વ્યાખ્યા મુખ્યત્વે ધ્યાનની અપેક્ષાએ ઉપયોગ આપવો, જોડવો, એકાગ્ર રાખવો એવા પ્રયોગના ન્યાયે થઇ છે એટલે તેને સ્વ-પર (ઉભય) નિમિત્તવશાત્ ગણ્યો છે. ત્યાં એને સહજ સ્વભાવી સ્કૂરણાને સ્વભાવજ્ઞાન તે કેવળજ્ઞાનની રીતે ન્યાય નથી મળતો. એમાં એક જાતની અધૂરપ વર્તાય છે. શ્રીમદે નિરપેક્ષ અવિષમ ઉપયોગ દર્શાવી તેને સ્વભાવપૂત સ્વભાવમૂલક સહજ સ્વરૂપે સ્થાપ્યો છે. એ જ એમના કેવળજ્ઞાનની લાક્ષણિક વિશિષ્ટતામયી સાતિશયતા છે
પણ શ્રીમદ્રના ‘સહજ’ સ્વરૂપને ન્યાય આપનાર અને તેમના સહજપથને અગોપ્ય રાખનાર તો છે વચનામૃતજી પત્રાંક ૮૭૫, ધન્ય મંગલ !
શ્રીમદ્ને ક્ષાયિક સમક્તિ પ્રગટ્યું ત્યારે પ્રભુશ્રીના પત્રમાં પરાભક્તિને સૂચવતી પ્રેમભાવના હતી તેથી શ્રીમદે પ્રભુશ્રીને પરાભક્તિની સપ્તપદી લખી. પછી સમાગમમાં પ્રભુશ્રીએ પોતાની વૈરાગ્યદશાની વાત કરતાં કહ્યું : હું સઘળું ભ્રમ જોઉં છું. તો પરમકૃપાળુ દેવે તેમનો હાથ લઈ હથેળીમાં ‘બ્રહ્મ' સ્થાપી સૂચવ્યું : મુનિ, આત્મા જુઓ અને પછી તો એ આત્મત્વને પરમાત્મમાં પલટાવે તેવું ‘સમાધિશતક' બોધી તેનાં મુખપૃષ્ઠ પર આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે એ મંત્ર લખી દીધો. વીરની નિરંતર આત્મતા ભાવતાં વિહરતાં કેવળજ્ઞાન પ્રગટેલું તે વીરવૃત્તિ પ્રેરી, પરમ કૃપાળુદેવે ચક્રવર્તીની અદાથી બીજ વાવી ધાન્ય-ધન્યતા લણી લે તેવી શિષ્યને પણ દેવ બનાવતી ભાવનાના સાફલ્યને વંદું - ‘શિષ્યદેવો ભવ' ભાવે !
પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અહો ! પુરુષનો વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! (પત્રાંક ૮૭૫)
એ ત્રણેય વસ્તુ આ બન્ને પરમકૃપાળુ પુરુષોના જીવનની ધન્ય-કૃતાર્થ એવી આશ્ચર્યકારક ઘટનાની સાફલ્ય-સિદ્ધિની જ મંગલતા છે : સમ્યગદર્શનદાયક.
નિર્દોષ અપૂર્વ સ્વભાવની પ્રેરકતાથી તે પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવે એટલે કે યથાખ્યાત ચારિત્ર પ્રગટાવી પૂર્ણ વીતરાગ દશાને અંતે નિર્વિકલ્પ સ્વભાવે કેવળજ્ઞાન પ્રગટાવવાનું અનન્ય કારણ બને છે. અને ભવ-છેદક અયોગી સ્વભાવે છેલ્લે અનંત અવ્યાબાધ સ્વરૂપ મોક્ષમાં સ્થિતિ કરાવે છે.
આમ સ્વભાવજ્ઞાને કે કેવલજ્ઞાનાત્મક અરિહંતા મંગલતા અને સહજ સ્વભાવે સહજસ્વરૂપે સ્થિતિ રૂપ સિદ્ધા મંગલતા, બન્ને સ્વભાવથી જ સાથે, સહજ છે !
આવી સ્વભાવની આમૂલાગ્ર સદા સનાતન મુક્તતાની જ પ્રસાદી શ્રુતકેવલી પ્રભુશ્રી પામી જાય છે. એટલે તેને જ વીતરાગના સહજ પથનાં મંગલાચરણ રૂપે સ્થાપ્યું છે.
યથાર્થ રીતે જે વાસ્તવ્યને સમજે છે તે સમજી શકે છે કે, કોઇપણ વસ્તુને, તેનાં સ્વરૂપે સ્વભાવથી જાણ્યા વિના યથાર્થ જાણી શકાય નહીં. સ્વભાવ પર જ વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે નિર્ભર છે. સત્ સત્ છે તે સ્વભાવથી જ છે. સ્વભાવ ન હોય તો કોઇપણ વસ્તુની યથાર્થતા નથી; યથાર્થ્ય વિના સત્ય જેવી વસ્તુ સંભવતી નથી.
સ્વભાવ વિના સિદ્ધાંત સ્થાપી શકાતો નથી. સિદ્ધાંત વિના કોઇપણ જાતની વ્યવસ્થા
Education International
For Private & Personal use only.
www.ja nelibrary ang