________________
૧૧ ૧
બીજી સદીમાં, શ્રી કુંદકુંદ ભગવાન શ્રી ‘સમયસારજીનું મંગળાચરણ કરે છે, વંgિ સદ્ગસિદ્ધ ધુવમવનવાં નહિં પ ા ધ્રુવ, અચળ ને અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધને વંદું છું.
પાંચમી સદીમાં શ્રી પૂજ્યપાદ સ્વામી વિરચિત “જૈનેન્દ્ર વ્યાકરણ'નું પ્રથમ સૂત્ર જ છે, સિદ્ધિ: નેન્તિાત્ | ‘દશ ભક્તિ'માં છેલ્લે સિદ્ધ સિદ્ધિ મમ દ્વિસંતુ |
અને છેલ્લે, દેવાધિદેવ તીર્થંકર પ્રભુ પોતે પણ દેશના દેતા પહેલાં, શ્રી સિદ્ધ ભગવંતને નમસ્કાર કરે છે. ખુદ ખુદા ખુદને જ વંદે છે, કારણ કે ખુદી-આપખુદી તો સંપૂર્ણતઃ મિટાવી દીધી છે. હવે આપ જ ખુદા છે. પોતે પોતાને બંદગી બક્ષે છે ! જુઓને, કૃપાળુ પ્રભુ પણ પૂર્વકાળના અનંત ઉપકારી શ્રી સદ્દગુરુદેવને નમન કરતાં પોતાના શુદ્ધાત્માને પણ નમી રહ્યા છે, સમજાવ્યું તે પદ નમું...
‘સિદ્ધિ'ની વિચારણા બાદ “શાસ્ત્ર' શબ્દનો યથાશક્તિ વિચાર કરીએ. શાસ્ત્ર એટલે શાખા પુરુષનાં વચનો પીરસતો ગ્રંથ. સંસ્કૃતમાં ‘શાસ્' ધાતુ છે, શાસન કરવું. મનુષ્યને અમુક પ્રવૃત્તિમાં પ્રેરણા કરે અને કેટલીક પ્રવૃત્તિનો નિષેધ કરવાનું શિક્ષણ આપે, આજ્ઞા-આદેશ આપે તે શાસ્ત્ર.
શં' ધાતુ લઇએ તો, કહેવું-બોલવું-કથન કરવું તે અર્થ થાય.
કોઇ વિશિષ્ટ વિષયનું સમસ્ત જ્ઞાન યથાક્રમે આપવામાં આવે તે શાસ્ત્ર. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ કોઇ અગમ્ય, અગોચર, ગૂઢ એવા પોતાના જ આત્માનું ઓળખાણ કેમ થાય તેનું ન્યાયસભર વર્ણન છે તથા આત્મકલ્યાણ કરી લેવાની પ્રેરણા પણ છે.
‘શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ તો, રક્ષણ, શિક્ષણ જાણો; ભવભીત જીવને કર્મત્રાસથી ત્રાતા શાસ્ત્ર પ્રમાણો.
અહોહો ! પરમ શ્રુત ઉપકાર ભવિને શ્રુત પરમ આધાર.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭ : પ.પૂ.બ્રહ્મચારીજી ૫.પૂ.બ્રહ્મચારીજીના શબ્દોમાં, “જે સ્વરૂપ” અને “સમજાવ્યું” એ બન્ને દ્વારા આ શાસ્ત્રનું નામ ‘આત્મસિદ્ધિ અથવા સ્વરૂપની સમજૂતિ કે આત્માની છ પદ દ્વારા સાબિતી – સિદ્ધિ કરી છે એમ સૂચવ્યું છે.
ટૂંકમાં, આ સન્શાસ્ત્રનું “આત્મસિદ્ધિ” એવું નામ સાર્થક છે.
કંઇક ગૂઢ રહસ્ય કહે છે, કથે છે, વદે છે જેમાં તે શાસ્ત્ર. ગુરુ-શિષ્યના સંવાદ રૂપે, પ્રશ્નોત્તર શૈલીથી પ્રરૂપાતું અને પૂર્વાચાર્યોની શૈલીને અનુસરતું આ શાસ્ત્ર છે. સવાસો ઉપનિષદોમાં લગભગ બધે જ, ‘ગુરુ ગીતા’માં શંકર-પાર્વતી વચ્ચે, ‘અવધૂત ગીતા'માં અવધૂત અને ગોરક્ષ વચ્ચે, ‘હંસ ગીતા'માં વિષ્ણુબ્રહ્મા વચ્ચે, “શ્રી ભાગવત’ (ચતુઃશ્લોકી)માં બ્રહ્મા-નારદ વચ્ચે, ‘વાસિષ્ઠ સાર’માં વસિષ્ઠ-રામ વચ્ચે, શ્રી શંકરાચાર્યજી કૃત ‘ઉપદેશ સાહસ્રી'માં, ‘શ્રી ભગવદ્ ગીતા'માં શ્રીકૃષ્ણજી અને અર્જુનજી વચ્ચે, બૌદ્ધ ‘ત્રિપિટક' ગ્રંથમાં, શ્રી ભગવતીજી સૂત્ર' (દ્વાદશાંગીમાં પમું અંગોમાં શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમ સ્વામી વચ્ચે ૩૬ ,OOOપ્રશ્નોત્તર, શ્રી વિશેષાવશ્યક ભાષ્ય'માં, શ્રી ગણધરોની શંકાઓ અને શ્રી મહાવીર સ્વામી તરફથી થતાં સમાધાનની જેમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની શૈલી પણ ગુરુ-શિષ્યના સંવાદ રૂપે સાધી છે. આ કાળમાં સમજવામાં સુગમ પડે તેવું અને તેવી અદાથી લખાયેલું આ શાસ્ત્ર છે.
અનુબંધ ચતુષ્ટય પણ કેવો સુંદર આલેખ્યો છે ? પત્રાંક ૧૪માં, પ્રબંધ, નિબંધ વિષે કહેવાઇ ગયું છે. ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા...થી પ્રારંભાતું ‘શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત. ગ્રંથના આરંભમાં ગ્રંથકર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org