________________
૧૦૫
system રીતિ, પદ્ધતિ, પ્રણાલી સ્થાપી શકાતી નથી. સિદ્ધાંત વિના કોઇપણ જાતનું વિજ્ઞાન કે પ્રમાણશાસ્ત્ર કે ન્યાયશાસ્ત્ર રચી શકાતું નથી. સર્વ પ્રકારનાં વિજ્ઞાન સ્વભાવજ્ઞાન વિના સર્જી શકાતાં નથી.
તો બીજી બાજુ, સ્વભાવનાં સ્વતંત્ર સ્ફુરણ સહજ છે, આયાસ-પ્રયાસ વિનાનાં તેવાં જ રોકટોક વિનાનાં, અવ્યાબાધ છે, નિત્ય, નિરંતર, અનાદિ, અખંડ, અનંત !
વિભાવ પણ સ્વભાવની સક્રિયતા વિના શક્ય નથી. વિભાવ પરિણતિમાં પણ સ્વભાવનો નિમ્નસ્રોત નિરંતર હોય જ છે. યોજનાઓ સ્વભાવથી જ પ્રણવંતને સફલ છે. મૂલતઃ સ્વભાવથી જ હેતુ, ધ્યેય, અર્થ, ફલ, કારકતા, કાર્ય અને સિદ્ધાંતોની સિદ્ધિછે. સ્વભાવથી જ ભાવના, ઇચ્છા, કામના, પુરુષાર્થની સિદ્ધિછે. સ્વભાવથી જનીતિ, રીતિ, પ્રીતિની યથાર્થતા છે, તેનાં પાલન-પોષણ, વર્ધન, વિધાન છે. સ્વભાવની નિર્ભરતા પર જ નિશ્ચયવ્યવહારનો નિર્વાહ છે, યોજના-પદ્ધતિઓનાં પ્રામાણ્ય છે.
છતાં વાસ્તવિકપણે સ્વભાવની અવ્યાબાધતા, સ્વતંત્રતા એવી સહજ સનાતન છે કે તેના ઉપર એ સઘળામાંથી કોઇ લાદી શકાતાં નથી; અબદ્ધ, મુક્ત જ છે એટલે સ્વભાવપૂત પુરુષોનાં પરમ આત્મપણાને ક્યાંય કોઇ કાળે રોકટોક, રુંધન, પીડન છે નહીં, હોઇ શકે નહીં. તેના પર કોઇ વસ્તુનું દબાણ કે બોજો લાદી શકાતો નથી. તેવી ચેષ્ટા જ હાસ્યાસ્પદ છે. ગુણસ્થાનો કે માર્ગણાસ્થાનોના ક્રમ સર્વગુણધામ સહજસ્વરૂપ ક્રમાતીત વીરત્વને વંદના દઇ વિરમે છે.
શ્રીમદ્દ્ની ‘સહજ’ રીતિ સામાન્યપણે ધ્યેયમૂલક ‘ધન્યતાની’ અને વિશેષપણે સિદ્ધિમૂલક ‘કૃતાર્થતા’ની છે. એ એમના એક વચન પરથી કળાય તેવું છે : ધન્યરૂપ, કૃતાર્થરૂપ એવા અમે છીએ. મૂળ સ્વભાવે આત્મામાં અનંત, જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ છે, તે અનંત ચતુષ્ટયથી આત્મા અભેદ છે. તે વિભાવથી થયેલ કર્મોથી અવરાયાં છે. એટલે દાટેલા ધનના ખજાના જેવા છે. એનો આવિર્ભાવ કરાય ત્યારે આત્મા ધન્ય બનેછે. અરિહંતોનું જીવન ધન્યછે. એ પુરુષો લોકોત્તર છે. આત્મા મૂળ સ્વભાવે સિદ્ધ સમાન છે, પણ વિભાવથી સંસારી છે એટલે જન્મમરણની ઘટમાળમાં સપડાયો છે. તેમાંથી મુક્ત એક માનવભવમાં થઇ શકે છે. એટલે જો મુક્ત બને, સિદ્ધ થાય તો તે આ માનવભવની કૃતાર્થતા છે. આમ એમની સમગ્ર જીવનરીતિની મંગલમયતા જે છે, તે લોગુત્તમા ધ્યેયની છે; તેવી જ કૃતાર્થતા સિદ્ધિની છે.
અરિહંત અને સિદ્ધ ‘લોગુત્તમા’ છે એટલે ભાખું મોક્ષ અને સાથે ધર્મ અને ધન ના સુબોધ પણ ભાખું. આ એક જ મહાકામ માટેની જ તેમની કામના છે. ‘ભાખું’ શબ્દને જો મા-સૂર્ય, પ્રકાશના અર્થમાં આત્માની સ્વ-૫૨-પ્રકાશક ચૈતન્ય સત્તા યથાર્થ સમજીએ તો તેમનું વક્તૃત્વ ગુણસહિતનું એક અનુપમ ભાસન બની રહે છે. એમની સમગ્ર ભાષા શૈલી જ દાર્શનિક છે. દર્શનનાં સન્મુલક સ્વભાવસિદ્ધ નિયમો, સિદ્ધાંતો અને તેમનાં પ્રરૂપણ-પોષણ-પારાયણ તેમની એક આગવી પ્રજ્ઞાપૂર્ણતાની સિદ્ધિ છે. તેમનાં જીવન તેવાં કવન અને મનન તેવા લેખનમાં તેમની અપૂર્વ વાણી ધ્યેયની લોકોત્તરા ઊર્ધ્વતાની સ્થિતિ-ગતિ દર્શાવવાનું ચૂકતી નથી. તેમાં પણ તેઓ અનંત બળ-વીર્યનું સંતુલન.‘સમય’ભાને એક-અખંડ બધું અંતિમતાએ ‘અત્યંત’ પણે સંભાળી લે છે, તે તેમના સહજ પુરુષ-અર્થની સાર્થકતારૂપ સત્-પુરુષાર્થની સિદ્ધિની સિદ્ધાંતસારા ધન્યતા છે.
શ્રીમદે સ્વયં અનુરોધ કર્યો છે : જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુતનિધિના ઉપભોગી થાઓ. (પત્રાંક ૨૧-૨૨) એ તો એક સમવસરણા આમંત્રણ છે. એટલે પોતાનાં લેખનો વાચકને સહભાગી બનાવવાની તૈયારી સહજ અનુકંપા છે. તેવી જ તેમની સત્પુરુષો સાથેની સહકારી સાહજિકતા છે. તેમાં સત્ પ્રત્યેની સચ્ચાઇ છે, પ્રામાણિકતા છે. આવી જીવનરીતિ હોવાથી તેમના પત્રોમાં પોતાની લોકોત્તર દશાનો જેમ જેમ ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો તેમ તેમ તેમની સ્થિતિ-દશા પ્રમાણે ધ્યેય સંગીનતાથી નમસ્કારમાં નોંધતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org