________________
८४
વૈદક શાસ્ત્રમાં ગળો વનસ્પતિને અમૃતા કહે છે. હશે, કારણ કે એવા ગુણ પણ છે. પરંતુ ફળમાં શ્રીફળ, એટલે કે વૃક્ષમાં તો નાળિયેરી જ વૃક્ષરાજ, આપણે પણ કલ્પવૃક્ષ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી રાજનાં અમૃતની જ વાત કરી રહ્યાં છીએ.
શમન કરે જ કરે.
શાતા થોડી, અશાતા ઘણેરી, એવો છે આ સંસાર; જીવનમાં જ્યારે ઝાળ લાગે ને અંગે ઊઠે અંગાર; છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી, કોઇ વિરલાએ જ જાણી, એવી મારા રાજની વાણી.
કષાયભાવ ઉઠે કે વિષયભાવ જાગે અને રાજવાણી શાંત ન કરી દે એ તો બને જ કેમ !
નાળિયેરમાં રોગપ્રતિકા૨ક શક્તિ છે પણ પરમકૃપાળુદેવની નાળિયેરી તો, સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. (પત્રાંક ૬૮૦)
બૃહદારણ્યક ઉપનિષમાં, ૯મા બ્રાહ્મણમાં, વાણીને-વાને ગાય-ધેનુ સાથે સરખાવી છે. ગાયને ચાર આંચળ છે તેમ વાણી પણ ચાર પ્રકારે છે : પરા, પશ્યતિ, મધ્યમા અને વૈખરી. પરમકૃપાળુ દેવની વાણી તે પરા વાણી. વૈખરી વાણીનો સંબંધ મનુષ્યો સાથે છે, પરા-પશ્યતિ વાણીનો સંબંધ દેવો સાથે છે. આ તો મનુષ્યદેહે પ૨માત્મા છે. પત્રાંક ૧૩૦માં, આત્મા છે. તે બંધાયો છે. તે કર્મનો કર્તા છે. તે કર્મનો ભોક્તા છે. મોક્ષનો ઉપાય છે. આત્મા સાધી શકે છે. આ જે છ મહાપ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો. આ છ પદને પ્રકૃષ્ટ પ્રવચન કહીને તેના પ્રત્યે કેવો પ૨માદર ધરાવ્યો છે કૃપાળુદેવે ?
પ્રભુશ્રીજીએ સમકિતની માગણી કરી તેના ઉત્તરમાં કૃપાળુદેવે સ્વતંત્ર પ્રકરણ ગ્રંથ જેવો, સૂત્રાત્મક શૈલીથી લખાયેલો, છ પદનો અમૃતપત્ર આપવાની કૃપા કરી. નવતત્ત્વમાં પ્રથમ એવું આત્મતત્ત્વ, એનું ઓળખાણ થવા માટે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે - એમ છ પદથી સમ્યક્દર્શન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવું અપૂર્વ વાણીથી નિરૂપણ કર્યું છે. મરેલાને જીવતા કરતો આ પત્ર એટલે જ મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ આપી દેતો . અમૃતપત્ર.
પ્રભુશ્રીજી પણ પ્રકાશે છે કે, એ પત્ર અમારી અનેક વિપરીત માન્યતાઓ દૂર કરાવનાર છે. નથી અમે સ્થાનકવાસી, નથી અમે તપાગચ્છી, નથી વેદાંતી; કોઇપણ મતમતાંત૨માં પ્રવેશ ન કરાવતાં માત્ર એક આત્મા ઉપર ઊભા રાખ્યા.
અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. (પત્રાંક ૪૯૩) દેશના લખીને, દઇને હદ કરી છે ! આપણાથી ગાયા વિના રહી શકાતું નથી કે, ‘અમૃત વરસ્યા રે પંચમ કાળમાં’.
સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઇ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. (પત્રાંક ૪૯૩) કેવું ટંકોત્કીર્ણ પ્રવચન ? કેવી વાણી કહેવી? ‘વર્ષાવી શ્રી ગુરુરાજ, વાણી કેવી રસાળી ?’
ષટ્ પદના પત્રમાં જ, છેલ્લે કરેલા ચાર નમસ્કાર પણ મૂર્ધન્ય કોટિના. જગતના ચોકમાં શ્રી સદ્ગુરુદેવની ભક્તિની જળહળ જ્યોત જગાવી છે. નમસ્કાર હો તેમના પ્રત્યેક નમસ્કારને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org