________________
શ્રી તીર્થકરે તેરમાં ગુણસ્થાનકે વર્તતા પુરુષનું નીચે લખ્યું છે તે સ્વરૂપ કહ્યું છે : -
આત્મભાવને અર્થે સર્વ સંસાર સંવૃત્ત કર્યો છે જેણે, અર્થાત્ સર્વ સંસારની ઇચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઇ છે, એવા નિગ્રંથને – પુરુષને – તેરમા ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે.. (પત્રાંક ૩૮૩)
આમ લખ્યા છતાં, સમજાવ્યા છતાં સપુરુષ કેમ ઓળખાતા નથી તે પણ સમજાવે છે :
સૂર્ય ઉદય-અસ્ત રહિત છે. માત્ર લોકોને ચક્ષુમર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુમર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તો ઉદય અસ્ત નથી. તેમજ જ્ઞાની છે, બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે. માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી એટલે પોતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઇ શકે તેવી દશા જ્ઞાનીને વિષે કહ્યું છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું (પરમાત્માપણું), પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે. (પત્રાંક ૩૮૫)
પછી પોતાના સંબંધમાં યથાર્થ સ્પષ્ટતા કરે છે :
બીજો દેહ ધરવાનો નથી તેની – આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઇવાર મળ્યો નહોતો, ભવિષ્ય કાળે પ્રાપ્ત થયો નથી. ધન્યરૂપ-કૃતાર્થરૂપ એવા જે અમે તેને વિષે ઉપાધિજોગ જોઇ લોકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી................ સમસ્વરૂપ શ્રી રાયચંદના યથાયોગ્ય. (પત્રાંક ૩૮૫)
એમનું પરમાત્મપણું જે સ્વયં “ધન્યતારૂપ’ છે અને મુક્તપણું તે “કૃતાર્થરૂપ’ છે. આનું જ નામ મોક્ષમૂર્તિ, જે વિભુપણે અનંત ચતુષ્ટયધનનો વિભવ માણે છે – ધન્યતાથી ! જિન થઇ જિનને આરાધે, તે સહી જિનવર હોવે રે.
(શ્રી નમિ જિન સ્તવન : શ્રી આનંદઘનજી મહારાજ.) જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને જે કોઇ જિનને એટલે કેવલ્યજ્ઞાનીને - વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. (પત્રાંક ૩૮૭) અને કૈવલ્યપદ તો કેવલજ્ઞાને દેહ છતાં નિર્વાણરૂપ છે.
શ્રી સૌભાગ્યભાઇને લખે પણ છે :
જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઇએ છીએ. (પત્રાંક ૩૧૩) અત્ર સમજી શકાય છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળ જ્ઞાની મુક્ત છે, એવા આ કેવળજ્ઞાનીની વાત છે. પરમકૃપાળુ દેવ શ્રી તીર્થંકરના મુખની વાણી ઝીલતાં પ્રકાશે છે :
I શ્રી તીર્થકર એમ કહે છે કે... જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણો છે તે પ્રકારે કરી પ્રગટ અમે કહ્યો છે... અમે તે આત્મા તેવો જામ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. (પત્રાંક ૪૩૮) પ્રભુશ્રી પરમકૃપાળુ દેવના સાચા યથાર્થ ઓળખાણે ઉલ્લાસથી તેમના સંબંધી બોધમાં ઉલ્લેખ કરે છે : આત્મા થઇને આત્મા બોલ્યો, આરાધ્યો તો બસ. શ્રુતકેવલીઓનું લક્ષણ જ આ છે કે : શ્રુતમાત્રથી આત્માનો લક્ષ કરાવવાનું ચૂકતા નથી. શ્રી પૂજયપાદ સ્વામીની આ જ નેમ છે, તેથી હાકલ દે છે :
બાહ્ય, અંતર, પરાત્મા એ ત્રિભેદે સર્વ જીવ છે, તજો બાહ્ય બની અંતર્, પરમાત્મા થવું હવે.
(સમાધિશતક ગાથા ૪ : શ્રી પૂજયપાદ સ્વામી) Now is the time.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org