________________
૧૦૦
કહે છે,
વિકટ પણ છે. (પત્રાંક ૩૧૫)
શ્રી કુંદકુંદાચાર્ય પણ પ્રમત્ત-અપ્રમત્તથી પર એવા શુદ્ધ જ્ઞાયક આત્માનો જ લક્ષ કરાવી
જાણ્યો સ્વયં તો તે જ છે. (શ્રી સમયસાર ગાથા ૬)
શ્રીમદે પણ એ જ લક્ષ કરાવતાં સર્વ શાસ્ત્રોની ફલશ્રુતિ કહી છે,
જિનપદ નિજપદ એક્તા, ભેદભાવ નહીં કાંઇ;
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાય. (પત્રાંક ૯૫૪)
સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવનવિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું
પોતાને પરમ કૃપાળુદેવને જે પ્રતીતિ-અનુભૂતિ છે, તે પણ સ્પષ્ટ લખે છે, આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું, એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે. એવા એ સ્વયં બોધિનિધિ છે. સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. (પત્રાંક ૩૧૩)
મોક્ષ તો અમને કેવળ નિકટપણે વર્તે છે એ તો નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિષે સ્થિર થતું નથી, સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે ક્યાંય કહ્યું જતું નથી. (પત્રાંક ૩૬૮)
શ્રીમદ્ સ્વયં આ બે વાતો લખી છે, તે સમજાય તે માટે વિશેષ સ્પષ્ટતા કરવાનું પણ પોતે ચૂકતા નથી. મોક્ષનું નિકટપણું કેવી રીતે વર્તતું હશે ? કેવળી સ્વરૂપ ભાવ થતાં મન, વચન, કાયાના યોગમાંથી જેને અહંભાવ મટી ગયો છે.(પત્રાંક ૪૬૬) બીજું, ચિત્ત સ્વરૂપને વિષે સ્થિર છે. તે કેવા પ્રકારે શક્ય છે, તેનો પણ સહજ ઉપાય દર્શાવે છે :
‘મન: વ મનુષ્યાળાં વાર ં બંધમોક્ષયોઃ' એ જાણે કે એક અધ્યાત્મપૂત સિદ્ધાન્ત છે પણ તે મોક્ષનું કારણ કેવા પ્રકારે બની રહે તેની ગુરુચાવી ઘણી, પણ સહજ કઇ ? તે સહજાત્મરૂપ પુરુષ વિના ક્યાંથી સંપ્રાપ્ત થાય ? સ્વયં પ્રકાશે છે. (પત્રાંક ૩૭૩)
મનને લઇને આ બધું છે એવો જે અત્યાર સુધીનો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ ‘મન’ ‘તેને લઇને’ અને ‘આ બધું’ અને ‘તેનો નિર્ણય’ એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે... જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે. તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. આ પત્રની વસ્તુનું રહસ્ય લખનાર પોતે મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે, એવા શ્રી... વીતરાગ સ્વયં સ્વરૂપસ્થ છે. એટલે પ્રણામ પણ તેમના અપ્રતિબદ્ધ છે ! મુક્ત !
Jain Education International
(વિધાનો)
૧. જે તે પુરુષનાં સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ
પ્રગટે છે. (પત્રાંક ૩૯૭)
૨. જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ સર્વ આત્માને વિષે છે... જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. સૌથી અભિન્નભાવના છે. (પત્રાંક ૪૬૯)
શ્રી તીર્થંકર નામ પ્રકૃતિ જેવી સહજ પ્રકૃતિ હોવાથી પરહિત એ જ નિજહિત એવો
For Private & Personal Use Only
www.jainelibrary.org